________________
પ્રકરણ-૭
ગુણવંત ઋષિગુણ ગાયતાં જે પુણ્ય સંતતિ કરે ચડી, તેણે વિબુધ નયસુંદર કહે શ્રી સંઘ લહો સંપદ વડી.
૨. સકલ ચંદ્ર ઉપાધ્યાયની કૃતિ મૃગાવતી આખ્યાન અથવા રાસ ૪૬૧ કડીની રચના સં. ૧૬૪૩ પહેલાંની છે.
૩૪૧
રાસ ચરિત્રાત્મક કૃતિ છે અને તેમાં જૈન ધર્મના પૂર્વાચાર્યો, મહાપુરુષો અને સતીઓનાં જીવનનો વિસ્તારથી પરિચય આપવામાં આવે છે તે દૃષ્ટિએ આખ્યાન સંજ્ઞા આપી હોય એમ સંભવ છે.
આખ્યાનનું વસ્તુ પ્રાચીન ધાર્મિક ગ્રંથો અને પૂર્વાચાર્યોના ગ્રંથોમાંથી લેવામાં આવે છે તે દૃષ્ટિએ આખ્યાન સંજ્ઞા યોગ્ય લાગે છે.
૧. જૈન ગૂર્જર કવિઓ ૨-૯૯
૨. જૈન ગૂર્જર કવિઓ ૨-૧૯૭
૧૭. નિર્વાણ
‘નિર્વાણ' કાવ્યમાં કોઈ વ્યક્તિના દીક્ષા પ્રસંગનું વર્ણન કેન્દ્ર સ્થાને છે એટલે દીક્ષાના ઉત્સવનું કાવ્ય એમ સમયજાય છે. તદુપરાંત પૂર્વાચાર્યના સ્વર્ગારોહણના પ્રસંગનું વર્ણન મુખ્ય હોય તેવી કૃતિ ‘નિર્વાણ' નામથી રચાયેલી છે એટલે ‘નિર્વાણ’ કાવ્યનો સંબંધ જીવનના અંતકાળ કાલધર્મ સાથે છે.
૧. શ્રી વૃદ્ધિવિજયગણિ નિર્વાણ ભાસ રચના કવિ સુખ સાગરે કરી છે. તેનો આરંભ વર્ણનથી થયો છે. ગુર્જરદેશના વડનગર (આનંદપુર) પાસે ડાભલી ગામના પોરવાડ જ્ઞાતિના આણંદશાહ અને પત્ની સુ૨ાણી રહેતાં હતાં. એમના પરિવારમાં સુ૨૨ાણીએ વિસનગરમાં પોતાના પિયરમાં પુત્રનો જન્મ આપ્યો.તેનું નામ બોધા પાડવામાં આવ્યું અને પાછળથી કરમશી નામ રાખવામાં આવ્યું હતું. સત્યવિજય પંન્યાસના સત્સંગથી સં. ૧૭૩૫માં પાટણાના સંઘ સમક્ષ કરમશીએ દીક્ષા અંગીકાર કરી અને વૃદ્ધિવિજય નામાભિધાન કરવામાં આવ્યું. પૂ.શ્રીએ સત્યવિજયની ઉત્તમ કોટિની વૈયાવચ્ચ કરી હતી. પૂ.શ્રીએ અંતિમ ચાતુર્માસ પાટણમાં કર્યું હતું ત્યારે ચોમાસા પછી કાર્તિક વદ-૧૪નો ચોવિહાર ઉપવાસ કર્યો હતો. બીજે દિવસે ગોચરી માટે નીકળ્યા અને રસ્તામાં એક શ્રાવકને ત્યાં વિશ્રામ દરમ્યાન ડહેલામાં જ અમાવસ્યાના દિવસે કાળધર્મ થયો હતો. પૂ.શ્રીની અંતિમ વિધિ સકળ સંઘના ભાઈઓએ કરી હતી. પૂ. સત્યવિજય પંન્યાસની ચરણાપાદુકાની સ્થાપના કરવામાં આવી હતી તેની સાથે જ પૂ. વૃદ્ધિવિજયજીનાં પગલાંની સ્થાપના કરવામાં આવી હતી. રાસને અંતે કવિના શબ્દો છે.
Jain Education International
‘‘ધર્મમિત્ર’સુખસાગર કવિ ઇણિ પિર ભણે રે હંસવિજયને હેતિ.”
આ પંક્તિ દ્વારા એમ જાણવા મળે છે કે સુખસાગર કવિ વૃદ્ધિવિજયજીના ધર્મમિત્ર હતા. વૃદ્ધિવિજયના શિષ્ય હંસવિજયજી હતા. એમના માટે આ નિર્વાણ ભાસની રચના કરી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org