________________
પ્રકરણ-૪
૨૬૭
વ્યવહાર જીવનમાં પણ આવી શિક્ષાનું ઉદા. કન્યા વિદાય વખતે માતા દીકરીને સાસરિયામાં જીવન જીવવા માટે શિખામણનાં વચનો કહે છે. ધર્મની દૃષ્ટિએ વિચારીએ તો દીક્ષા અંગીકાર કર્યા પછી (વેશ ધારણ) દીક્ષા પ્રદાન કરનાર ગુરુ ભગવંત નૂતન દીક્ષિત સાધુ-સાધ્વીને સંયમ જીવનના સંદર્ભ ‘હિતશિક્ષા'રૂપે સિંહ અને શિયાળના રૂપક દ્વારા ઉપદેશાત્મક વાણી સંભળાય છે. વ્યવહાર જીવન અને સંયમ જીવનમાં આ હિતશિક્ષાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. કવિ દાયારામની એક ગરબીના શબ્દો છે
“શીખ સાસુજી દે છે રે, વહુજા રહો ઢંગે.” કવિઓની ઉપદેશવાણી મિત્ર સંમિત ઉપદેશ ગણાય છે.
૧. હિતશિક્ષાની પ્રણાલિકા વિશે આગમ ગ્રંથોમાંથી માહિતી મળે છે. સંથારસ પયન્નાભાંગા ૧૦૭થી ૧૧૧માં નીચે પ્રમાણે માહિતી છે.
સંલેખના કરી હોય તેવા સાધુને પૂર્વ કર્મના ઉદયથી વેદના થાય ત્યારે હિતશિક્ષા આપીને સંલેખનામાં સ્થિર કરવામાં આવે છે. સંથારા પર આરૂઢ થયેલા મહાનુભાવ ક્ષેપકને કદાચ પૂર્વકાલીન અશુભના યોગે સમાધિ કાળમાં વિઘ્ન કરનારી વેદના ઉદયમાં આવે તો તેને સમાવવાને માટે ગીતાર્થ એવા સાધુઓ બાવના ચંદન જેવા શીતળ ધર્મ શિક્ષા આપે. હે પુણ્ય પુરુષ? આરાધનામાં જ જેઓએ પોતાનું સઘળું અર્પિત કર્યું છે એવા પૂર્વકાલીન મુનિવરો જયારે તેવા પ્રકારના અભ્યાસ વગર પણ અનેક જંગલી જાનવરોથી ચોમેર ઘેરાયેલા ભયંકર પર્વતની ટોચ પર કાયોત્સર્ગ ધ્યાને રહેતા હતા. વળી અત્યંત ધીર વૃત્તિને ધરનારી આ કારણે શ્રીજિનકથિત આરાધનાના માર્ગમાં અનુત્તર રીતે વિહરનારા તે મહર્ષિ પુરુષો જંગલી જાનવરોની દાઢમાં આવવા છતાંયે સમાધિ ભાવને અખંડ રાખે છે અને ઉત્તમ અર્થને સાધે છે.
જૈન સાહિત્યની હિતશિક્ષાની દષ્ટાંતરૂપ માહિતી નીચે પ્રમાણે છે. સંદર્ભ: આગમ દીપ વિભાગ ૬-૬૫
કવિ નયસુંદરે સં. ૧૯૪૦માં વીજાપુર નગરમાં રચેલા પ્રભાવતી રાસને અંતે હિતશિક્ષાનો ઉલ્લેખ થયો છે. આ રચના રાસમાં હોવા છતાં સ્વરૂપે દુહા સ્વતંત્ર કાવ્ય તરીકે પણ નોંધપાત્ર છે.
દોહિલું માણસ જન્મ પામી કરો આલસદૂરિ, પૂજા કરો જિનરાજની પ્રતિ ઉદય હુતિ સુરિ. અષ્ટ પ્રકારી સતર ભેદી સારિઇ જિનની સેવી, પાપ સઘલાં પરહરિ આરાધિ દેવાધિદેવ. લક્ષ્મી લહી કર પાવશે મમ થાઓ પણ અજાણ, પામી ધન મદ મણિયો મકરયો આપ વખાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org