Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
=====
==
-
--
---
-
-
૩૮૮]
શ્રી જવાહિર-વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા બાદ શરીરમાં અશક્તિ જણાતાં એમ વિચાર કરું છું કે, દૂધ નહિ લઉં તે ઠીક નહિ રહે. આ પ્રમાણે પ્રતિજ્ઞા ન લેવાને કારણે ઉપવાસ કરવામાં શિથિલતા આવી જાય છે. જ્યારે મારા વિષે આમ બને છે તે બીજાને પણ આમ બનતું હોય એમાં શું આશ્ચર્ય
શેઠ પણ પોતાની સત્યની પ્રતિજ્ઞાને વિચાર કરી મૌન રહ્યા. સમજાવવા આવનાર પ્રજાના પ્રતિનિધિ લોકો નારાજ થઈને સુદર્શનને કહેવા લાગ્યા કે, “આ તે વળી કેવી હઠ ? કાંઈ બોલવું જ નહિ. રાજા ઠીક કહેતા હતા.” આ પ્રમાણે પ્રતિનિધિ લોકો નારાજ થવા લાગ્યા પણ મેઘની ગર્જને સાંભળી જેમ પપૈયો પ્રસન્ન થાય તેમ શેઠ પણ લોકોની નારાજીથી ભયભીત ન થતાં ઊલટા પ્રસન્ન થવા લાગ્યા. લેકે શેઠથી નારાજ થઈને રાજાની પાસે ગયા. * જૂઠા મૂકી બેન જગતમેં, યહ સચ્ચા લે જાન;
વિધ વિધ સે મેં પૂછા શેઠ, ઉપલત નહીં જબાન. ધન ૯૨ છે ચાર જ્ઞાન ચૌદહ પૂરવધર, મોહ ઉદય ગિર જય;
શેઠ બિચારે કૌન ગિનતમે, યે લો મને સમજાય છે ધન ૯૩ પ્રજાના પ્રતિનિધિ લેાકો રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા કે, “હે ! મહારાજા ! અમારે અપરાધ ક્ષમા કરે. અમે આપના કથન ઉપર વિશ્વાસ રાખે નહિ, અને અમે શેઠને સમજાવવા ગયા. આ અમારે અપરાધ છે. અમે એમ વિચાર્યું કે, કોઈ કારણ હશે એટલે શેઠ કાંઈ બોલ્યા નહિ હોય! પણ હવે અમને જણાયું કે, આપ દયાળુ, કૃપાળુ અને માતાપિતાની માફક રક્ષક છે એટલે શેઠની જેટલી ચિંતા તમને હોય તેટલી અમને ન હોય! અમે બહુ ઉતાવળ કરી અને ઉતાવળમાં શેઠને પૂછવા ચાલ્યા ગયા. આ અમારે અપરાધ છે. અમે આ અપરાધ કર્યો છતાં તેનું કોઈ સુંદર પરિણામ ન આવ્યું. અમે ઘણા પ્રયત્ન કર્યો પણ શેઠ કાંઈ બોલ્યા જ નહિ.!”
. પ્રજાના પ્રતિનિધિઓમાંથી એક પ્રતિનિધિએ આમ કહ્યું, ત્યાં બીજા પ્રતિનિધિએ કહ્યું કે, “શેઠ બેલે પણ શું? સંસારમાં એ વાત તે પ્રસિદ્ધ જ છે કે, જૂઠ માણસ કાંઈ ' બેલી શકતા નથી. આ સિવાય અમે ગુરુના મુખે સાંભળ્યું છે કે, ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વધારી મહાત્માઓ પણ પડી જાય છે તે પછી બિચારા શેઠ તે ગણત્રીમાં જ શું છે!” - રાજાએ પ્રજાના પ્રતિનિધિઓને પૂછયું કે, “તમારી હવે સલાહ શું છે?” પ્રતિનિધિ
એ જવાબ આપ્યો કે, “આપની સલાહમાં અમે સહમત છીએ. જો કે, શેઠને શૂળીએ ચડાવવાથી નગરને હાનિ અવશ્ય પહોંચશે, પણ આ માણસ રહે તે પણ શા કામનો ? તે તે ખરાબ માણસ છે.”
: રાજા વિચારવા લાગ્યું કે, “શેઠને હું હલકી સજા પણ આપી શકું પણ રાણીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે, કાં તે શેઠ જીવતે રહે અને કાં તે હું જીવતી રહું. આ પ્રતિજ્ઞાના કારણે તથા નાગરિકોની દષ્ટિએ પણ સુદર્શન અપરાધી છે. એ કારણે શેઠને શૂળીએ ચડાવવાની જ સજા આપવી જોઈએ.” *.
' આ પ્રમાણે વિચાર કરી રાજાએ શેઠને શૂળીએ ચડાવવાને હુકમ કર્યો. હવે શેઠને શૂળીએ કેવી રીતે ચડાવવામાં આવે છે અને ત્યારે શું થાય છે તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.