Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૬]
રાજકોટ–ચાતુમાસ
[૪૦૩
મનેરમાં કહેતી હતી કે, “ધર્મના કારણે જ આપણુ બધાને સંબંધ છે. એ ધર્મને ત્યાગ કરી દયાના નામે દોડવું એ અનુચિત છે. હે ! પુત્ર ! હું નિશ્ચયપૂર્વક કહું છું કે, તમારા પિતાને કોઈ પ્રકારનો દોષ નથી, છતાં તેમને માથે કલંક કેમ ચડાવવામાં આવ્યું છે! એને માટે એમ જ કહી શકાય કે, જેમ ગગનવિહારી, તેજસ્વી અને કલાપૂર્ણ સૂર્યને પણ રાહુ ઘેરી લે છે તે જ પ્રમાણે તમારા પિતાને પણ આ કલંકરાહુએ ઘેરી લીધા છે. સૂર્યને રાહુથી છોડાવવા માટે જે પ્રમાણે દાન આપવામાં આવે છે તે જ પ્રમાણે હે! પુત્રો ! તમારા પિતાને આ પાપ-રાહુથી છોડાવવા માટે દાન આપો. પણ બીજાને દાન આપવા પહેલાં પિતાના આત્માને જ દાન આપે. પિતાનાં પાપ છૂટવાં નથી અને સૂર્યને રાહુથી
છોડાવવા માટે દાન દેવા માંડવું એ તો ઊલટો માર્ગ છે. એટલા માટે પહેલાં ધર્મધ્યાનનું પિતાના આત્માને દાન આપે. ચાલો આપણે ધર્મધ્યાન કરીએ. એટલા માટે સાચા મનથી પરમાત્માનું ભજન કરે.”
માતાને પ્રભાવ પુત્ર ઉપર પડે જ છે. જે માતા પુત્રોમાં વીરતાને ભાવ ભરે તે બાળક જરૂર વીર બની શકે છે. માતા પિતાની ઈચ્છાનુસાર બાળકને બનાવી શકે છે. પણ આજકાલના માતાપિતાઓ શું કરે છે તે જુઓ. તેઓ બાળકોમાં સદ્દગુણે ભરે છે કે દુર્ગુણો? બાળક તે માટીના પિંડાની માફક છે. તેને જે ઘાટ ઘડવા ચાહિએ તે ઘડી શકાય છે. જો માતા પિતા ગાળો ભાંડશે તે બાળકો ગાળો ભાંડતાં શીખશે અને જે માતા-પિતા મીઠાં વેણ બોલશે તે બાળકો પણ મીઠાં વચન બોલતાં શીખશે. આ તે બધાને પ્રત્યક્ષ અનુભવ છે. બાળકને કારણે જ માતાપિતાની નિંદા કે પ્રશંસા થાય છે. જે બાળક સારું હશે તે માતાપિતાની પ્રશંસા થશે અને ખરાબ હશે તે નિંદા થશે. આ ઉપરથી બાળકને સુધાસ્વા માટે માતા-પિતાએ કેવા સંસ્કારે બાળકોમાં ઉતારવા જોઈએ તેનો વિચાર કરે.
કેટલાક લોકો બાળકોની વાતોમાં શું પડયું છે એમ કહી ઉપેક્ષા કરે છે, પણ બાળકોનાં કોઈ કોઈ કામ પણ શીક્ષાપ્રદ હોય છે. બાળકો કોઈવાર ગાડીની પછવાડે દોડે છે અને ગાડીના પાટીયા ઉપર બેસવાને પ્રયત્ન કરે છે. ગાડીવાળો મારે છે છતાં પોતાનો પ્રયત્ન છેડતા નથી. આ જ પ્રમાણે બાળકો કાર્યના ફળને ન જોતા કાર્ય કરતાં જ રહે છે. બાળકોના આ કાર્યથી શિક્ષા એ લેવાની છે કે, જે પ્રમાણે બાળકો ફલ ન જોતાં ક્રિયામાં પ્રવૃત્ત થાય . છે તે જ પ્રમાણે તમે પણ ફલ ન જતાં ધર્મક્રિયામાં પ્રવૃત્ત થાઓ–અર્થાત નિષ્કામ થઈ ધર્મક્રિયા કરે છે તેમાં કલ્યાણ છે.
મને રમાએ અને તેના પાંચેય પુત્રએ પરમાત્માનું ધ્યાન ધરી પ્રાર્થના કરી કે, “હે! પ્રભો ! અમે તમારા શરણે આવ્યા છીએ. અમને બીજા કોઈને આધાર નથી. આજે જે સુદર્શન શૂળીની શિક્ષામાંથી બચી જાય અને તેમના માથે ચડાવવામાં આવેલું કલંક મટી જાય તે સંસારમાં સત્યને જય જયકાર થઈ જાય.”
મને રમા અને તેના પુત્રએ ભગવાનનું ધ્યાન ધર્યું તે શું બીજા કોઈ દેવ-દેવી ન હતાં કે તેમણે ભગવાનનું જ ધ્યાન ધર્યું ?
કેટલાક લેકો કહે છે કે, વીતરાગ ભગવાન સહાયતા કરવા આવતા નથી એટલા માટે એવાં કામ માટે તે સરાગી દેવને માનવા પડે છે. આ પ્રમાણે પિતાની નિર્બળતાને કારણે