Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૪૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
હિંસા કરવી, કરાવવી અને અનુમેાધ્વી એમ હિંસાના ત્રણ ભેદ થયા. પછી ક્રોધથી લાભથી અને મેહથી હિંસા કરવી, કરાવવી અને અનુમાવી એમ હિંસાના નવ ભેદ થયાં. ક્રોધ, લાભ અને મેાહ પણ ત્રણ પ્રકારના છે. જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જેનામાં ઉત્કૃષ્ટ ક્રોધ હેાય તે ઉત્કૃષ્ટ હિંસા કરે છે. જધન્ય હાય તે જધન્ય અને મધ્યમ હાય તા મધ્યમ. આ પ્રમાણે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય ક્રોધ, લાભ કે મેહથી હિંસા કરે છે, કરાવે છે અને અનુમેદે છે. આ પ્રમાણે હિંસાના ૨૭ ભેદ થયા. અને ત્રિવિધ કારણ અને ત્રિવિધ યાગથી એનાં ૮૧ ભેદ થયાં. આ બધાં હિંસાનાં ભેદે દુઃખ આપનારાં છે. અને અનંત જન્મમરણુનું દુઃખ વધારનારાં છે. આ દુઃખથી બચવા માટે હિંસાની પ્રતિપક્ષી ભાવના ભાવવી જોઈએ. જે, હિંસાની પ્રતિપક્ષી અહિંસા ભાવનાને ભાવતા નથી, તે કાઇવાર હિંસાનું પણ પ્રતિપાદન કરવા લાગે છે. તે પાતે પણ પતિત થાય છે અને બીજાને પણ પતિત કરે છે. આ જ કારણે આવા લાકા અનાથી મુનિના કહેવા પ્રમાણે અનાથ જ છે.
:
આ ા સાધુઓની મુખ્યતઃ વાત થઈ. હવે શ્રાવકની વાત વિષે વિચાર કરીએ. તમને અણુવ્રતાના વિષે વિત ઉઠે તા તે વખતે પ્રતિપક્ષી ભાવના ભાવશે। તે તમારું પણ કલ્યાણુ થશે અને સાથે ખીજાઓનું પણ કલ્યાણ કરી શકશે।.
મનમાં વિર્દ્રા પેદા થવાથી હૃદયમાં બહુ ઉદાસીનતા આવી જાય છે; પણ પ્રતિપક્ષી ભાવના ભાવવાથી વિતર્કોના નાશ થઈ જાય છે અને હૃદયમાં કાઈ જુદુ જ તેજ આવી જાય છે, જેમકે મહાભારત યુદ્ધમાં અર્જુનને ઉદાસીનતા આવી ગઈ હતી અને એ ઉદાસીનતાને કારણે તેણે શિથિલ થઈ ધનુષ્ય પણ એક બાજુ મૂકી દીધું હતું, પણ જ્યારે કૃષ્ણે તેને એધદાયક વજ્રના સંભળાવ્યાં ત્યારે અર્જુન પૂર્વવત્ તેજસ્વી બની ગયા હતા. આ જ પ્રમાણે જ્યાંસુધી ગૃહસ્થા સાધુએ નાં સયને સાંભળતા નથી ત્યાંસુધી તેએ ઉદાસીન રહે છે, પણ સાધુઓનાં સચને સાંભળતાં તેમની ઉદાસીનતા મટી જાય છે અને તેમાં નવી તેજસ્વિતા આવે છે.
જ્યારે મહાભારત યુદ્ધ થવાને નિશ્ચય થઈ ગયા ત્યારે કૌરવા બન્ને વિજયપ્રાપ્તિની ભાવના કરવા લાગ્યા. ભાવના તેા બન્નેની વિજય પ્રાપ્તિની હતી પણ એકની ભાવના તે સહ્યદ્વારા વિજય મેળવવાની હતી, તેા ખીજાની સત્યને ગુમાવીને પણ વિજય પ્રાપ્ત કરવાની ભાવના હતી.
દુર્ગંધને વિચાર્યું કે, જો કૃષ્ણે અમારી બાજુ આવી જાય તે। અમારા વિજય અચૂક થાય. કૃષ્ણે બહુ જ નીતિજ્ઞ અને દૂરદર્શી છે. આ જ પ્રમાણે અર્જુન પણ વિચારતા હતા કે, કૃષ્ણે જો અમારી બાજુ આવી જાય તે અમારા વિજય અવંશ્ય થાય. દુર્યોધન અને અર્જુન બન્ને કૃષ્ણને પેાતાના પક્ષમાં લાવવા ચાહતા હતા, અને એટલા માટે તે બન્ને કૃષ્ણને પોતાના પક્ષમાં આવવા માટે આમ ંત્રણ દેવા ગયા. તે વખતે કૃષ્ણ સુતા હતા. દુર્ગંધને વિચાર્યું કે, કૃષ્ણ સુતા છે એટલે મારે ક્યાં બેસવું? હું રાજા છું અને વિજયાકાંક્ષી છું એટલે પ્રતિષ્ઠાની રક્ષા માટે પણ કૃષ્ણના મસ્તક આગળ બેસવું ઠીક છે. આ પ્રમાણે વિચાર કરી દુર્યોધન કૃષ્ણના મસ્તક આગળ ઊભા રહ્યો, પણ અર્જુન દાસભાવ-નમ્રભાવ રાખતા હતા એટલે તેણે વિચાર્યું કે, કૃષ્ણને મારા પક્ષમાં લેવા છે તેા તેમના પ્રતિ નમ્રતાના વ્યવહાર કરવા જોઈએ. આ. પ્રમાણે વિચાર કરી અર્જુન કૃષ્ણના પગ આગળ ઊભો રહ્યો, કૃષ્ણ