________________
પ્રકરણ-૬
૩૦૯
સ્વપ્નર સંચલ નહીં મનસી ચોરી કીધ, અણ નડ્યા અણ ઓલખ્યા પરનઈ આલજ દીધ. ૧૮ સ્વામિ મુઝમાંહી ગુણ નહિ દોષ તણી આઘાર, તોહિ માન ન મૂકીઉં એહવઉ મૂઢ ગમાર. ક્રોધ લોભ ન ઠંડીઉ ન ધરિઉ ઉપશમ રંગ, પાંચઈ આશ્રવ સેવીયાં મેં નિઈ હુઓ રચંગ. હવે સ્વામિ તું મુઝ મલિક ત્રિભુવન માંહિ ઇસહુ કરિવરગણ તસુ સિઉ કર જસુ વુલામણિ સીહ. ૨૯ વિનતડી તુઝ આગલિઈ સમરથ જાણી આજ,
જઉ વાહર તું નવિ કરિ તુસહી પાંચ રાજ. (સંદર્ભ : જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ પાક૩૯૦)
- ૬ર. છત્રીશી કવિ ચિદાનંદજીએ દુહામાં પરમાત્મા છત્રીશીની રચના કરીને પરમાત્માના સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. કવિએ આરંભમાં આત્માના ત્રણ પ્રકારનો ઉલ્લેખ કરીને અન્ય દુહામાં પરમાત્મા પદ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય દર્શાવ્યો છે.
રાગ દ્વેષ કે નાસતે પરમાતમ પરકાસ, રાગ દ્વેષકે માસતે પરમાતમ પદનાસ. ૨૩ જો પરમાતમ પદ ચહે તો તું રાગનિવાર, દેખી સંજોગસામીકો અપને કિયે વિચાર. ૨૪ પરમાતમ છત્રીસીકો પઢિયો પ્રીતિસાર,
ચિદાનંદ તુમ પ્રતિલિખી આતમ કે ઉદ્ધાર. ૩૬ કવિએ મુખ્યત્વે રાગ દ્વેષનો સર્વથા ત્યાગ થાય તો જ તપ-જપ સંયમ કે કોઈપણ પ્રકારની આરાધના વીતરાગ પદ પ્રાપ્ત કરાવે તેમ છે. આ વિચારને મહત્વનો ગણીને પરમાત્મ છત્રીશીની રચના થઈ છે.
૬૩. બાવની અધ્યાત્મયોગી કવિ ચિદાનંદજીએ અધ્યાત્મ બાવનીની દુહામાં રચના કરીને ત્રણ પ્રકારના આત્મા અંતરાત્મા, વહિરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. સંખ્યામૂલક અન્ય રચનાઓ દેશીઓમાં સઝાયરૂપે રચાઈ છે. કવિચિદાનંદજીએ શુદ્ધ તત્ત્વજ્ઞાનયુક્ત અધ્યાત્મ બાવનીની રચના કરીને આત્મ સ્વરૂપનો પરિચય કરાવ્યો છે.
આતમ સાખે ધર્મ એજ્યાં જનનું શું કામ જનમન રંજન ધર્મનું મૂલ ન એકસદામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org