Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૨] રાજકેટ-ચાતુર્માસ
[૪૬૩ સુખશીલ બની જઈ મોજ માણવી અને મેજ કરવાના કાર્યને પણ ઉજજવલ નામ આપવું અને ભાવિક જનોની શ્રદ્ધાને અનુચિત લાભ લેવા એ સાધુઓને ધર્મ નથી. સાધુઓને તે એ ધર્મ છે કે, પ્રત્યેક વાત સ્પષ્ટ કહે કે, શાસ્ત્ર તે આમ કહે છે પણ મારામાં આ અપૂર્ણતા હોવાને કારણે આ વાત મારાથી પાળી શકાતી નથી. જે એષણસમિતિનું બરાબર પાલન કરે છે તેને હું નમસ્કાર કરું છું. જે આ પ્રમાણે એષણા સમિતિનું બરાબર પાલન કરે છે તે જ મહાત્મા સ્વપરનું કલ્યાણ કરી શકે છે. આ પ્રમાણે જે પોતાની અપૂર્ણતાને સ્પષ્ટ સ્વીકાર કરી લે છે અને શાસ્ત્રની અપૂર્ણતા બતાવતા નથી, તેની શાસ્ત્ર એટલી નિંદા કરતું નથી જેટલી નિંદા શાસ્ત્રની વિરુદ્ધ પ્રતિપાદન કરનારની કરે છે. જે લોકો સંયમનું બરાબર પાલન કરી શકતા નથી પરંતુ પિતાની અપૂર્ણતાને સ્વીકાર કરે છે તેઓ કઈ વખતે તે સંયમનું પાલન કરી શકશે અને પિતાની અપૂર્ણતા દૂર કરી શકશે; પરંતુ જે પિતાની અપૂર્ણતાને સ્વીકાર જ કરતું નથી, તેને સુધાર થવો બહુ મુશ્કેલ છે. સુદર્શન ચરિત્ર—૫૦
સુદર્શન કહે છે કે, તમે લોકે મારે આદરસત્કાર કરી રહ્યા છો. મહારાજા પણ નીચે બેઠા છે અને મને ઉપર બેસાડ્યો છે એ મારા શરીરને આદર નહિ પણ મારી ભાવનાને આદર છે. સંસારના લકે ઠગાઈ રહ્યા છે. હૃદયની વાત તે બીજી હોય છે પણ કરે છે બીજી. લેકે સંસારના મોહક પદાર્થોમાં ફસાઈ જઈ કાંઈનું કાંઈ કરી બેસે છે. એટલા માટે સંસારના મોહક પદાર્થોમાં ન ફસાતાં સ્વામીની આજ્ઞાનું ધ્યાન રાખે તે તમારી ભાવના પણ દૃઢ રહેશે અને તમે પણ આ જ પ્રમાણે આદરપાત્ર બની શકશે.
તુમ તજે જગતકા ખ્યાલ ઈકો ગાના, તેરી અલ્પ ઉંમર ખુટ જાય અંત ઉઠ જાના. મ બેલું સચ્ચી બાત જૂઠ નહીં માશા તૂ સોતા હૈ કિસ નીંદ કેસી કર આશા. તુમ સેવ દેવ જિનરાજ- ખલકમેં ખાસા, તેરે જોબન પતંગકા રંગ જુઠ સબ આશા,
અબ ધરે હિયે મેરી સીખ સમઝ યહ સયાના તેરી. જ્યારે સુદર્શને આ આશયને ઉપદેશ આપ્યો હશે તે વખતે લોકોના હૃદય ઉપર કેવો પ્રભાવ પડ્યો હશે? ત્યારે લેકેનું હૃદય કેવું ઉલ્લસિત થયું હશે ? ઉપરની કવિતામાં કહેવામાં આવ્યું છે કે, “જગતના ખેલને છેડે અને પ્રેમનાં ગાયનેમાં મત્ત થઈ ન જાઓ. તારી આ નાની ઉંમર એમાં જ એળે સમાપ્ત થઈ જશે.”
જે પ્રમાણે રાજાને કર નાટક–ખેલ વગેરે જોવામાં રોકાઈ જઈ રાજાની આજ્ઞાનું પાલન કરવું ભૂલી રહ્યો હોય અને ત્યારે તેને કઈ સન્મિત્ર એમ કહે કે, તું અહીં ઊભો રહીને શું કરે છે? તારું કર્તવ્ય કેમ બરાબર બજાવતું નથી ? આ જ પ્રમાણે મહાત્મા લેકે પણ તમારા હિતૈષી થઈને તમને કહે છે કે, “હે! જગજીવો ! જગતના નાટક–ખેલ વગેરે જોવામાં કેમ ભાન ભૂલી રહ્યા છે !” સુદર્શન પણ એ જ કહે છે કે, “આત્માનું ઉત્થાન