Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૮૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૯ શુક્રવાર
પ્રાર્થના “ વિજ્યસેન” નૃપ “વિઝા રાણી, નમિનાથ જિન જાયે; ચોસઠ ઈન્દ્ર કિયે મિલ ઉત્સવ, સુરનર આનંદ પાયે રે, સુજ્ઞાની જવા, ભજલે રે જિન ઈકવીસ,
–વિનયચંદ્રજી કુંભટ ચોવીશી ચા નમિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં તત્વની ચર્ચા કરવામાં આવી છે. જગતમાં એમ બહુ કહેવામાં આવે છે કે, તત્ત્વનું જ્ઞાન કરે, અને ઘણું લેકને તત્ત્વનું જ્ઞાન કરવાની જિજ્ઞાસા પણ રહે છે; પણ સાચું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે છે તે પહેલાં જેવું જોઈએ ! તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, એ વાતને વિચાર કરવાથી પણ આત્માને ઘણે આનંદ મળી શકે છે. આજના લેકે તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પુસ્તકોના વાચનને પર્યાપ્ત સમજે છે પરંતુ પુસ્તકના વાચનથી જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થશે એમ સમજવું એ ભૂલ છે. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાચી જિજ્ઞાસા હેવી જોઈએ.
- તત્ત્વજ્ઞાનનું કેટલું મહત્ત્વ છે અને તત્ત્વજ્ઞાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે એના વિષે ઉપનિષદ્દમાં એક કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે, એક મેટ રાજા હતા. દાનના પ્રભાવથી તે રાજાની કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. પિતાની કીર્તિ ફેલાયેલી જોઈ રાજાને એવું અભિમાન આવી ગયું કે, હું કે દાની છું. મારા જેવો બીજે કણ દાની છે?
એક , રાજા મહેલની અગાસીએ સુતા હતા. તે રાત્રીએ હંસરૂપધારી બે ગાંધ નીકળ્યા. એક ગાંધર્વે રાજાને જોઈ બીજા ગાંધર્વને કહ્યું કે, આ રાજા ઘણો જ ધીર-વીર, દાની તથા દયાળુ છે. આના જેવો દાન-દયાળુ બીજે કાઈ નથી. આ સાંભળી બીજા ગાંધી કહ્યું કે, એ રાજા ગમે તે હોય પણ તે તત્ત્વજ્ઞાનીના સમા ભાગને પણ નથી. તે તત્ત્વજ્ઞાનીની આ રાજા બરાબરી કરી શકે નહિ. મેં અમુક તત્ત્વજ્ઞાનીને જેએલ છે. એ તત્ત્વજ્ઞાનીની આ રાજા બરાબરી કરી શકે નહિ. પેલા ગાંધર્વે પૂછ્યું કે, તમે કયા તત્વજ્ઞાનીને જોયા છે? બીજા ગાંધર્વે જવાબ આપ્યો કે, અમુક તત્ત્વજ્ઞાનીને. આ ઉત્તર સાંભળી પેલા ગાંધર્વ કહ્યું કે, એ તે ગરીબ છે. એ ગરીબ રાજાની સરખામણી કેવી રીતે કરી શકે? બીજાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો કે, તમે સંસારના વૈભવને જ બધું માને છે અને તેથી જ તમે આમ કહી રહ્યા છે; પરંતુ હું સંસારના વૈભવને તત્ત્વજ્ઞાનની આગળ તુચ્છ માનું છું. તત્ત્વજ્ઞાનની આગળ સંસારના વૈભવ સોગણું નહિ પણ ક્રોડગણું ઊતરતાં છે. એટલા માટે મારી આગળ સંસારના વૈભવની પ્રશંસા ન કરો. હું જેમની પાસે સંસારના વૈભવ છે તેમને મે માનતા નથી પરંતુ તત્વજ્ઞાનીને જ મેટ માનું છું. | આપણું શાસ્ત્રમાં પણ આ જ વાત કહી છે કે, સંસારનાં વૈભવ મેટાં નથી પરંતુ ધર્મ મટે છે.