Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૯૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પણ વધે છે અને પાછળ પણ પડે છે, ઈષ્ટને પણ પામે છે અને અનિષ્ટને પણ પામે છે. આ જ કારણે જ્ઞાનનાં જ્ઞાન અને અજ્ઞાન એવા બે ભેદ પાડવામાં આવ્યાં છે. કોઈ વાતને ન જાણવી એ જ અજ્ઞાન નથી, પરંતુ કઈ વાતને ઊલટી જાણવી એ વિપરીત જ્ઞાન પણ અજ્ઞાન જ છે. આ માટે આ પ્રાર્થનામાં મનુષ્યનું ઉદાહરણ આપતાં પ્રકૃતિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પ્રાર્થનામાં કહ્યું છે કે, ભ્રમર પુષ્પની સાથે નિષ્ઠાપૂર્વક ગાઢ પ્રીતિ બાંધે છે અને એટલા માટે તે પુષ્પની સુગધ છેડી બીજે ક્યાંય દુર્ગધ લેવા જતા નથી. પુષ્પ વિકસિત થયે તે ભ્રમર સુસ્ત પડી રહેતું નથી પણ તે હર્ષમાં આવી જાય છે. કદાચ કેઈએમ કહે કે, એક બાગ સુંદર પુષ્પોની સુગંધથી ખૂબ મહેકે છે. તે બાગમાં એક વૃક્ષ ઉપર એક ભમરે ચુપચાપ બેઠો છે, તે ગણગણાટ કરતું નથી, તેમ પુષ્પને રસ પણ પીતા નથી. આ કથનના જવાબમાં તમે એ જ કહેશે કે, એ ભમરે નહિ હોય એ તે કઈ બીજું છવા હશે! અથવા એ ભમર મરે હશે! જે એ ભમરો હેય અને તે જીવતે હોય તે તે બાગનાં પુષે આટલાં ખીલ્યાં હેય અને તે ગણગણાટ કરે નહિ એ માની શકાય એવી વાત નથી.
ભ્રમરના આ ઉદાહરણ ઉપરથી તમે એ જુઓ કે, મહામહિમાનિધાન પરમાત્મા, શું વિકસિત પુષ્પની સમાન પણ નથી! જે છે તે પછી પરમાત્માના ભક્ત હોવા છતાં નિરુ
ત્સાહી બનવાનું શું કારણ છે? એના માટે બે જ કારણ હોઈ શકે. કાં તે તે નામના જ ભક્ત છે અથવા પરમાત્મા પ્રતિ તેમને પૂર્ણ શ્રદ્ધા નથી, કે તેમની શ્રદ્ધા મરી ગઈ છે. જે પ્રમાણે બાગ ખીલ્યો હોવા છતાં ભમરે ગણગણુટ ન કરે કે પુષ્પરસનું પાન ન કરે તે એમાં બાગનો દેષ છે એમ કહી શકાય નહિ; તે જ પ્રમાણે પરમાત્મારૂપી બાગ ખીલ્યો હોવા છતાં જમરૂપી ભક્ત ભક્તિરસનું પાન ન કરે તે એમાં પરમાત્માને શો દેવ ?
પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કેવાં ભાવો હોવા જોઈએ એના માટે ભક્ત એક બીજું ઉદાહરણ પણ આપે છે. તેઓ કહે છે કે, સૂર્યોદય થતાં કમલ વિકસિત થયા વિના રહેતું નથી. જે કમલ સૂર્યોદય થવા છતાં વિકસિત ન થાય તે તે કમલ મરી ગયું છે એમ જ કહી શકાય; પણ જે કમલ જીવિત હોય તે તે સૂર્યોદય થતાં વિકસિત થયા વિના રહેતું નથી. સ્વાતિનું જલબિંદુ પડવા છતાં પણ પપૈયો એ જલબિંદુને ધારણ ન કરે એવું જોવામાં આવતું નથી. જે સ્વાતિનું જલબિંદુ પપૈયે ધારણ ન કરે તે કાં તે તે રોગી હશે અથવા તે મરી ગયો હશે એમ જ કહી શકાય.
આ બધાં ઉદાહરણ આપી ભક્ત લેકે કહે છે કે, જેઓ પરમાત્માના સાચા ભક્ત છે તેઓ તે પરમાત્માના ગુણગાન જ કર્યા કરે છે. જે પ્રમાણે કમલની શ્રદ્ધા સૂર્ય ઉપર, જામની શ્રદ્ધા કુલ ઉ૫ર અને ચાતકની શ્રદ્ધા સ્વાતિના જલબિંદુ ઉપર હોય છે, તે જ પ્રમાણે સાચા ભક્તની શ્રદ્ધા પરમાત્મા ઉપર હોય છે. પરમાત્મા પ્રત્યે જે ભક્તના હૃદયમાં અનન્ય એકાંગી શ્રદ્ધા હોય છે તે શ્રદ્ધાવાન ભક્ત પ્રશંસાને પાત્ર છે, પણ જેઓ એવા ભક્ત નથી તેમનું લક્ષ્ય પણ એકાંગી ભક્તિ તરફ હોવું જોઈએ. સાધારણ રીતે ભક્ત લેકે તે પાણીની માફક બધાની સાથે ભળી જઈ પ્રેમ કરે છે. ભક્ત લેકે બધાને આત્મતુલ્ય માની બધાનું હિત જ ચાહે છે. અને તેથી જ તેઓ કહે છે કે –