Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૮] રાજકેટ-ચાતુર્માસ
[ ૪૧૫ સાધુમાં ગુણ છે કે નહિ તે વાતની સાક્ષી તમને તમારે “આત્મા” જ આપશે. એ વાત જુદી છે કે તમે તમારા આત્માની સલાહની ઉપેક્ષા કરે, પણ જો તમે તમારા - ભાની સલાહની ઉપેક્ષા ન કરે તે તમારો આત્મા તમને સાચી સલાહ અને સાક્ષી અવશ્ય આપશે. વૃક્ષ કેવળ ઉપરથી જ જોવામાં આવે છે, તેનું મૂળ જોવામાં આવતું નથી, છતાં વૃક્ષને ઉપરથી સારું જોઈને એ અનુમાન થઈ શકે છે કે તેનું મૂળ પણું સારું જ હશે, અને ત્યાંની ભૂમિ પણ સારી હશે. આ જ પ્રમાણે સાધુની મુખમુદ્રા અને વ્યવહાર જોઈ તેનામાં ગુણ છે કે નહિ તેને નિર્ણય કરી શકાય છે, આમ હોવા છતાં પણ જે એવો જ આગ્રહ રાખવામાં આવે કે, અમે તે અમુકને જ માનીશું, પછી ભલે તે ગમે તેવા કેમ ન હોય? આ તો જાણી જોઈને ખાડામાં પડવા જેવું છે.
હવે કોઈ એમ કહે કે, કોઈ સાધુ ઉપરનું સાધુપણું બતાવી ચાલાકીથી અમને ઠગી લે તે અમારે શું કરવું? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તમે સાધુને ઓળખી ન શક્યા હો તે એ વાત જુદી છે. પરંતુ તમારે અંતરાત્મા તે ગુણને જ ઉપાસક છે અને તમારું ધ્યેય કેવળ વેશને જ સાધુ માનવાનું નથી. એટલા માટે તમને તે ગુણને લાભ જ થશે. શાસ્ત્રમાં કહ્યું છે કે – _“समयंति मन्नमाणे समया वा असमया वा समया होई ति उवहाए ।"
અર્થાત–જે તમારું હૃદય સમ છે અને તમે સમતાના જ ઉપાસક છો, તે તમને તે લાભ જ થશે. પણ જો તમારામાં અસમતા હોય, તમારા હૃદયમાં મલિનતા હોય તે તે સાચા સાધુથી પણ તમે તમારું કલ્યાણ કરી શકશે નહિ. એટલા માટે કોઈ સાધુની ચાલાકી તમારી સમજમાં ન આવે અને તમે તો સાધુતાના ઉપાસક બની, ઉપરથી સાધુતા બતાવેનાર સાધુની ઉપાસના પણ કરો, તે પણ તમને કોઈ પ્રકારની હાની થઈ શકે નહિ; કારણું કે, તમારું હૃદય તે કેવળ સાધુતાનું ઉપાસક બનાવી રાખવું જોઈએ.
કોઈ એમ કહે કે, અમને સાધુઓની વાતોથી શું મતલબ! અમને તો સંસારને સુધાર થાય એવી વાત સંભળાવો! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સંસારને સુધાર ત્યારે જ થઈ શકે કે જ્યારે સાધુને સાધુ માનવામાં આવે. જ્યાં સુધી અસાધુને સાધુ માનવામાં આવશે ત્યાંસુધી સંસારને સુધાર થઈ શકશે નહિ. અને જ્યાંસુધી સાધુઓને સુધાર થશે નહિ ત્યાંસુધી સંસારને સુધાર થવો મુશ્કેલ છે. એટલા માટે પહેલાં સાધુઓને સુધાર કરે અને સાધુઓને સુધાર કરવા માટે પોતાના આત્માને સુધારે.
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! હું કેવળ વેશથી જ સાધુ ન થ પણ દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારે સાધુ થયો. આ પ્રમાણે હું અનાથતામાંથી નીકળી સનાથ થયો. જે લેકે કેવળ વેશથી જ સાધુ બને છે તેઓ નિર્ચન્ય ધર્મને સ્વીકાર કરીને પણ દુઃખ ભોગવે છે અને અનાથતા અનુભવે છે.” " હવે આગળ અનાથી મુનિ જે કાંઈ કહે છે તે ભાવ મુનિ માટે કહે છે. દ્રવ્ય મુનિ માટે તે તેમણે પહેલાં જ કહી દીધું કે નિગ્રન્થ ધર્મને સ્વીકાર કર્યા પછી વેશ ધારણ કર્યો. આ પ્રમાણે દ્રવ્ય સાધુ તે થયાં પણ ભાવ સાધુ થયા છે કે નહિ અને થયા નથી તે શો કારણે થયા નહિ વગેરે વિષે અનાથી મુનિ આગળ બતાવે છે.