________________
પ્રકરણ ૪
ઉપદેશાત્મક કાવ્ય પ્રકારો
આત્મા જ્ઞાનમય છે એટલે જીવનો જે જ્ઞાનમય ભાવ છે તે સ્વ-પરનો પ્રકાશક છે. તે જ્ઞાન દીપક સમાન છે કે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને દિવ્યજ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ કરે છે.
૩૭. માતૃકા-કક્કો
સમગ્ર સાહિત્ય સૃષ્ટિના પાયામાં ભાષાના મૂળાક્ષરો કાર્યરત છે. મૂળાક્ષરોના સંયોજનથી અર્થપૂર્ણ અભિવ્યક્તિ થાય છે. આવી અભિવ્યક્તિની એક વિશિષ્ટ પ્રકારની રચના મધ્યકાલીન કાવ્યપ્રકારોમાં ‘માતૃકા’ નામથી ઉપલબ્ધ થાય છે. તેને ‘કક્કો’ નામથી પણ ઓળખવામાં આવે છે. માતૃકા ઉપદેશાત્મક કાવ્ય પ્રકાર છે. તેમાં ચથી આરંભ કરીને દરેક મૂળાક્ષરથી આરંભ થતી પંક્તિઓ રચવામાં આવે છે. આ પ્રકારની આરંભની જૂની કૃતિ માતૃકા ચોપાઈ છે. ચોપાઈ છંદમાં તેની રચના થયેલી હોવાથી માતૃકા ચોપાઈ કહેવાય છે.
‘કક્કો’ની રચનામાં ‘ક' અક્ષરથી આરંભ કરીને અન્ય અક્ષરોથી શરૂ થતી પંક્તિઓ રચાય છે. મુખ્યત્વે તેમાં ‘દુહા’નો પ્રયોગ થાય છે. મંગલાચરણના દુહામાં ૐૐ નમઃ સિદ્ધમ્ લખવામાં આવે છે. મૂળમાં આ રચનામાં નમોસિદ્ધમ્ નો પ્રયોગ થયો હતો. પાછળથી ‘ૐ’નો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ કાવ્યપ્રકારની કેટલીક ઉપલબ્ધ કૃતિઓની સંક્ષિપ્ત માહિતી નીચે મુજબ છે.
‘માતૃકા ચોપાઈ’ એ પ્રાચીન કૃતિ છે તેમાં તેની ૬૪ કડીમાં ઉપદેશાત્મક વિચારોનો પ્રદેશિક વ્યાકરણ સંસ્કૃતમાં રચાયાં હતાં. આ વ્યાકરણ ભણાવવા માટે ગ્રામીણ શાળાઓ શરૂ થઈ હતી. આંધ્ર, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની શાળામાં વ્યાકરણના આરંભમાં મંગલાચરણરૂપે ૐ નમઃ સિદ્ધમ્ ભણાવવામાં આવતું હતું. કલિંગ અને ઉડિયા પ્રદેશમાં આરંભમાં ‘સિદ્ધસ્તુ’નો પ્રયોગ થતો હતો. જૈન સાધુઓના અભ્યાસના પ્રારંભમાં આવો પ્રયોગ પ્રચલિત હતો તેનું માતૃકા રચનામાં અનુસરણ થયું છે. બારમાસ, પંદર તિથિ અને સાતવારની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org