________________
૨૪,
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પુષ્પચૂલ જુગારી, ચોર અને લૂંટફાટ કરતો હોવાથી રાજાએ તેનું નામ વંકચૂલ પાડ્યું રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો. એટલે વંકચૂલે એક પલ્લીમાં પત્ની અને બહેન સાથે રહેતો હતો. પલ્લીનો નાયક મરણ પામ્યો એટલે વંકચૂલ પલ્લીપતિ થયો. ચોરી, ધાડ, લૂંટફાટ કરીને જીવન ગુજારતો હતો. એક વખત જ્ઞાનતુંગસૂરિ આચાર્ય પલ્લીમાં ચાતુર્માસ રહ્યા હતા. વંકચૂલે પૂ.શ્રીની સાથે શરત કરી હતી કે તમારે કોઈને ઉપદેશ આપવો નહિ. જ્ઞાન ધ્યાનમાં ચાતુર્માસ પૂર્ણ કર્યા પછી વંકચૂલ પૂ.શ્રીને વળાવવા ગયો ત્યારે તેની ઇચ્છાથી પૂ.શ્રીએ ચાર નિયમ આપ્યા. ૧) અજાણ્યાં ફળ ન ખાવાં, ૨) કોઈનો પણ વધ કરતા પહેલાં સાત ડગલાં પાછા ફરવાં, ૩) રાજાની રાણી સાથે ભોગનો ત્યાગ કરવો, ૪) કાગડાનું માંસ ખાવું નહિ. આ ચાર નિયમનું દઢતાથી પાલન કરવાથી સુખી લો અને જિનદાસ શ્રાવકની સહાયથી આરાધના કરી મૃત્યુ પામી બારમા દેવલોકમાં ગયો. આ કથાને આધારે વંકચૂલ પવાડાની રચના થઈ છે. પવાડો વીરરસનું કાવ્ય છે એટલે અહીં વીરતા ચોરી-લૂંટફાટમાં હતી તે ગુરુ ઉપદેશથી વ્રત-નિયમ પાલનમાં પરિણમી અને જીવન સફળ કરી દીધું. જૈન સાહિત્યમાં વીરતા માત્ર યુદ્ધ પૂરતી મર્યાદિત નથી પણ તલવારની ધાર પર ચાલવા સમાન પાંચ મહાવ્રતનું પાલન સંયમ ધર્મમાં નિરતિચાર અનુસરણ કરીને આત્માના શાશ્વત સુખ પામવા માટેના પુરુષાર્થમાં રહેલી છે તેનો વિવિધ પ્રકારની કૃતિઓમાં ઉલ્લેખ મળે છે. સોરઠગચ્છના જ્ઞાનચંદ્રસૂરિએ વંકચૂલનો પવાડો અથવા રાસ સં.૧૫૬પના ચૈત્ર સુદ-૬ ગુરુવારે મંગલપુરમાં રચના કરી છે. વંકચૂલના ચરિત્રનું વિસ્તારથી નિરૂપણ કરતી આ કૃતિની ૨૬૨મી ક્તમાં “પવાડા' શબ્દપ્રયોગ પ્રાપ્ત થાય છે.
ન્યાન ભણઈ કણિપારકહું, પવડી પરચંદ્ર વંડ્યૂલ ગુણ વર્ણવું,
શ્રવણ સુણઈ એકચિંત્તિ. કવિએ રાસ અથવા પવાડો શબ્દ પ્રયોગ કર્યો છે. વળી આરંભમાં “કવિત્ત' શબ્દ પ્રયોગ પ્રાપ્ત થાય છે.
“જાન ભણે વંકચૂલનું રચસિ કવિત્ત અતિખંતિ” સંદર્ભ– ૧. ગુજ. સાહિ- મધ્ય–પા. ૩૬, ગુજ. સાહિ.. સ. પા. ૭૯. ૨. ગુજ. સાહિ- મધ્ય. પા. ૬૦, ગુજ. સાહિ. મધ્ય. પા. ૬૨. ૩. બીજમાં ........ પા. ૭, ગુજ. સાહિ. સ્વ. પા. ૧૧૩ ૪. ગુજ. મધ્ય–સાહિ. પા. ૬૨ ૫. જૈન ગૂર્જર-કવિઓ ભા. પા. ૨૩૦.
૪. “ચર્ચરી’ મધ્યકાલીન કાવ્ય પ્રકારોમાં “ચર્ચરી' કાવ્યનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મૂળ પ્રાકૃત ભાષાનો હોય કાવ્ય પ્રકાર હતો. તદ્અનુસાર ગુજરાતીમાં તેની રચના થઈ છે. તેનો પ્રથમ પ્રયોગ અપભ્રંશના વારસારૂપે રાસ કૃતીઓમાં થયો હતો. ત્યારપછી ચચ્ચરી-ચર્ચરિકા નામથી કેટલીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org