________________
પ્રકરણ-૮
અનુસંધાન જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોના પુસ્તકને આધારે સાહિત્યની સમૃદ્ધિ અને કાવ્ય પ્રકારોની વિરાટ સૃષ્ટિમાં વિહાર કરતાં અપૂર્વ જ્ઞાનાનંદની અનુભૂતિ થઈ છે. આ ક્ષેત્રમાં વિશેષ સંશોધનને પૂર્ણ અવકાશ છે. આ કાવ્યપ્રકારોનું પુસ્તક માર્ગદર્શક બને એવી ક્ષમતા ધરાવે છે. તેના અનુસંધાનમાં M. Phil-Ph.D જેવી ઉચ્ચ પદવી માટે સંશોધન કરવા યોગ્ય વિષયોની સૂચી પ્રગટ કરવામાં આવી છે તેને આધારે બીજા પણ વિષયોની ફુરણા થાય તેમ છે. ઘણી મોટી સંખ્યામાં કાવ્ય પ્રકારો અલ્પ પરિચિત છે. આ અંગેની કૃતિઓ હસ્તપ્રતમાં સંચિત થયેલી છે તો અન્ય સ્થળોએ કેટલાંક પુસ્તકોમાં તેનો સંદર્ભ મળે છે. એટલે સંશોધન દ્વારા તેનું સંકલન સંપાદન કરવાથી આ કાવ્યો વિશે વધુ વિગતો પ્રાપ્ત થઈ શકે તેમ છે. પ્રકીર્ણ કાવ્ય પ્રકારો અંગે સંશોધનને વધુ અવકાશ છે. સ્વરૂપલક્ષી કાવ્ય પ્રકારોમાં ભાસ ધવલ, વેલિ, ચર્ચરી, અંગે પણ અપ્રગટ કૃતિઓ છે તો તેનો સ્વતંત્ર રીતે અભ્યાસ થઈ શકે તેમ છે.
જૈન એકેડેમી જૈન જ્ઞાનસગ સત્ર અને જૈન સાહિત્ય સમારોહ દ્વારા વિદ્વાનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેનાથી અવનવા વિષયોનું વૈવિધ્યપૂર્ણ જ્ઞાન સર્વસાધારણ જનતાને પ્રાપ્ત થાય છે. અર્વાચીન કાળમાં ઉચ્ચ શિક્ષણનો વિકાસ થયો છે ત્યારે જૈન સાહિત્યની સમૃદ્ધિ અને અસ્મિતાને વધુ તેજસ્વી ને ગૌરવપ્રદ બનાવવા માટે શ્રુતભક્તો, જ્ઞાનપિપાસુ વર્ગના મહાનુભાવો અને સંશોધનપ્રિય વિદ્વાનો આ ક્ષેત્રમાં પુરુષાર્થ કરીને જ્ઞાનવારસાને પ્રકાશમાં લાવવા માટે સહભાગી બને એવી આશા રાખવામાં આવે છે. જૈન સાહિત્ય સાંપ્રદાયિક હોવા છતાં સાધુ અને શ્રાવક કવિઓએ પ્રચંડ પુરુષાર્થ કરીને જૈનધર્મના અને ભારતીય સંસ્કૃતિના જીવનલક્ષીમાનવ કલ્યાણની ભાવનાવાળા ઉદાત્ત વારસાનું જતન કર્યું છે અને સર્વ સાધારણ જનતા સુધી પહોંચાડવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. તેને સંશોધન પ્રવૃત્તિ દ્વારા વધુ ભવ્ય અને ગૌરવપ્રદ બનાવી શકાય તેમ છે.
સંશોધન સચિ ૧. જિનાગમના વિકાસની રૂપરેખા અને તેના અનુવાદ વિવેચનનો પરિચય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org