________________
પ્રકરણ૭
૩૩૫
મંગલ્ય લૌકિક અને લોકોતર એવો પણ ભેદ છે. લૌકિક મંગલમાં અષ્ટમંગલ છે. સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મીનયુગલ, દર્પણ, લોકોત્તર મંગળમાં અરિહંત, સિદ્ધ સાધુ, અને કેવલિ પ્રણીત ધર્મ છે. દશવૈકાલિક સૂત્રમાં મંગલ તરીકેનો સંદર્ભ નીચે પ્રમાણે છે.
धम्मो मंगलं मुकिकटुं अहिंसा संजमो तवो । અહિંસા, સંયમ અનેતેમ એ ઉત્કૃષ્ટ મંગલ છે. (પ્રબોધટીકા-ભા.-૧ પા-૯).
મંગલ સંથારા પોરિસીમાં ચાર મંગળનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ચત્તારિમંગલમ્, અરિહંતામંગલમ્ સિદ્ધા મંગલ, સાહૂમલ, કેવલી પન્નતો ધમ્મો મંગલ એમ ચાર મંગળ ભવ્યજીવોના કલ્યાણરૂપ છે. આત્મશુદ્ધિ માટે અરિહંત રાગદ્વેષથી સર્વથા મુક્ત થઈ અષ્ટકર્મ ક્ષય કરનારા સિદ્ધો, સંયમજીવનમાં મોક્ષ પુરુષાર્થની સાધના કરનારા સાધુ ભગવંતો એ કેવળજ્ઞાનના ઝળહળતા પ્રકાશથી જગતના જીવોના કલ્યાણને માટે દિવ્યવાણીનો અખ્ખલિત વૃષ્ટિ કરનારો ધર્મ, એમ ચાર વસ્તુ મંગલરૂપ છે. આ “મંગલ'ને કેન્દ્રમાં રાખીને કેટલીક કૃતિઓ રચાઈ છે. મંગલ દીવોની રચનામાં આવો સંદર્ભ મળે છે.
ચારો મંગળ ચાર, આજ ઘેર પ્રભુજી પધાર્યા અહીં પ્રભુજી એટલે “અરિહંત વીતરાગ એમ સમજવાનું છે. તેમાં ચાર મંગલ પ્રભુ પૂજા, ધૂપપૂજા, આરતી ઉતારવી, પ્રભુ ગુણગાન કરવા આ ચાર મંગલ રૂપ છે. એટલે કે પ્રભુની દ્રવ્ય અને ભાવપૂજાનો મંગળ તરીકે ઉલ્લેખ થયો છે.
૧. પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભા.-૧ ૨. હંસરત્ન મંજુષા ભાગ-૨. પા. ૨૦૬ પ્રભાતે સ્મરણ કરવા યોગ્ય ચાર મંગલ
પ્રથમ મંગલ સિદ્ધારથ ભૂપતિ સોહે ક્ષત્રિયકુંડ તસ ઘર ત્રિશલા કામિનીએ, ગંજવર ગામિની-પોઢિય સ્વામિની-ચૌઉદ સુપન ભામિનીએ, જામિની મધ્યે શોભતાં રે, સુપન દેખે બાદ મયગલ વૃષભ ને કેસરી, કમલા કુસુમની માલ, ઇન્દુ દિલ કર-ધ્વજા સુંદર-કલશ મંગલરૂપ, પદ્મસર જલનિધિ ઉત્તમ અમર વિમાન અનૂપ / રત્નનો અંબાર ઉજ્જવલ, નિધૂમ જયોત, કલ્યાણ મંગલકારી મહા, કરવા જગ ઉઘોડ | એ ચૌદ સુપન સૂચિત, વિશ્વપૂજિત સકલ સુખ દાતા મંગલ પહેલું બોલીએ, શ્રી વીર જગદાધાર ૧//
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org