Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૬૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ ખીજા ભાદરવા
આ જ પ્રમાણે ત્રીજી એષણાસમિતિનું અને ચેાથી ભÎાપકરણસમિતિનું પણ સાધુએએ ધ્યાન રાખવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈ એ. તેમ જ ભડાપકરણોને મૂકવા તથા લેવામાં સાવધાની રાખવી જોઈએ. પહેલાં તા સાધુ ધમ્મપકરણેાની સિવાય ખીજી વસ્તુઓને પેાતાની પાસે રાખે જ નહિ પણ જે ધર્માંપકરણા છે તેને પણ મૂકવા તથા લેવામાં ધ્યાન રાખે.
પાંચમી ઉચ્ચારપ્રશ્નણુસમિતિનું પાલન કરવામાં પણ સાધુઓએ સાવધાની રાખવી જોઇ એ. મલ-મૂત્રાદિને એવી રીતે પરવું જોઈ એ કે જેથી લેાકેા જુગુપ્સા ન કરે. જે આહાર કરે છે તેને નિહાર તા કરવા જ પડે છે પણ નિહાર કેવી રીતે કરવા, ક્યાં કરવા વગેરેના ખ્યાલ રાખવા જોઈ એ.
હું જંગલ જતાં–આવતાં મ્યુનિસીપાલિટીની કચરાની ગાડીએ જે સામે આવે છે તે જોઉં છું. એ ગાડીઓમાંથી દુર્ગંધ નીકળે છે પણ જરા વિચાર કરે કે, એ દુર્ગંધ એમાં ક્યાંથી આવી ? એ દુર્ગંધ તમારે ત્યાંથી જ આવી છે ને ? તમે લોકોએ ઘેર જે ગ’કી કરી તે જ ગંદકી આ ગાડીમાં આવી. તમે લોકો ગંદકીને સાફ કરનાર લોકોની નિંદા કરા છે, તેમને ઘૃણાની દૃષ્ટિએ જુએ છે, તેમને હલકા માનેા છે અને પેાતાને મોટા માને છે. પણ અત્રે વિચારવા જેવી વાત એ છે કે, જે ગ'કીને ફેલાવે છે તે લોકો મેટા અને જે ગ'ને સાફ કરે છે એ લોકો હલકા એ કેમ બને ?
સાધુઓ માટે શાસ્ત્રમાં સાવધાની આપવામાં આવી છે કે, ‘ તમે જંગલ જાઓ ત્યારે તમારે કેવી જગ્યા જોવી જોઈ એ ? જે ગામમાં તમારે ચેામાસું કરવું છે ત્યાં જંગલ જવાની જગ્યા પહેલાં જોઈ લેા અને જો તમને જગ્યા સારી જણાતી ન હેાય તે ત્યાં સમિતિનું પાલન થઈ ન શકવાને કારણે ચાતુર્માસ કરવાને નકાર ભણી દેા. આ પ્રમાણે સમિતિની રક્ષા માટે ખીજા ગ્રામમાં ચાતુર્માસ કરનાર સાધુ આરાધક છે, પરંતુ શહેરમાં એવી જ ધમાલ ચાલે છે, આ પ્રમાણે કહી જંગલ જવાની ધમાલમાં પડી જાય અને સમિતિના પાલનમાં ઉપેક્ષા કરે તા તે વિરાધક છે.
સાધુઓએ આ પાંચમી સમિતિના પાલન માટે ઘણું ધ્યાન રાખવું જોઈએ. એમ થવું ન જોઈ એ કે, સમિતિનું પાલન તા ગ્રામામાં સાધુ રહીને કરી શકે છે પણ શહેરમાં રહેનારા સાધુએ સમિતિનું પાલન કેવી રીતે કરી શકે ? એ તે ગ્રામામાં રહેનારા સાધુઓને આચાર છે. શહેરમાં રહેનારા સાધુઓને એવા આચાર હોઈ શકે નહિ. જો આમ કહેવામાં આવે તે તેના અર્થ એ થયા કે ગ્રામના સાધુઓ માટે જુદુ શાસ્ત્ર હાવું જોઈએ અને નગરના સાધુએ માટે જુદુ શાસ્ત્ર હાવું જોઈ એ. અથવા કોઈ એમ કહે કે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે જોવું જોઈ એ; તે આનેા અર્થ એ થયેા કે, મહાવ્રતનું પાલન પણ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળને જોઈ કરવું જોઈ એ. પણ જે આ પ્રકારની છટકવાની બારી જુએ છે તે શાસ્ત્રના માર્ગ ઉપર ચાલનાર નથી અને જે શાસ્ત્રાનુસાર ચાલતા નથી તે ધીર-વીર પુરુષના માગે ચાલનાર નથી. વીર પુરુષના માર્ગે ચાલનાર તે તે છે કે, જે શાસ્ત્રાનુસાર ચાલે છે. કાઈ એમ કહે કે, શાસ્ત્રો તા હજાર વર્ષ પહેલાંના છે અને આ પ્રમાણે કહીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રય લઈ શાસ્ત્ર-વિરુદ્ધ વ્યવહાર કરે તે તે વીરના માર્ગે ચાલનાર નથી. શાસ્ત્રો તા ત્રિકાલજ્ઞદ્વારા કથિત છે. એટલા માટે તેમને આજકાલનું જ્ઞાન ન હતું એમ કહી