Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા શકે છે. પણ આજે તો આથી વિપરીત એમ બને છે કે, પોતે પોતાના નાથ બન્યા વિના જ બીજાના નાથ બનવા લોકો તૈયાર થઈ જાય છે. પણ જ્ઞાનીજનો કહે છે કે, “ તમે પોતે જ પર પદાર્થોને કારણે અનાથ બની રહ્યા છો તે પછી બીજાના નાથ કેવી રીતે બની શકે ?”
અનાથી મનિએ રાજાને કહ્યું કે, “હે ! રાજન ! તું મારા નાથ શું બને છે. પહેલાં તું તારા પિતાને તે નાથ બને. ”
અનાથી મુનિના કથનને તમે પણ ધ્યાનમાં લે અને પિતાના નાથ બનવા પ્રયત્ન કરો. જો તમે એકદમ તમારા નાથ બની ન શકો તે તમે એટલું તે માને છે, “ અમે સંસારનાં પદાર્થોમાં ફસાએલા અનાથ છીએ.”
અનાથી મુનિએ પિતાનું પૂર્વ વૃત્તાન્ત સંભળાવી રાજાને કહ્યું કે, “હે ! રાજન ! હું પહેલાં, આ અનાથ હતો પણ આ પ્રમાણે સનાથ થયે. હવે પિતાને પણ નાથ છું અને બીજાને પણ નાથ છું. ત્રસ અને સ્થાવર ને પણ નાથ છું.”
આ ઉપરથી કોઈ એમ કહે કે, ત્રસના નાથ થયા તે તે ઠીક છે પણ સ્થાવરના નાથ કેવી રીતે બની શકે છે અને જેઓ કેઈને પોતાના નાથ જ માનતા નથી તેમના નાથ કેવી રીતે બની શકે? કેમકે સ્થાવર જીવો પિતાને નાથ માનતા નથી.
ગજસુકુમાર મુનિના માથા ઉપર જેમણે અંગારા મૂક્યા હતા તે સેમલ બ્રાહ્મણના ગજસુકુમાર મુનિ નાથ હતા કે નહિ? જો તમે આ વિષે વિચાર કરે તે ગજસુકુમાર મુનિના રિત્રમાં જ તમને અજબ વાત જાણવામાં આવશે. * કણને ગજસુકુમાર મુનિના ઘાતના સમાચાર સાંભળી ક્રોધ આવ્યો અને ક્રોધમાં ભગવાને અરિષ્ટનેમિને કહેવા લાગ્યા કે, “મારા જ રાજ્યમાં મારા ભાઈની ઘાત કરનાર કોણ છે ?” કૃષ્ણને ક્રોધ કરતા જોઈ ભગવાને તેમને કહ્યું કે, “હે! કૃષ્ણ! તમે ક્રોધ ન કરે. તે માણસે ગજસુકુમારનો ઘાત કર્યો નથી પણ તેની સહાયતા કરી છે.” શું સમલે સહાયતા કરવાની ઇચ્છાએ મુનિના માથા ઉપર અંગારાં મૂક્યાં હતાં? શું સેમલ તે મુનિને સહાયક હતો ? પરંતુ જે મહાત્માઓ બધાના નાથ બની જાય છે તેઓ કેઈને પિતાના શત્રુ માનતા નથી પરંતુ બધાને પોતાના સહાયક માને છે. તેઓ તે બધાના નાથ છે.
નિર્ચન્ય પ્રવચનની એ જ વિશેષતા છે કે, તે બધાને મિત્ર માનવાને જ ઉપદેશ આપે છે. અમે લેકે તે છવાસ્થ છીએ, એટલા માટે અમારામાં આજે કાંઈ હોય, તે કાલે બીજું કાંઈ હોય. તમે લેકે નિર્ચન્દપ્રવચન ઉપર શ્રદ્ધા રાખો અને જે અમે નિગ્રન્થપ્રવચનની અનુસાર સાધુપણાનું પાલન કરી તમને નિર્ગસ્થપ્રવચન સંભળાવીએ તે તે, તમે અમારી વાતને માને, નહિ તે ન માને. નિગ્રન્થપ્રવચનની વિરુદ્ધ વાત હોવા છતાં તમે “હાજી–હા” કરે તે તે એ મોટી ખરાબી છે.
મતલબ કે, ભગવાન કૃષ્ણને કહ્યું કે, તે પુરુષે ગજસુકુમાર મુનિને સહાય આપી છે. જો કે, તેણે મુનિના મસ્તક ઉપર તેમનું અપમાન કરવા માટે જ અંગારા મૂક્યાં હતાં પણ જ્યારે આત્મા સંસારના બધાં પ્રાણીઓને પિતાના આત્માની માફક જ માને છે ત્યારે તેને શત્રુ પણ મિત્ર જ લાગે છે. તેમની નજરમાં કોઈ શત્રુ જ જણાતું નથી અને એ રીતે તે બધાના નાથ જ છે.