Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વજ્ર ૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૭
તલવાર લઈ ને આવે અને તમારી જાન લેવા ચાહે ત્યારે તમે એ માણસમાં શું ખામી જોશેા ? એ જ કે તેનામાં દયા નથી. એટલામાં જો કોઈ ખીજો માણસ આવે અને પે'લા દુષ્ટ માણસને કહે કે, ભાઇ, એને મારી નહિ! તારે જો મારવું જ છે તે! ભલે મને મારી નાંખ, પણ એને માર નહિ ! આવા સમયે તમે બીજા માણસમાં શું વિશેષતા જોશે ! તમે એમ જ કહેશો કે, આ પુરુષમાં ખરેખર દયાની વિશેષતા છે. તેનામાં દયાનેા ગુણ છે એ તમે કેવી રીતે જાણી શક્યા ? જવાબમાં તમે એમ જ કહેશે કે, અમારા આત્માદ્વારા એ જાણ્યું. એ માણસમાં દયા છે એની સાક્ષી અમારે આત્મા જ આપી રહ્યા છે. આત્મા જ પેાતાનું રક્ષણ ચાહે છે એટલા માટે તેણે ખીજા માણસમાં દયાના ગુણ છે એ પારખી લીધું. આ પ્રમાણે દયા એ આત્માના ધમ છે. જો તમારે ધર્માત્મા બનવું હોય તે દયાને તમારા જીવનમાં વણી લેવી જોઈ એ. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
""
“ વર્ષં ઘુ નાળિનો સાર નં નહિઁ વિષૉ. ” [સૂર્યગ॰સ્૦૦૧ગા॰] અર્થાત્–કાઈ જીવને મારવા નહિ એ જ જ્ઞાનીએના સાર છે. જેમ પેાતાના આત્મા છે તેમ ખીજાને પણ આત્મા છે, જેમ પાતે મરવા ચાહતેા નથી તેમ ખીજાના આત્મા પણ મરવા ચાહતેા નથી. જેમ પેાતાને ખરાબ વસ્તુ ગમતી નથી તેમ ખીજાને પણ ગમતી નથી. આ પ્રમાણે પેાતાને જે પ્રતિકૂલ લાગે છે તેમ ખીજાના આત્માને પણ પ્રતિકૂલ લાગે છે એમ ધારી ખીજાને દુઃખ આપવું નહિ પણ દયાભાવ ધારણ કરવા. એક ફારસી કવિએ કહ્યું છે કેઃ—
“ ખ્વાહિ કિ તુરા હેચ મદી ન આયદ પેશ, તાવાની મઢી મધુન અજ કમે એશ.”
અર્થાત્—જો તું એમ ચાહે છે કે, મારી ઉપર કેાઈ જીલ્મ ગુજારે નહિ તેા, જેને તું જુલ્મ માને છે તેને તું ખીજા ઉપર પણ ગુજાર નહિ. કોઈ તમને માર મારી તમારી પાસેથી ચીજ લૂટી લેવા ચાહે કે ખાટું એટલી તમને ઠગવા ચાહે કે, તમારી સ્ત્રી ઉપર ખરાબ નજર નાંખે તેા તેને તમે જુલ્મી માનશે ને ! આ વાત એવી સાદી છે કે, તેની ખાત્રી માટે પુસ્તકાની પણ સહાયતા લેવાની જરૂર રહેતી નથી. જ્ઞાનીજનેા કહે છે કે, જે વાતને તું જીમા ગણે છે તે જુલ્મને તું ખીજા ઉપર ગુજાર નહિ. કોઈની હિંસા ન કરવી. અસત્ય ન ખેલવું, કોઈની સ્ત્રી ઉપર ખરાબ નજર ન ફેંકવી અને કાઈની ચોરી ન કરવી. આ પ્રમાણે કરા તા તમે જીલ્મી રહી નહિ શકેા. જ્યારે તમે પાતે જુલ્મી નહિ રહેા તે પછી શું ખીજાએ તમારી ઉપર જુલમ ગુજારી શકશે ! આ વાતને ઊંડા ઊતરીને વિચારા, તે તમને સ્પષ્ટ જણાશે કે, દયા એ ધર્મનું અને હિંસા એ પાપનું મૂળ છે. કરીમામાં ઠીક જ કહ્યું છે કે, ર ચહલ ચાલ ઉગ્રે અજી જસ્ત ગુજિસ્ત, મિજાજે તે અજહાલ તિલી ન જત.
,,
અર્થાત્—તું ચાલીશ વના થયા છતાં તારુ કરવાદીપણું ગયું નહિ. હવે તે એ છે.કરવાદીપણું છેાડીને વાતને સમજ, જેને તું જીલ્મ ગણે છે તેને ખીજા ત્યાગે કે ન ત્યાગે પણ જો તારે ધર્મી બનવું છે તે તું તે તેને છેડી દે. કાઈ રાજા એમ વિચારતા નથી કે, હું જ કેમ રાજા છું? આ બધા લોકો રાજા કેમ થઈ જતા નથી ! તો પછી ખીજાએ જીભના ત્યાગ કર્યો છે કે નહિ એ તમારે શા માટે જોવું જોઈ એ ! ખીજાએ જીલ્મના