Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૯]
રાજકેટ-ચાતુર્માસ
[૪ર૭
એ સંભવિત થઈ જાય તો પણ સત્યધર્મી તે પિતાના સત્યધર્મ ઉપર દઢ જ રહે છે. સત્યધમ તે એમ જ વિચારે છે કે, જે હું મારા સત્યધર્મ ઉપર દઢ રહીશ તો દેવ પણ મારું કાંઈ કરી શકે એમ નથી.
સુદર્શન શેઠે સાગારી સંથારો કર્યો. તેણે કહ્યું કે, “હે ! પ્રભો! જે હું જીવિત રહ્યો. તે તે મારાં પહેલાંના વ્રત છે જ, પણ જે મેં કાળ કર્યો તે મારે અઢારે પાપને ત્યાગ છે.” જો કે નિશ્ચયમાં તે તેણે એમ કર્યું, પણ વ્યવહાર રાખવો પણું આવશ્યક છે. વ્યવહાર રાખ્યા વિના કામ ચાલી શકતું નથી. સાધુ, તીર્થકર અને સિદ્ધ વગેરે બધા વ્યવહારથી જ છે. નિશ્ચયમાં તે જે માથા એ કથનાનુસાર બધા સરખા જ છે. તમે વ્યવહારને માટે જ આવ્યા છે, અને તમારી ઉત્પત્તિ અને તમારો લય પણ વ્યવહારથી જ છે. ખાવું-પીવું વગેરે વ્યવહાર માટે જ છે, તે પછી ધર્મમાં વ્યવહારની આવશ્યકતા કેમ ન હોય ? જે ધર્મને માટે વ્યવહારને લેપ કરે છે અર્થાત ધર્મમાં વ્યવહારને સ્થાન આપતા નથી તે ધર્મનો જ લેપ કરે છે એમ કહી શકાય.
સુદર્શને વ્યવહારને માટે જ અઢાર પાપોનો ત્યાગ કર્યો. તેણે કહ્યું કે, જે મારું શરીર શૂળીથી છેદાઈ ગયું કે મારે અઢાર પાપને ત્રણ કરણ અને ત્રણ વેગથી ત્યાગ છે. તેણે આ પ્રમાણે ત્યાગ તે કર્યો, પણ આ ત્યાગ કરવા છતાં પણ જે તેના મનમાં થાડે પણ રાગદ્વેષ રહી જાત તે એ દિશામાં તે પિતાના ધ્યેયથી પતિત થઈ જાત. અભયાએ સુદર્શન ઉપર કેવો જુલ્મ ગુજાર્યો હતો ? તે કેવી પાપાત્મા હતી ? જે કઈ પિતે સચ્ચરિત્રા બની બીજાં ઉપર કલંક ચડાવે છે તેથી વધારે કાણુ પાપાત્મા હેઈ શકે? એટલા માટે સુદર્શનના હૃદયમાં અભયા પ્રતિ ક્રોધ આવે એ સ્વાભાવિક હતું. છતાં પણ સુદર્શન જે સત્યધમ તે એમ જ વિચારતો હતો કે, આ અભયા રાણી તે મારી સાચી માતા છે, કે તેમણે જ મને અઢાર પાપને ત્યાગ કરવાને શુભ અવસર આવે છે.
જો તમે પણ આ વાતને બરાબર સમજ્યા છે તે તમારામાં એવો વિચાર સરખું પણ ન આવે કે અમુક માણસને સત્યાનાશ થઈ જાય તે મને શાતિ થાય. જે તમને આવો વિચાર આવ્યો, તે તમે એમ નક્કી સમજજો કે, તમે સત્યધર્મને કે અરિહંત દેવને હજી સમજી શક્યા નથી. તમારામાં તે એવી ભાવના હોવી જોઈએ કે, “હે ! પ્રભે! હે ! શાન્તિનાથ ભગવાન ! આપે એક કબુતરની રક્ષા માટે જેવી રીતે શરીરનું સમર્પણ કર્યું હતું, તે જ પ્રમાણે હું પણ બીજાના કલ્યાણ માટે મારા શરીરને સમર્પિત કરી શકું એવી શક્તિ મારામાં આવે.” પણ તમે લેકે મહાજન છે, એટલા માટે એમ વિચારતા હશે કે જે અમે એમ કહીએ તે અમારો સંસાર-વ્યવહાર કેમ ચાલી શકે ! પણ જો એવો વિચાર તમને થાય તે એમાં વિચારશીલતાને શું અંશ છે, તેને ઊંડે વિચાર કરે. . : - સુદર્શન કહે છે કે, “હે ! પ્રભે ! મારા હૃદયમાં કેઈને પ્રતિ રાગદ્વેષ નથી. લોકે ભલે એમ સમજે કે મને શૂળીએ ચડાવવામાં આવે છે. પણ હું તે એમ સમજું છું કે, મારો આત્મા પોતાના આત્મતત્ત્વમાં મળી રહ્યો છે.”
આ પ્રમાણે વિચાર કરી સુદર્શને ધ્યાન ધર્યું. ધ્યાનમાં તે નવકારમંત્ર જ જપતે હતા. સાધારણ રીતે નવકારમંત્ર તે ઘણા લોકોને યાદ હશે અને તેને જાપ કરતા હશે પરંતુ નવકારમંત્ર જપવામાં ભાવનું અંતર રહે છે. એટલા માટે નવકારમંત્રને ભાવપૂર્વક