Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૨]
રાજકેટ ચાતુર્માસ
[ ૩૭૭
છે? તું પિતાને જ ભૂલી રહ્યો છે, અને તે કારણે જ તું દુખી થઈ રહ્યો છે. અને જ્યાં સુધી તું પિતાને ઓળખીશ નહિ ત્યાં સુધી તારું દુઃખ વધશે, ઘટશે નહિ; માટે તારા સ્વરૂપને તું પીછાન. તું તારું પિતાનું સ્વરૂપ આંખ, કાન, નાક, જીવ વગેરે દ્વારા સમજ. આંખ સામું જોવાથી આંખની કીકીમાં કોઈ એક જાણીતી છાયા જોવામાં આવે છે. જીવિત મનુષ્યની આંખમાં જ છાયા જોવામાં આવે છે, મરેલાની આંખમાં છાયા જોવામાં આવતી નથી; એમાં કહેવામાં આવે છે. એટલા માટે તું એમ વિચાર કે મૃત્યુ થવાથી આંખમાંથી એ શું ચાલ્યું ગયું છે કે જેથી આંખમાં છાયા જોવામાં આવતી નથી. એટલા માટે એમ સમજે કે, જ્યાંસુધી આ શરીરમાં આત્મા છે, ત્યાં સુધી જ આંખની કીકીમાં છાયા પડે છે નહિ તે. છાયા પડતી નથી. આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે, દેખનાર આંખો નથી, પણ આંખે દ્વારા દેખનાર તે બીજે જ કોઈ છે, અને એ જ આત્મા છે.
આત્મા, આંખ, કાન વગેરે ઇન્દ્રિયનો સ્વામી છે; પણ પિતાની ભૂલને કારણે પિતે ગુલામ બની રહ્યો છે. એટલા માટે તમે તમારા પિતાના માટે શું કરે છે તેને વિચાર કરે. આત્મા માટે સુખ પેદા કરે છે કે દુઃખ?. કદાચ તમે એમ કહો કે અમે તો સંસારી છીએ ! પણ તમે સંસારી છે એટલા જ માટે તમને ઉપદેશ આપવામાં આવે છે. જે તમે સંસારી ન હોત પણ સિદ્ધ બુદ્ધ અને મુક્ત બની ગયા હતા તે તમને ઉપદેશ આપવાની જરૂર જ રહેતા નહિ. ઉપદેશ સાંસારિક લેકોને માટે જ આપવામાં આવે છે. બધે ખરી રીતે તે ઉપદેશ જે આપે છે, તેને જ માટે ઉપદેશ છે, છતાં પણ પળે જવા એ કથનાનુસાર આત્મામાં ભેદ નથી અને એ કારણે જે ઉપદેશ મારા માટે છે તે જ ઉપદેશ તમારા માટે પણ છે, એટલા માટે તમે ઉપદેશ સાંભળી આત્માનું સ્વરૂપ જાણો. એ આન્મઆંખની પણ આંખ રૂપ છે, રસને પણ રસ છે, તે કાનને પણ કાન છે. અર્થાત આંખ દ્વારા તે જ જુએ છે, કાન દ્વારા, તે જ સુધે છે અને જીભ દ્વારા તે જ રસ લે છે. આમ હોવા છતાં આંખ-કાન-નાક દુઃખવાથી જેટલી ચિંતા થાય છે, તેટલી ચિંતા આત્માન માટે થાય છે કે નહિ તેને વિચાર કરે, અને વિચાર કરી આત્માને જાગ્રત બનાવવાનો પ્રયત્નાકર
હવે હું એક પ્રાસંગિક વાત કહું છું. રાજકોટમાં અનેક અપૂર્વ કામો થાય છે અને થઈ રહ્યાં છે. આ જ પણ મને એક અપૂર્વકામની સૂચના મળી છે. મદ્રાસવાળા * તારા ચંદજી ગેલડા તથા શ્રી ડાહ્યાભાઈએ પત્ની સહિત શીલન્નતને સ્વીકાર કર્યો છે, પણ એક બને બહારના છે. તે પછી રાજકોટ સંધ પાછળ કેમ રહી શકે ? સંવના ભૂતપૂર્વ સેક્રેટરી સંઘના આગેવાન તથા અમને આ પ્રદેશમાં ખેંચી લાવવામાં વિશેષ પ્રયત્ન કરનાર શ્રી ચુનીલાલભાઈએ પણ પત્ની સહિત આજે શીલવતને સ્વીકાર કરબને. વિવાર દર્શાવ્યો છે અમે તેમના બનાવેલા મકાનમાં ઊતર્યા છીએ અને આહારપાણી લઈએ છીએ, પણ હવે તેઓ અમને બહારના મકાનમાં જ રાખવા, ચાહતા નથી. પણ પિતાના હૃદયમાં સ્થાન આપવા ચાહે છે, અને તે જ માટે તેઓ શીલવ્રતને સ્વીકાર કરી રહ્યા છે. જો કે તેઓ પ્રકટમાં શીલવતને સ્વીકાર કરવાની ઈચ્છા ધરાવતા ન હતા, પરંતુ મેં તેઓને કહ્યું કે, તમે વ્યાખ્યાનમાં પ્રકટરૂપે વ્રતને સ્વીકાર કરે તે લેકેને ઉત્તેજન, પણ મળશે, અને હું પણ, શીલવત વિષે બે ચાર શબ્દ કહી શકીશ.. મારા આ કહેવાથી જ તેઓએ વ્યાખ્યાનમાં, શીલત્રત લેવાને સ્વીકાર કર્યો.
૨