________________
૩૫૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સૂડનો અર્થ ક્ષેત્રફળ, પત્રક, ખરડો, સૂડવહો એટલે કે પોપટ જેવું પક્ષી કે જે સંદેશો લઈ જાય છે અને પહોંચાડવાનું કાર્ય કરે છે. (૧-૧૩૦) આદ્રકુમાર કુમારનું સૂડની પંક્તિઓ. અંત : દેપાલ ભણિ સાંજી ગઈલા મુગતિ આપુણી ઘાનચી,
સકતિ સયલ સંઘ પ્રસન (કવિ દેપાલ કૃત). સૂડનો એટલે મૂળ સૂત્ર અને તેની ટીકા લખાઈ હોય તેવી પ્રતને માટે આ શબ્દ પ્રયોગ થાય છે. તેમાં ત્રણ કે પાંચ પાન હોય તો તેની વચ્ચે સૂત્ર અને આજુબાજુ ટીકા લખાયેલી હોય છે. સૂડનું લખાણ ક્રમિક હોય છે. સોળમી સદીના કવિ દેપાલ કૃત “આદ્રકુમારનું સૂડ” નામની કૃતિ પ્રવર્તક કાંતિ વિજયજીના ભંડારમાં (હસ્તપ્રત) છે આ કાવ્યના આદ્રકુમાર મુક્તિ પામ્યા તેવો સંદેશો તેમાંથી પ્રાપ્ત થાય છે. સંદર્ભઃ (જૈન ગૂર્જર કવિઓ ભા - ૧ ૧૩૦)
૩૦. “વિલાપ વસ્તુલક્ષી કાવ્ય પ્રકારની વિવિધતામાં ‘વિલાપ” નામની એક સક્ઝાય રચના પ્રાપ્ત થાય છે. તેમાં મુખ્યત્વે કરૂણરસ કેન્દ્ર સ્થાને છે. ગૌતમ સ્વામીનો વિલાપ એ સજઝાય આ પ્રકારના દષ્ટાંતરૂપે પ્રગટ કરવામાં આવી છે. કલ્પસૂત્રમાં મહાવીર સ્વામીના ચરિત્રમાં આ પ્રસંગ ભાવવાહી રીતે પ્રગટ થયો છે.
આધાર જ હતો રે એક વીર તાહરો રે હવે કોણ કરશે મોરી સાર, પ્રીતલડી જેકુંતી રે પેલા ભવ તણી રે તે કેમ વીસરી રે જાય. || ૧ | મુજને મૂક્યો રે ટળવળતો ઈહા રે નથી કોઈ આંસુ લોવણહાર, ગૌતમ કહીને રે કોણ બોલાવશે રે હવે કોણ કરશે મોરી સાર. / ૨ / અંતર જામી રે અણઘટતુ ક્યું રે મુજને મોકલીયો રે ગામ, અંતકાળ વેળા રે હું સમજ્યો નહીં રે જે છેહ દેશે મુજને આમ. || ૩ | ગઈ હવે શોભા રે ભારતના લોકની રે હું અજ્ઞાની રહ્યો છું આજ, કુમતિ મિથ્યાત્વી જીમ તીમ બોલશે રે કોણ રાખશે મોરી લાજ. || ૪ ||. વલી શુલપાણી રે અજ્ઞાની ઘણો રે દીધું તુજને રે દુઃખ, કરુણા આણી રે તેના ઉપરે રે આપ્યું બહોળું રે સુખ.
|| ૫ | જે અઈમુંતો રે બાળક આવીયો રે રમતો જલશુ રે તેહ, કેવળ આપી આપ સમો ક્રીયો રે એવડો શો તસ નેહ, જે તુજ ચરણે આવી દશીઓ રે કીધો તુજને ઉપસર્ગ, સમતાવલી રે તે ચંડકોશીએ રે પામ્યો આઠમુ રે સ્વર્ગ.
૭ || ચંદનબાલાએ અડદના બાકુલા રે પડિલાવ્યા તું જ સ્વામ, તેહને કીધી રે સાહુણીમાં વડી રે પહોંચાડી શિવધામ.
| ૮ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org