Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
નહીં નિકલી ઘર; બાહર શેઠાની, ધીરજ મનમેં ધાર; દિયે બેધ પાંચે પુત્રનકે, એક ધર્મ આધાર. . ધન ૯૬ સત્ય ન મરતા સુનો પુત્ર તુમ, જૂઠ ન મુ સુહાય; --
આજ શેઠ સૂલીસે ઉગરે, તે મેં નિરખું જાય. ધન : ૯૭ના 1. શેઠને શૂળીએ ચડાવવાની વાત સાંભળતાં જ મનોરમા મુછિત થઈ નીચે ઢળી પડી. તેનાં પાંચેય પુત્રો મા-મા”. કરતાં તેના ખોળામાં બેસી ગયા. થોડીવાર બાદ ઉપચાર કરવાથી તે બેઠી થઈ અને વિચારવા લાગી કે, હવે મારે શું કરવું ? આ લેકે ના કહેવા પ્રમાણે મારે પતિની પાસે જવું કે, પતિના કાર્યમાં વિશ્વાસ રાખી મારે તેમની પાસે ન જવું? મને તે એ દઢ વિશ્વાસ છે કે, મારા પતિ રાણી ઉપર હુમલો કરે એ કદાપિ સંભવે એવું નથી. એ તે, સૂર્ય અંધકાર આપે છે. અમૃત મૃત્યુ નીપજાવે છે અને ચંદ્રમા અગ્નિ ધરાવે છે. એને કોઈ કહે એના જેવી વાત છે. કદાપિ આ વાત કદાચ બની શકે પણ મોરા પતિ પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ ફેંકે એ કદાપિ સંભવિત નથી એવો મને દઢ વિશ્વાસ છે.
પતિ-પત્ની વચ્ચે હદયનો વિશ્વાસ કેવો હોવો જોઈએ તે મનરમાના ચરિત્ર ઉપરથી જુએ. પતિ પત્નીની લગનીનું ઉદાહરણ, ભક્ત લકે પરમાત્માની ભક્તિમાં લે છે અને
- “પલક ન વિસરે પદમણિ પિયુ ભણી” - - - છે જે પ્રમાણે પતિવ્રતા સ્ત્રીને પ્રેમ પિતાના પતિમાં અપૂર્વ હોય છે તે પ્રમાણે ભક્ત લેકે પોતાની કાન્તારૂપી ભક્તિનો પ્રેમ પરમાત્મા પ્રત્યે અપૂર્વ રહે એમ કહે છે. આ ઉપરથી પતિ-મત્નીને પ્રેમ કે અપૂર્વ હોય છે તેને વિચાર કરે છે. . મનેમાના બાળકો રતાં રોતાં કહેવા લાગ્યાં કે, “મા, તમે મૂર્થિત થઈને કેમ નીચે ઢળી પડ્યાં હતાં અને અમારા પિતાને જે સૂળી ઉપર ચડાવવામાં આવશે તે પછી અમારું શું થશે ?” , 3; & બાળકને કેવું દુઃખ થાય છે એ વાત તે બાળકે જ જાણે છે અને જેમને બાળકે છે તેઓ જે જાણે છે કે }} ' મનોરમા, દુઃખિત થતાં બાળકોને શૈર્ય આપતાં કહ્યું કે, “પુ ! તમે કેમ રે છે કે મને એવો દઢ વિશ્વાસ છે કે, સત્ય કઈ દિવસ મરતું નથી અને જે અસત્ય છે તે તો મરવું જ જોઈએ. મંને અસત્ય બીલકુલ પસંદ નથી. જોકે કહે છે કે, ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વ ધારણ કરનાર પણ ચલિત થઈ જાય છે. સંભવ છે કે, એ લેકના કથનાનુસાર તમારા પિતાજી પણ ચલિત થયા હોય ! પરંતુ જો તેઓ ચલિત થયા હોય તે પછી
વનમાં શું મજા ? જ્યાં સુધી તેઓ સત્યધર્મી છે ત્યાં સુધી હું તેમની અર્ધગના છું પણું જે તેઓમાંથી સત્ય ચાલ્યું ગયું હોય તે પછી તેમના માટે મરવું એ જ સારું છે.”'હવે કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે, શું મનોરમા એટલી બધી દયાહીન છે કે તેણીએ આ પ્રમાણે કહ્યું ? તે જણાવવાનું કે, રાજમતિએ રથનેમીને કહ્યું હતું કે, “હે ! અપયશકામી ! તને ધિક્કાર છે ! તું મરી કેમ જ નથી ! આ પ્રમાણે પતિત થવા કરતાં તે મરી જવું એ સારું છે.” રાજીમતિએ પણ આ પ્રમાણે કહ્યું હતું તે શું તેમને દયાહીન કહી શકાય ?