Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૬૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પહેલી ઈયોસમિતિ છે. શ્રી. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪ માં અધ્યયનમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. અને તેમાં ઈર્યાસમિતિને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિવેક બતાવવામાં આવ્યો છે અને કહ્યું છે કે, સાધુ જ્યારે ચાલવા લાગે ત્યારે એમ જ વિચારે કે, મેં બધાં કામો છોડી દીધાં છે; મારે કેવળ અત્યારે ચાલવાનું જ કામ કરવાનું છે. સાધુએ ચાલતી વખતે મનને એકાગ્ર રાખવું જોઈએ. જે પ્રમાણે પાણીથી ભરેલે ઘડો માથે ઉપાડી પનિહારી ચાલતી વખતે સાવધાની રાખે છે તે જ પ્રમાણે મુનિએ પણ ચાલતી વખતે સાવધાની રાખવાની હોય છે.
માને કે, એક રાજાને નેકર રાજના કામ માટે બહાર નીકળ્યો. રાજાએ તેને કહ્યું હતું કે, આ કામ જરૂરી છે એટલે જલ્દી આવજે. તે નકર રાજાના કામ માટે બહાર નીકળે પણ માર્ગમાં નાટક–ખેલ થઈ રહ્યો હતો. ત્યાં એક નટી હાવભાવથી નાચ કરી રહી હતી. તે ખેલ જેવા ચાહતો હતો. તમે તે વખતે રાજાના નેકરને શી સલાહ આપશે ? એ જ કે, નાટક–ખેલ જેવા ન રોકાતાં માલિકનું કામ પહેલાં કરવું. પણ તે નકર તે ખેલ જેવા રોકાઈ ગયે, એટલામાં કઈ હિતૈષી આવ્યો અને તેણે પેલા માણસને કહ્યું કે, તું અહીં કેમ રોકાઈ ગયે ? પહેલાં રાજાનું કામ કરી લે તે રાજા પ્રસન્ન થવાથી આ ખેલ તે હું તારા ઘેર જ કરાવી શકે છે.
આ જ વાત મુનિના વિષે પણ સમજે. મુનિઓએ સ્વેચ્છાપૂર્વક પિતાનું નામ ભગવાનના સેવકેમાં લખાવ્યું છે. તેમણે કેઈના દબાણથી નહિ પણ પિતાની ઈચ્છાથી જ ચારિત્ર ગ્રહણ કર્યું છે. ભગવાને સાધુઓને માટે એવી આજ્ઞા આપી છે કે સાધુઓ માટે લક્ષ્ય તો ત્રણ ગુપ્તિઓ છે પણ પાંચ સમિતિઓ તરફ પણ તેમણે જરાપણ આંખ મીંચામણી ન કરવી. ભગવાને આવી આજ્ઞા આપી છે અને આ આજ્ઞાને કારણે મુનિઓ સમિતિ તથા ગુપ્તિઓનું પાલન કરવા તૈયાર થયા છે, પણ જો અમે મુનિઓ આ આજ્ઞાને ભૂલી જઈ નાટકની માફક સંસારની ધમાલમાં પડી જઈએ તે તમે અમારા હિતૈષી થઈ અમને કેવી હિતસલાહ આપશે ? જો અમે ઈસમિતિનું ધ્યાન ન રાખીએ તે તમે અમને શું કહેશો ? એ જ કે, “ જે પ્રમાણે રાજાને નોકર ઠેકડા મારતે ચાલે છે તેમ ઠેકડા મારતાં કેમ ચાલે છો ? અને અહીં તહીં નજર ફેરવતાં કેમ ચાલે છે !” શું સાધુ પણ આમ ચાલી શકે ખરા ? ” તમે આ પ્રમાણે શું અમને નહિ કહે ? જે કે તમે વિનય અને નમ્રતાની સાથે કહેશે પણ તમે અમારા હિતૈષી હોવાથી તમે અમને એમ જ કહેશે કે, “ તમે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયા છો એટલા માટે તમે મનને એકાગ્ર કરી ઈસમિતિને ધ્યાનમાં રાખી યતનાપૂર્વક ચાલે.” ' શેઠ અમરચંદજી સાધુઓની ઈર્યાસમિતિનું એવું ધ્યાન રાખતા હતા કે તેઓ જતાં જ જાણી લેતાં કે, અમુક સાધુ ઈસમિતિ કે ભાષાસમિતિના જાણકાર કે પાલનહાર છે કે નહિ ? જે તેમની દૃષ્ટિમાં કેઈની ખામી જણાતી તે તેઓ સ્પષ્ટ કહી પણ દેતા હતા. પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ વિહાર કરતાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને માતાજી મહાસતીજી મળ્યા. એ મહાસતીજીની ઈસમિતિ જઈ પૂજ્યશ્રી ઘણું પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, આ મહાસતીજી ઈસમિતિનું બરાબર ધ્યાન રાખે છે.