Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૪] રાજ કેટ–ચાતુર્માસ
[ ૩૯૫ જે પુરુષથી થતાં નથી તે સ્ત્રીઓથી થઈ જાય છે. એટલા માટે અનેરમાને કહેવું કે તારું સૌભાગ્ય જોખમમાં છે માટે સુદર્શનને કહે કે તે બેલે. જો મનોરમા સુદર્શનને એમ કહેશે કે, મેં એને શો અપરાધ કર્યો છે કે તમે શૂળીએ ચડી મને વિધવા બનાવો છો ? એટલા માટે બેલે. આ પ્રમાણે કહીને મનોરમા રોઈ પડશે ત્યારે સુદર્શન અવશ્ય બોલશે એવા મને વિશ્વાસ છે. આવી વિચારણાને અંતે કેટલાક લોકે એમ કહેવા લાગ્યા કે, મનરમા પાસે જવું. કેટલાક લેકે એમ પણ કહેવા લાગ્યા કે એ તે શેઠની ખોટી હઠ છે કે તેઓ બોલતા નથી. અથવા ન બેલવા પાછળ કોઈ રહસ્ય રહેલું હશે. આખરે લેકો એ નિશ્ચય ઉપર આવ્યા કે એકવાર મનોરમા પાસે જઈ એની દ્વારા સુદર્શનને બોલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પ્રજાના આગેવાન કેટલાક લોકો મનેરમા પાસે ગયા અને કહેવા લાગ્યા કે, તમે કાંઈ સાંભળ્યું કે નહિ ? મને રમાએ જવાબ આપે કે, ના, મેં તે કાંઈ સાંભળ્યું નથી. પતિની કૃપાથી હું તે આનંદપૂર્વક ધર્મધ્યાન કરું છું. મારા સદ્દભાગ્ય મને આવા ધર્માત્મા પતિ મળ્યા છે એટલે મારે કોઈની પંચાતમાં પડવાની શી જરૂર છે?
લોકો કહેવા લાગ્યા કે, તમને સારા પતિ મળ્યા છે એ તે ઠીક, પણ તમારા પતિનું અનિષ્ટ થયું છે તે તમે સાંભળ્યું છે કે નહિ ?
મને રમાએ જવાબ આપ્યો કે, મારા પતિનું અનિષ્ટ થયું છે? મારે પતિ તે એમ કહેતા હતા કે, પિતાનું અનિષ્ટ પોતે જ કરી શકે છે. બીજો કોઈ અનિષ્ટ કરી શકતું નથી.. તે પછી મારા પતિનું અનિષ્ટ કેવી રીતે થયું ? તે લોકો મને રમાને કહેવા લાગ્યા કે, તમે બહુ ભોળા છો. વાસ્તવમાં મોટા ઘરની સ્ત્રીઓ બહુ ભળી હોય છે. આજે તમારા પતિનું બહુ અનિષ્ટ થઈ રહ્યું છે. તમારા પતિ કેવા છે એ તે અમે જાણતા નથી. એ વાત તે તમે જ જાણતા હશે પણ આજે તમારા પતિને રાજાના મહેલમાં પકડવામાં આવ્યા છે અને રાજાના મહેલમાં જઈ રાણુના શીલને નષ્ટ કરવાને તેમણે પ્રયત્ન કર્યો એ તેમના ઉપર આપ ચડાવવામાં આવ્યો છે. આ અપરાધને કારણે રાજાએ તેમને સૂળીએ ચડાવવાને હુકમ આપ્યો છે. અત્યારે તેમને બચાવવાને એક જ ઉપાય બાકી છે અને તે ઉપાય તમારા હાથમાં છે. અમે તે અનેક ઉપાય અજમાવી જોયા પણ અમને સફળતા મળી નહિ. સંભવ છે કે, તમારા પ્રયત્નથી તમને સફળતા મળી જાય. રાજાએ કહ્યું છે કે, એ શેડ પિતાના મોઢે સાચી હકીકત કહી દે તે હું તેને શૂળીએ ચડાવવાની શિક્ષા માફ કરી દઉં. અમે તે શેઠને કહી-કહીને થાકી ગયા પણ શેઠ તે એક અક્ષર પણ બોલતા નથી. માટે તમે તેમને કહે કે, સાચી વાત જે બની હોય તે કહી આપે સાચી વાત કહેવાથી તેમને સૂળી ચડાવવાની શિક્ષા પણ માફ કરી દેવામાં આવશે.
સુન મુરઝાઈ મૂછ આઈ પડી ધરણી કમલાઈ; પાંચે પુત્ર તબ મામા કરતે, પડે ગદ આઈ. ધન હ૪u ચેત લઈ ચીતે જબ મનમેં, હુઈ ન હવે બાત; શીલ ચૂકે નહીં પતિ હમારે, નિયમ ધમ વિખ્યાત. ધન હા