Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
સુદ ૧૪] રાજકોટ–ચાતુર્માસ
[૪૫૫ - સુદર્શન અને મનેરમા ઊંચા સિંહાસન ઉપર બેઠા છે, તેનું કારણ ધન નહિ પરંતુ રિશીલની એવી દઢતા છે કે, પ્રાણ જાય તો ભલે જાય પરંતુ શીલ ન જાય. આ પ્રકારની દઢતા રાખવાને કારણે જ તેમને ઉંચું આસન પ્રાપ્ત થયું છે.
લેકો શાન્ત થઈને સુદર્શનને કહેવા લાગ્યા કે, “આપ અમને અમૃત વચને સંભળાવો.” લોકોની આ પ્રાર્થના ધ્યાનમાં લઈ સુદર્શન કહેવા લાગ્યા કે, “ભાઈઓ, તમે મારા આત્માને અનુભવ મને પૂછે છે પરંતુ તે અનુભવ તે મુંગે છે અને વાણીમાં એવી શિક્તિ નથી કે તે અનુભવને વર્ણવી શકે. કેવલજ્ઞાની ભગવાન પિતાના જ્ઞાનમાં જે કાંઈ જુએ છે, તેને માત્ર અનંતમો ભાગ વાણીમાં આવે છે, પણ જે બુદ્ધિમાન અને જ્ઞાની હોય છે, તેઓ તો કેવલજ્ઞાની દ્વારા વણિત અનંતમા ભાગ ઉપરથી જ તેમના જ્ઞાનની વાતો સમજવાનો પ્રયત્ન કરે છે. તમે લોકો વડના ઝાડને તમારા ઘરમાં લઈ જઈ શકો નહિ પરંતુ જે વડનું બીજ તમારે ઘેર લઈ જવામાં આવે અને તેને વાવવાની ક્રિયા કરવામાં આવે છે તેવું જ ઝાડ તમારે ત્યાં પણ થઈ શકે છે. આ જ પ્રમાણે વીતરાગની વાણુને
ડે અંશ પણ તમે તમારે ત્યાં લઈ જાઓ અને તેને તમારા હૃદયમાં સ્થાન આપી તદનુસાર ક્રિયા કરે તે તમને પણ તે જ લાભ થશે.”
સુદર્શન કહે છે કે, “જે અનુભવ મને થયું છે તે મુંગે છે એટલા માટે હું તેને કાંઈ કહી શકતું નથી છતાં પણ જે કાંઈ હું કહી શકું એમ છું તે ટૂંકામાં કહું છું.”—
જીગરને યાર જુદો તે, બધો સંસાર, જુદો છે, બધા સંસારથી યે યાર, બેદરકાર જુદે છે. ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને; , , , પરંતુ જાન આ પર, પ્યારીને અખત્યાર જુદે છે. . હજારો બંધ મંદિરે, યહી છે ને તે ભલે છાજે;
અમે મસ્તાનના ઉસ્તાદને, દરબાર બીજે છે. . આ ભક્તોની વાણી છે છતાં અત્યારે એ સુદર્શનના નામે કહેવામાં આવે છે. સુદર્શન કહે છે કે, “જો તમે લેકે એટલું જાણી લે કે હૃદયને મિત્ર જુદો છે તે તેમને આ અકળ સંસાર જ જુદો દેખાવા લાગશે. જ્યારે કોઈ માણસ ખોવાયેલા રત્નને શોધવા લાગે છે ત્યારે તે બીજી ચીજો ઉપર લેભાત નથી, પરંતુ તે પ્રત્યેક ચીજને માટે એમ જ કહે છે કે આ રત્ન નથી. પતિવ્રતાને પતિ ગૂમ થઈ ગયા હોય તે તે વખતે તેની સામે ભલે સંસારના બધા પુરુષો આવે તે પણ તે પ્રત્યેક માણસને એમ જ કહેશે કે તે મારા પતિ નથી. પતિવ્રતા સ્ત્રીને તે પિતાને પતિ મળશે ત્યારે જ સંતેષ થશે. બીજો પુરુષ ગમે તેટલો સુરૂપે હોય અને પિતાને પતિ ગમે તેટલો કુરૂપ હોય છતાં તે પતિવ્રતા સ્ત્રી પિતાના પતિને જ ચાહશે. દમયંતી જ્યારે નલને શોધતી હતી ત્યારે ઈન્દ્ર પણ નલનું સ્વરૂપ ધારણ કરી તેની સામે આવ્યો, પરંતુ દમયંતી ઈન્દ્રના રૂપ ઉપર પણ મોહિત ન થઈ. તે તો એમ જ કહેતી હતી કે, જે મારા હૃદયની વાત કહી આપે, હું તેને જ મારે પતિ માની શકે. સુસાને દેવોએ કહ્યું કે, નગરની બહાર ભગવાન મહાવીર આવ્યા છે અને આ પ્રમાણે કહી દેએ સમવસરણની રચના પણ બતાવી. પણ સુલસાએ કહ્યું કે, મારા એ મહાવીર નથી. દમયંતી પણ એમ જ