Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૭૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
જીવનપ્રાણ છે. એટલા માટે તેને શળી ઉપર ચડાવ નહિ. બસ ! અમારી એ જ પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરી શેઠને શૂળીની શિક્ષા માફ કરી આપે.”
: પ્રજાની વાત સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયા અને પ્રજાને કહેવા લાગ્યું કે, “નગરજનો ! મને પણું સુદર્શન પ્રતિ પ્રેમ છે, પણ હું શું કરું? તે તે આ ઘટના વિષે કાંઈ બોલતા પણ નથી. એવી દશામાં એને નિર્દોષ કેમ માની શકાય ? હું તમને લેકેને જ પંચ બનાવું છું. જે શેઠ. એમ કહી દે કે, મેં કાંઈ અપરાધ કર્યો નથી તે તે નિરપરાધી છે. તમે લેકે જે એના મુખે એમ કહેવડાવી દે.” પ્રજા કહેવા લાગી કે, એ વાત ઠીક છે. શેઠ એમ શા માટે નહિ બોલે? અમે હમણા જ તેમની પાસે જઈને વાત કરીએ છીએ. રાજાએ કહ્યું કે, ઠીક છે. તમારી સાથે મારે આ વકીલ આવે છે. શેઠ એમ પિતાના મઢે કહી દે કે, “હું નિર્દોષ છું” તે હું તેને નિર્દોષ તરીકે માનવા તૈયાર છું.
' સુદર્શન શેઠની પાસે જવા માટે પ્રતિષ્ઠિત પ્રજાજનું પંચ નિયુક્ત કરવામાં આવ્યું. હવે તે પંચ સુદર્શન શેઠની પાસે કેવી રીતે જાય છે અને તેમની સાથે શું વાતચીત થાય છે તે વિષે હવૅ પછી આગળ વિચાર કરવામાં આવશે.
--- --- વ્યાખ્યાન સંવત્ ૧૯ર બીજા ભાદરવા સુદી ૨ ગુરૂવાર
; . . .
. પ્રાર્થના
છે. પ્રાર્થના - - - " શ્રી જિન, અજિત નમે જયકારી, તું દેવનકે દેવજી; : “જિતશત્રુ રાજા ને ‘વિજયા. રાણકે, આતમજાત ત્વમેવજી..
શ્રી જિન અજિત નમે જ્યકારી. . ૧
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશી. શ્રી અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માના નામમાં જ ઈ એવી શક્તિ છે કે જેથી ભકતને પરમાત્માનું નામ બહુ જ પ્રિય લાગે છે. ભકતો પરમાત્માના નામસ્મરણમાં જ પિતાના કલ્યાણનું દર્શન કરે છે.
ભગવાન અજિતનાથનું નામ ગુણનિષ્પન્ન છે; અર્થાત ગુણની અનુસાર તેમનું નામ છે. એક નામ તો એવું હોય છે કે જે કેવળ નામ માત્રનું હોય છે અને તેમાં નામ પ્રમાણે ગુણ હતાં નથી, ત્યારે બીજું નામ એવું હોય છે કે જેમાં નામ પ્રમાણે ગુણ પણ હોય છે. ભગવાન અજિતનાથનું નામ. ગુણનિષ્પન્ન છે. જેમને કઈ જીતી ન શકે, જેમનો કોઈ પરાભવ કરી ન શકે તે “અજિત” કહેવાય છે. ભગવાન અજિતનાથ કામ, ક્રોધ, મદ, મત્સર આદિ ૧૮ પ્રકારના ફ્રેષોથી અપરાજિત છે; અર્થાત એ દષોએ ભગવાન અજિતનાથ ઉપર જ્ય મેળવ્યું નથી પણ ભગવાને તેમને જીતી લીધા છે અને એટલે જ તેમનું અજિતનાથ નામ સાર્થક થયું છે. .' ' . . . .'