________________
૩૩૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ગોર વાદલ અતિગુણિ સૂરવીર સિરતાજ, ચિત્રકોટ કીધઉ ચરીત સાંમી ધરમસિરતાજ. સરસકથા નવરસસહિત વીર શૃંગારવિશેષ, કહિસ્ય કવિતા કિલ્લોસ સું પૂરવકથા સંખેપ. પદ્મનિ પાલ્યો સીવ્રત વાદલ ગોરો વીર,
શિલવીર ગાવત સદા ખાંડ મિલી ઘૂત વીર. સંદર્ભ : જૈન ગૂર્જર કવિએ ભા. ૪-૧૫૭
૧૪. વિલાસ વિલાસ' સંજ્ઞાવાળી બે કૃતિઓની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. વિલાસનો અર્થ સુખ-સમૃદ્ધિમાં મસ્ત બનીને સમય પસાર કરવો. ભોગવિલાસ જેવો શબ્દ પણ વ્યવહારમાં પ્રચલિત છે. અહીં સાહિત્યની દૃષ્ટિએ વિચારીએ તો વિલાસનો અર્થ આત્માની શુદ્ધ વિચાર ધારામાં રમખાણ થવાની પ્રવૃત્તિ અશુભ વિચારોને બદલે શુભ વિચારો દ્વારા નિજાનંદની અનુભૂતિ કરવાની માનવાની એક અનુકરણીય-અનુમોદનીય ક્રિયા.
- વિવેક વિલાસના સલોકો રૂપકાત્મક છે તેમાં નિવૃત્તિની પ્રવૃત્તિએ વિવેક વિલાસ છે. જ્યારે પ્રવૃત્તિની જે જે ક્રિયાઓ છે તે સર્વ અશુભ હોઈ આત્માને કર્મબંધથી વજસમાન ભારે બનાવે છે.
બીજી કૃતિ ભાવના વિલાસ છે તેમાં આત્મા પોતાના સ્વરૂપને પામવા માટે ધર્મધ્યાન તરીકે બાર ભાવના ચાર ભાવના લાવે છે તે આધ્યાત્મિક રીતે આત્મવિકાસની પ્રવૃત્તિ છે એટલે આત્મ સ્વરૂપમાં રમણતા મેળવવા માટે ભાવના શુભ નિમિત્ત છે. સંદર્ભ : પ્રકરણ - ૨ સલોકો નં. ૧૧
- વિવેક વિલાસના સલોકો ૧. વીશા શ્રીમાળી જ્ઞાતિના દેવચંદ્ર નામના શ્રાવકે સં. ૧૯૦૩ માગશર શુદિ-૧૩ના રોજ વિવેકવિલાસ સલોકોની રચના કરી છે.
આ રચના રૂપકાત્મક શૈલીમાં છે. તેનો પરિચય આ સાથે પ્રગટ કરવામાં આવ્યો છે. આદિ-સરસતિ માતા તુમ પાયે લાગું દેવગુરૂ તણી આગના મણું,
કાયાનગરીનો કહું શલોકો એક ચિતથી સાંભળજો લોકો. અંત- ઓગણીસે ત્રણનો માગશર માસ શુક્લ પક્ષનો દિવસ ખાસ,
તિથિ તેરશ મંગલવાર કર્યો શલોકો બુદ્ધિ પ્રકાસ.
૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org