________________
૨૩૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ૬. મુનિની ગહુળિ ગાથા ૯ મુનિવર મારગમાં વસિયા. ૭. ગુરુની ગહુળિ ગાથા ૫ ચરણ કરણશું શોભતા. ૮. સુકૃતની ગહુળિ ગાથા ૬ સુકૃત તરૂની વેલિ વધારવા રે. ૯. સાધુજીની ગહુળિ ગાથા ૬ જ્ઞાનદિવાકર શોભતાં. ૧૦. દર્દૂચક દેવની ગહુળિ ગાથા ૮ રાજગૃહી વનખંડ વિચાલ. ૧૧. મુનિની ગહુળિ ગાથા ૭ . ૧૨. અષ્ટાંગ યોગની ગહુળિ ગાથા ૭ મુદિતા મુનિમંડળીએ વસ્યા. ૧૩. અખંડ તાપસની ગહુલ ગાથા ૬ અરિહા આયારે ચંપા વન કે મેદાન. ૧૪. પર્યુષણની ગહુળિ ગાથા ૨ સખિ પર્વ પજુસણ આવિયા. ૧૫. સામાન્ય ગહુળિ ગાથા ૬ ચતુરા ચતુરી ચાલશું રે ચાલીચીખે ચીરે. ૧૬. જયંતિપ્રશ્ન ગહુળિ ગાથા ૯ ચિતહર ચોવીશમા જિનરાજ.
વ્યાખ્યા-પ્રવચનમાં ગહુલીનો સાથીયો પૂરીને ગહુલી ગાવામાં આવે છે. આ પ્રણાલિકા સર્વ સામાન્ય રીતે પ્રચલિત છે. ગુરુભગવંતના આગમન, સત્કાર, વિદાય, જિનેન્દ્રભક્તિ મહોત્સવ, દીક્ષા મહોત્સવ, તપની આરાધના-પારણું-ઉદ્યાપન મહોત્સવ વગેરે પ્રસંગોએ ગહુલી ગાવાનો રિવાજ છે. વિવિધ પ્રસંગોએ નારીવૃંદના મધુર કંઠે ગવાતી ગહુલી શ્રવણ કરવી એ જીવનની સોનેરી ક્ષણો ગણાય છે. ગહુંલી માત્ર માનવસમાજની પ્રવૃત્તિ નથી. સ્વર્ગમાં અપરંપાર સુખ સમૃદ્ધિમાં રાચતા દેવો અને દેવીઓ પણ સાક્ષાત્ ભગવાન વિચરતા હોય, બાર પર્ષદામાં બિરાજમના થઈને દેશના આપતા હોય ત્યારે પણ કિંમતી દ્રવ્યો હીરા, માણેક, મોતી વગેરેથી પ્રભુની ગહેલી કરીને સત્કાર કરે છે. કવિઓએ ગહુલીમાં વાસ્તવિકતાનું દર્શન કરાવ્યું છે. સીમંધર સ્વામીની સ્તુતિમાં દેવોની પ્રભુ ભક્તિ અને સત્કારની ભાવનાને વ્યક્ત કરી પંક્તિઓ જોઈએ તો
મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામી સોનાનું સિંહાસનથી રૂપાનાં ત્યાં છત્ર બિરાજે રત્નમણિના દીવા દીપેજી કુમકુમ વર્ણી ત્યાં ગયુંલી વિરાજે, મોતીના અક્ષતસારજી આ પ્રસંગ મહાવિદેહક્ષેત્રમાં વિચરી રહેલી સીમંધરસ્વામીના સંદર્ભમાં અત્રે નોંધવામાં આવ્યો છે. તેમાં ગહુલીનો પ્રાચીન સંદર્ભ રહેલો છે.
ગહુલીમાં “સાથીયો” કરવામાં આવે છે. જૈન ધર્મમાં સ્વસ્તિક લોકપ્રિય છે. તેના ચાર છેડા ચાર ગતિનું સૂચન કરે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિનો નાશ કરવાના પ્રતીકરૂપે જિનમંદિરમાં ભક્તો સાથીયો કરે છે. સાથીયા પહેલાં અક્ષતની ત્રણ ઢગલી દર્શન, જ્ઞાન અને ચારિત્રના પ્રતીક તરીકે સ્થાપવામાં આવે છે. આ ત્રણની આરાધનાથી ચાર ગતિનો નાશ થાય અને સિદ્ધગતિ-સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. સિદ્ધિપદના પ્રતીક રૂપે ત્રણ ઢગલી પહેલાં સિદ્ધશિલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org