________________
પ્રકરણ-૭
૩૪૭
હિતેચ્છુ મંડળના એક સભ્ય પાર્શ્વનાથ નામના સંવેગરસ ચંદ્રાવળાની રચના કરીને જૈન સમાજને ચરણે ભેટ ધરી છે. જે વસંત ઋતુમાં ગાવા માટે ઉપયોગી છે. જૈન સાહિત્યમાં વસંતનો પદો, હોરી ગીતો જેવી રચનાઓ થઈ છે “ફાગણ કે દિન ચાર' પુસ્તકમાં આ પ્રકારની કૃતિઓ પ્રગટ કરવામાં આવી છે. વસંત અને ફાગણ માસ તેમાં હોળીનું પર્વ એ ઘોર મિથ્યાત્વની ઉપાસનાનું છે. આ મિથ્યાત્વથી બચવા માટે જૈન કવિઓએ આધ્યાત્મિક પદોમાં વસંત-હોરીનું રૂપકાત્મક નિરૂપણ કરીને જૈન સમાજ અધ્યાત્મના રંગે રંગાઈને ભક્તિમાં નિમગ્ન થાય તેવો શુભહેતુ રહેલો છે. આ રચનામાં પાર્શ્વનાથ ભગવાનનાં પાંચ કલ્યાણક પાંચ પ્રકરણમાં વિભાજિત કરીને વર્ણવ્યાં છે. નામ ચંદ્રાવળા છે પણ તુલનાત્મક રીતે વિચારીએ તો આ કૃતિ “વધાવા', “પંચકલ્યાણક સ્તવન,” “પંચકલ્યાણક પૂજા સાથે પૂર્ણ રીતે સામ્ય ધરાવે છે. તેમાં મુખ્યત્વે “ચંદ્રાવળા' દેશીનો પ્રયોગ થયો હોવાથી ચંદ્રાવળા નામ આપવામાં આવ્યું છે. સત્તરમી સદીના કવિ સમયસુંદરે શ્રી જિનચંદ્રસૂરિ ચન્દ્રાઉલા ગીતમની રચના કરી છે આ કૃતિ “કુસુમાંજલિ' નામના કાવ્ય સંગ્રહમાંથી પ્રાપ્ત થઈ છે. કવિ જિનચન્દ્રસૂરિનો મહિમા દર્શાવીને ચોથી કડીમાં “ચન્દ્રાઉલા' શબ્દ પ્રયોગ કર્યો છે. એ ચન્દ્રાઉલા ભાસ મઈ ગાઈ, પ્રીતિ સમયસુન્દર મતિ પાઇ.”
ખરતરગચ્છના ગચ્છાધિપતિ ગુરુ જિનચન્દ્રસૂરિના આગમનની સકળ સંઘ પ્રતીક્ષા કરે છે. ગુરુજી પધાર્યા-સંઘ તરફથી ઉત્સવ થયો. રમીયો હર્ષપૂર્વક ગુરુને વધાવીને મંગલ ગીત ગાય છે. ગુરુની અમૃત સમ મધુર વાણી દર્શનથી દુઃખ દૂર થાય નયનોમાંથી અમી વૃષ્ટિ થવી વગેરે દ્વારા ગુરુ ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે.
૨૨. રેલઆ દરેક કાવ્યપ્રકારની સંજ્ઞાનો કોઈ અર્થ હોય છે. શબ્દાર્થ અને ભાવાર્થની કાવ્ય પ્રકારનો અર્થ બોધ થાય છે. “રેલુઆ' કાવ્ય વિશે આવો કોઈ ઉલ્લેખ મળતો નથી. જેસલમેરના ઉપાશ્રયના જ્ઞાનભંડારમાં પુષ્પિકા નામની પુસ્તિકાનાં થોડાં હસ્તલિખિત પેજ મળે છે તેમાં રેલુઆ શબ્દપ્રયોગ થયો છે. તેનો સમય સં. ૧૪૩૭નો છે. એટલે ૧૫મી સદીમાં આ પ્રકારના કાવ્યની રચના માનવામાં આવે છે. રેલુઆમાં કોઈ એક છંદનો પ્રયોગ હોય છે. લોકગીતની ચાલમાં આ કાવ્યરચના ધ્રુવ પંક્તિથી ગેયતાને સિદ્ધ કરે છે. તેના પર લોકગીતની રચનાનો પ્રભાવ નિહાળી શકાય છે. રેલુઆ શબ્દને “રેહુવા' નામથી ઓળખવામાં આવે છે. “રેલુઆ' સંજ્ઞાવાળી ઉપલબ્ધ કૃતિઓની સૂચી નીચે પ્રમાણે છે. ૧ જિનકુશલસૂરિ રેલુઆ
ગા. ૧૦ જયધર્મગણિ પત્રાંક ૪૧૨મે ર શાલિભદ્ર રેલુઆ
ગા. ૮ પત્રાંક ૪૧૪ મેં ૩ ગુરાવલી રેલુઆ
ગા. ૧૩ સોમમૂર્તિ પત્રાંક ૪૩૮ ૪ શ્રીજિનચન્દ્રસૂરિ રેલુઆ
ગા. ૮ ચારિત્રગણિ પત્રાંક ૪૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org