________________
૩૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ‘નિર્વાણ' સંજ્ઞાવાળી કૃતિઓ ગુરુગુણ મહિમા ગાવાની સાથે પૂર્વાચાર્યોના જીવનની દીક્ષા, શાસનપ્રભાવનાનાં કાર્યો અને અંતકાળના વર્ણનને કેન્દ્રમાં રાખીને રચાઈ છે.
૨. શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસ. ૩. શ્રીવિજયસેનસૂરિ નિર્વાણ રાસ. ૪. શ્રીહીરવિજયસૂરિ નિર્વાણ
આ રીતે “નિર્વાણ' સંજ્ઞાવાળાં કાવ્યોની સંક્ષિપ્ત માહિતીની નોંધ કરવામાં આવી છે. સંદર્ભ : જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય પા-૧૪, પા-૪૫, ૧૫૯ પા. ૨૦૩.
૧૮. ચાબખા સમાજમાં પ્રવર્તતી અસામનતા, દંભ, સાંપ્રદાયિક સંકુચિતતા, ઢોંગી ગુરુઓનાં ધતિંગ, વહેમ, રૂઢિની જડતા, અંધશ્રદ્ધા વગેરેમાં સમાજના લોકો ફસાયેલા હતા, એમને જાગૃત કરવા માટે અને સત્ય સમજાવવા માટે જ્ઞાની કવિઓએ કઠોર વાણીમાં ધારદાર અને વેધક અભિવ્યક્તિ કરતી કેટલીક રચનાઓ કરી હતી તે “ચાબખા” નામથી પ્રચલિત થઈ છે : તેમાં ભોજા ભગતના ‘ચાબખા” વિશેષ લોકપ્રિય છે, ભોજા ભગતે યોગ સાધના કરી હતી. પંદર દિવસ ધ્યાન મગ્ન સ્થિતિમાં રહ્યા પછી ઉપદેશ વાણી પ્રગટ થઈ તે “ચાબખા' કહેવાય છે. કેટલાક પંક્તિઓ ઉદાહરણ તરીકે નોંધવામાં આવી છે.
મૂરખની દાઢી થઈ ધોળી રે, હૃદયમાં જોયું ન ખોળી રે. મૂરખા જનમ ગયો તારો રે, બાંધ્યો પાપણો ભારો રે.
મૂરખો મોટી રહ્યો મારું રે, આમાં કોઈ નથી તારું રે. પ્રભુ સેવા માટે કવિ જણાવે છે કે પ્રાણિયા ભજીલેને કિરતાર, આતો સપનું છે સંસાર. ભજન કરો તો ભવ મટે, સંત શબ્દ ધરજો કાન. પ્રેમપદને પામવા તું મેલી દે મનની તાણ. ભોજા ભગતે ભાષાનો માત્ર એક સાધન તરીકે ઉપયોગ કરીને પોતાના ચિંતનાત્મક વિચારો રજૂ કર્યા છે. તેમાં આત્મજાગૃતિ અધ્યાત્મિક સ્પર્શનાની અનુભૂતિનો રણકાર સંભળાય છે.
જૈન સાહિત્યમાં “ચાબખા”ની રચના એક માત્ર ખોડીદાસ સ્વામીની પ્રાપ્ત થાય છે. અત્રે એમના ચાબખાની સમીક્ષા અને મૂલ ૩ ચાબખા પ્રગટ કરવામાં આવ્યા છે. લોક જાગૃતિ કેળવવા માટે આ પ્રકારની રચના વેધક અસર પહોંચાડે છે. કડવા કારેલાના ગુણ ન હોય કડવા એ ન્યાયે કડવી, તીખી વાણી જીવન ઘડતરમાં ઉપયોગી-પોષક નીવડે છે. અખા ભગતના છાપ્પામાં પણ “ચાબખા' જેવી વિચારો પ્રગટ થયા હતા. સમકાલીન સામાજિક અને રાજકીય પરિસ્થિતના પ્રભાવથી “ચાબખા' રચાય છે તેની વિગતવાર માહિતી અત્રે પ્રગટ કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org