Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૧.]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
જંગલને સુખરૂપે પાર કરી ગયા, પણ કેટલાક લોકો એવા પણ હતા કે, જેઓ શેઠને દિવાના કહેવા લાગ્યા, અને વૃક્ષની સુંદરતા, છાયાની શીતળતા તથા ફળની મધુરતા જોઈ લલચાયા અને ફળને ચાખવા લાગ્યાં. ફળને ખાધા બાદ તેમની નસે જયારે તણાવા લાગી ત્યારે શેઠની શીખામણ યાદ આવી, પણ ભૂલ કર્યા બાદ શીખામણ યાદ કરવાથી શું વળે ? તે લેકે તે ભૂલના ભંગ થઈ પડ્યા
અહીં એક વિચારવા જેવી વાત એ છે કે, શેઠે ખાન-પાન, કપડાં–લત્તા વગેરેની વ્યવસ્થા કરી આપી હતી. ઉપરાંત જંગલમાં નંદીફળ ખાવાની મનાઈ કરી હતી. તેમ છતાં જે લેકે એ શેઠના કથન ઉપર વિશ્વાસ કર્યો નહિ અને નંદીફળનો આસ્વાદ કર્યો એનું પ્રધાન કારણુ વિચારીએ તે તે એ લોકોની કાયરતા જ છે. કાયરતાને વશ થઈને જ તેઓએ જાણવા છતાં ભૂલ કરી અને ભૂલના ભોગ થઈ પડયા જે લેકો વીર હતા તેઓ તે શેડના કથન ઉપર વિશ્વાસ રાખી નંદીફલને ચાખ્યા નહિ અને જંગલને સુખપૂર્વક પાર કરી ગયા. - આ ઉદાહરણ આપી શ્રી જ્ઞાતાસત્રમાં ભગવાન મહાવીર કહે છે કે “ બધાનો સાર્થવાહી છે. જે મારી સાથે ચાલનારા લેકે મારી પાછળ પાછળ ચાલ્યા આવે અને મારા કથનની ઉપેક્ષા ન કરે તે હું બધાને સકલ સંસાર અટવીને પાર કરાવી મોક્ષે પહેચાડી આપું પણ આમ ત્યારે જ બની શકે કે જ્યારે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા બધાંય મારી પાછળ ચાલ્યા આવે. જે તેઓ નંદીફલની માફક સંસારનાં પ્રભામાં પડી જાય અને આત્માને વશમાં ન રાખતાં રસમૃદ્ધિમાં સપડાઈ જાય તે સંસારાવીને પાર જઈ શકે નહિ અને દુઃખના ભાગી બને.”
જો કે ભગવાન મહાવીર જેવા મહાન ત્યાગી પુરુષના કથન ઉપર અવિશ્વાસ થવાનું કોઈ કારણ નથી છતાં પણ કેટલાક લેકે ખાનપાનની લાલસામાં અને મોજમજામાં પડી જઈ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. અનાથી મુનિ કહે છે કે, એવા લેકે કાયર છે અને કાયરતાને કારણે જ તે લકે અનાથતામાં પડી જાય છે અને દુઃખી થાય છે. - જે પ્રમાણે શેઠના ત્યાગને દષ્ટિમાં રાખી તેમની વાણી ઉપર વિશ્વાસ કરવો જોઈ તે હતે તે જ પ્રમાણે ભગવાનની વાણી ઉપર પણ ભગવાનના અપૂર્વ ત્યાગને કારણે વિશ્વાસ કરવો જ જોઈએ. છતાં પણ જે લેકે શેડને ઉપરથી શેઠ-શેઠ તે કહે છે પણ તેની વાણીને માનતા નથી તે એ અવસ્થામાં શેઠ તે લેકની રક્ષા કરવામાં સમર્થ થતું નથી. તે જ પ્રમાણે ઉપરથી તે ભગવાન–ભગવાન કરે પણ જે ભગવાનની વાણી ન માને તે તે ભગવાનને નથી અને ભગવાન તેની રક્ષા કરી શકતા નથી. ભગવાનના તે તેઓ જ છે કે, જેઓ ભગવાનની વાણી માની નંદીફલની સમાન વિષમય કામભેગેને ત્યાગ કરે છે.
આ તે સાધુઓની વાત થઈ. પણ તમે શ્રાવક લોકો પણ તમારા પિતાના માટે જુઓ કે તમે શું કરે છે કે તમે કહે છે કે, નાટક-સિનેમા વગેરેમાં કેવો આનંદ છે છતાં તેને ત્યાગ શા માટે કરાવવામાં આવે છે. પણ જે ત્યાગના કારણે તમારું સંસારજીવન સંકુચિત બનતું હોય કે ચાલતું ન હોય એ ત્યાગની નિંદા કરે તે ઠીક પણ કહી શકાય પણ જેને ત્યાગ કર્યા વિના તમારું જીવન વધારે બગડતું હોય અને જે વસ્તુ નંદીફલની સમાન “મીઠા વિષ” થી ભરેલી છે તે વસ્તુને ત્યાગ કરવો શું ખરાબ છે જેમકે નાટકસિનેમા કે બીડીને ત્યાગ કરે તે શું તેથી જીવનમાં કાંઈ ખરાબી પેદા થાય છે? નથી