Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 380
________________ પ્રકરણ ૭ ૩૬ ૧ ૩૮. કથા કથા શ્રાવ્ય કાવ્યનો પ્રકાર છે. તેનું મૂળ નવલકથામાં છે. કથા ગદ્ય કે પદ્યમાં સંસ્કૃતપ્રાકૃત અને અપભ્રંશમાં રચાયેલી હોય છે. ગદ્યમાં બાણભટની કાદંબરી સુપ્રસિદ્ધ છે. પદ્યમાં લીલાવતીની કથા છે. આખ્યાન કથાત્મક-ચરિત્રાત્મક કાવ્ય છે. તેમાં ઉપાખ્યાનની રચના બોધાત્મક કથા તરીકે હોય છે. તેમાં અભિનય ભાવસૃષ્ટિ અને કથનશૈલી મહત્વની છે. દષ્ટાંત કથાઓ પ્રાણીઓ-પંખીઓનાં ચેણ દ્વારા પરોક્ષ રીતે બોધદાયક છે. ચરિયમ એ કથા છે અને તેમાં જીવનના બધા પ્રસંગોનું સત્યને આશ્રયીને નિરૂપણ કરવામાં આવે છે. દાન-શીલ-તપ-ભાવના કથાનક (કથા) સત્તરમી સદીના કવિ લબ્ધિવિજયે દાન-શીલ-તપ-ભાવ કૃતિની રચના સં. ૧૬૯૧માં કરી છે આ કૃતિ સાથે કથા-રાસ શબ્દપ્રયોગ જોડાયેલા છે. તેમાં ૪ ખંડ, ૪૯ ઢાળ, ૧૨૭૮ કડી છે. કવિએ હસ્તપ્રતને અંતે ભાવનું માહાભ્ય, દૃષ્ટાંત કથા એવા શબ્દપ્રયોગથી કૃતિ પૂર્ણ કરી છે એવી માહિતી પ્રાપ્ત થાય છે. આ રચના ૧૬૯રમાં પૂર્ણ થઈ હતી. ભગવંતે ધર્મના ચાર પ્રકારમાં ઉપરોક્ત વિષયને રાખીને વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારપછી કવિઓએ આ અંગે વિવિધ કૃતિઓ રચી છે. કવિ લબ્લિવિજયજીએ ચાર પ્રકારના ધર્મનો કથા-દષ્ટાંત દ્વારા પરચિય કરાવ્યો છે. | ૧ | || ૨ || | ૩ | આદિ : શ્રી સરસતિ તું સારદા ભગતિ મુગતિ દાતાર, જૈની જગદંબા જગે તુઝથી મતિ વિસ્તાર. તું ત્રિપુરા તું તો તિલા તું શ્રુતદેવી માત, પદમિણિ પંકજવાસિની ષટ્ દરશન વિખ્યાત. આદિ પુરુષની પુત્રિકા પ્રજ્ઞા પંડિત માય, ભારતિ ભગવતિ ભવનમાં તુઝથી શિવ સુખ થાઈ. બ્રહ્માણી વાણી વિમલ વાણી ઘો મુઝ માય, ગીત કવિત જે કરે તે સવિ તુજ પસાય. કોઈ નવિ જાણે ડોસલા વૃદ્ધપણે વઈરાગ, આણી સંયમ આંદયું પણ ભણવા ઉપરાગ. શ્રી વિજયદાનસુરિશ તપગચ્છ ધણી તપ તણે તેને આદિત નિરખો, સૂરિ શ્રીહીરવિજયભિધો હીરલો તાસપાટ સોહમસામિ સરિખો ભજો. તાસપાટે વિજયસેનસૂરીસરૂ પ્રબલ વિદ્યા પ્રકટ પુણ્ય દરિઓ, શ્રીવિજયદેવસૂરીસરૂ સંદરૂ પ્રતપયો તસ પટે સુગુણ ભરિઓ. | ૪ || | ૫ | || ૬ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392