Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૭ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૪૧૧
થતી તે। પછી તેને ત્યાગ શા માટે કરવામાં નથી આવતા ? તમે ભગવાનના કથનને ન માને તે તમે તમારી વાત જાણે! પણ અમે સાધુએ તેા ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે જ નીકળ્યા છીએ એટલા માટે અમારે તે ભગવાનની આજ્ઞાનુસાર જ ચાલવું જોઈએ. ભગવાન કાઈ સાધુને ખાવા-પીવાથી તદ્દન રોકતા નથી પણ તેઓ તા એમ કહે છે કે, “ હે ! સાધુ ! તમે ખાવા–પીવા વગેરેના પ્રલાભનેામાં ન પડે!. કદાચિત્ પ્રલાભને ઉપર વિજય મેળવવામાં તમને કષ્ટ જણાય તેા કાને સહિષ્ણુતાપૂર્વક સહી લે. આ પ્રમાણે જો તમે કષ્ટાને સહીને પ્રલાભને ઉપર વિજય મેળવશેા તેા તમને મેક્ષપ્રાપ્તિ થશે. વાસ્તવમાં ત્યાગમાં દુ:ખ તો નથી જ પણ લેાકેા પોતાની કાયરતાથી જ એને દુઃખ માને છે. જો સહિષ્ણુતાપૂર્વક કષ્ટાને સહન કરવામાં આવે તે સુદર્શનની શૂળી જેવા કષ્ટાથી પણ ગભરામણ ન થાય.
સુદર્શન ચરિત્ર—૪૪
Ο
સુદર્શનને શૂળીએ ચડાવવાનેા હુકમ કરવામાં આવ્યા. આ કષ્ટ શેઠ ઉપર હતું કે શેઠાણી ઉપર ? જે લેાકેા પતિ-પત્ની વચ્ચે ભેદ માને છે તેમની દૃષ્ટિએ તેા શેઠ ઉપર જ એક હતું પણ મનેરમા અને સુદર્શન વચ્ચે ભેદભાવ ન હતા; એટલા માટે જે કા શેર્ડ ઉપર હતાં તે જ કષ્ટા શેઠાણી ઉપર પણ હતાં, છતાં પણ મનેારમા પેાતાના ધર્મમાં કેવી દૃઢ રહે છે તે જુઓ. મનેારમા વિચારે છે કે, “ મારે ધર્મના જ વિચાર કરવા જોઈએ. કવળ લોકના કહેવા ઉપર ઢળી જવું ન જોઈએ. જો કે આ સસાર ભય'કર છે પણ મને સંસારની ભયંકરતામાં પણ અદ્ભુતતા દેખાય છે. જે પ્રમાણે સમુદ્ર ખીજાતે તેા ભયંકર જાય છે પણ ડૂબકી મારનાર ખારવાઓને તે તે ભયંકર સમુદ્ર પણુ રત્નાકર–રત્નાની ખાણુ-જામ છે. આ જ પ્રમાણે અજ્ઞાનીને તે આ સંસાર ભયંકર લાગે છે પણ જેગ્મા નાની છે તેમને તે અદ્ભુતતા જ જાય છે.” આ પ્રમાણે વિચાર કરી શેઠાણી પેાતાના પુત્રાને સાથે લઈ ધર્મધ્યાન કરવા બેસી ગઈ.
બાળકે! જો કે બાળક જ છે; પણ એ બાળા જે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કામ કરે છે તેવી શ્રદ્ધા અને તેવા વિશ્વાસ જે બધામાં આવી જાય તે પછી જોઈ એ જશું ? જ્ઞાનીજનેા બાળકાની ભાવના પ્રાપ્ત કરવાને જ પ્રયત્ન કરે છે અને બાલભાવમાં જ મગ્ન રહે છે. બાળક જ્યારે દૂધભર હાય છે ત્યારે જો માતા ક્યાંય બહાર ગઈ હોય અને તે વખતે ખીજી કાઈ સ્ત્રી તેની સામે આવે તે તે બાળક તે સ્ત્રીને પણ પેાતાની માતા જ માને છે. આ જ પ્રમાણે સાધુઓને સ્ત્રી માત્ર અને ગૃહસ્થાને પરસ્ત્રી માત્ર માતા સમાન જ જોવામાં આવવી જોઈ એ. બાળકાની સરલતાથી આ શિક્ષા લેવી જોઈ એ, અને બાળકાની સમાન વિશુદ્ધ બનવાના પ્રયત્ન કરવા જોઈ એ.
પુત્રા સહિત શેઠાણી ધર્મધ્યાન કરવા બેઠી. જે લેાકા શેઠાણીને સમજાવી સુદ નની પાસે લઈ જવા આવ્યા હતા તે લેાકા દ્વાર ઉપર બેસી એમ વિચારતા હતા કે, હજી સુધી શેઠાણી બહાર કેમ ન આવ્યાં ? આટલી બધી વાર કેમ થઈ ? કાઈએ કહ્યું કે, ચાલા જોઈ એ, શેઠાણી શું કરે છે ? આ પ્રમાણે કહી એક માણસ અંદર ગયા અને જોઈ તે પાછા આવી લાંકાને કહેવા લાગ્યા કે, ચાલા ! ચાલા ! આખરે શેઠાણી પણ શેઠની જ પત્ની છે ને ? શેઠ ડગે તેા શેઠાણી ડગે ! તે તેા ધર્મધ્યાન કરવા બેઠી છે. માટે ચાલે ! ચાલે !