________________
૩૩૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
ગચ્છ આ. જયકલ્યાણશિષ્ય, તપાગચ્છ પટ્ટાવલી આ. સોમવિમલ, આગમગચ્છ પટ્ટાવલી મુનિરત્ન, ગણધર પટ્ટાવલી. ઉપા. વિનયવિજયજીગણિ બૃહદ્ગચ્છ ગુર્જાવાન મુનિમાલ કવલગચ્છ પટ્ટાવલી સિદ્ધસૂરિશિષ્ય, કલ્પસૂત્ર સ્થવિરાવલી મુનિ દર્શનવિજય પટ્ટાવલી રચના જે તે ગચ્છના પાટ પરંપરાએ થયેલા ગુરુ ભગવંતોનો સંદર્ભ દર્શાવે છે ગુર્નાવલીમાં ગુરુ ભગવંતોનો ઐતિહાસિક સંદર્ભ પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યમાં આ પ્રકારની રચનાઓને પણ રાસ' સંજ્ઞા આપવામાં આવી છે તો વળી ગુર્વાવલી સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી અને ત્યાર પછી પાટ પરંપરાએ થયેલા પૂર્વાચાર્યોની માહિતી કવિરાજ દીપવિજયની પટ્ટાવલીમાંથી પ્રાપ્ત થાય છે બાકીની પટ્ટાવલીઓમાં જે તે ગચ્છના આચાર્યોની માહિતી મળે છે. એટલે પટ્ટાવલી જૈન ધર્મના ગુરુ ભગવંતોની ઐતિહાસિક માહિતી આપતી કિંમતી દસ્તાવેજ સમાન રચના છે. કાવ્ય ઢાળ બદ્ધ છે પણ વિગતો જૈન ધર્મના ઇતિહાસનું આધારભૂત સાધન છે.
આ હરિભદ્રસૂરિના વર્ણનની માહિતી નીચે પ્રમાણે છે.
દુહા
છે . ?
૧. ચિત્રકૂટ ગઢમેં તદા, સંવત પાંચ મઝાર,
રાજ કરે મહાભુજ બલી રાવલ સંગતકુમાર. તેહ નયરમેં વિપ્રો, હરિભદ્ર ઈણ નામ, પૂરવ સંજોગે હુઓ વિદ્યાકુંભ સુધામ. પ્યાર વેદ ખટ અંગ છે, ઉપનિષદ છતીસ, પરિશિષ્ટ બહોતેર મિલી સહુ ગ્રંથ લખવીશ. વીસ લાખ એ ગ્રંથ છે ચાર વેદકોમાંન, વિધા ચઉદ નિધિ સમો હરિભદ્ર ભટ જાન. ધરે ગૌરવ મનમાં ઇસ્યો જગનહિ વાદી કોપ, વિદ્યાવાદ વિના તવા પેટ આફરો હોય. જે વાદિ હાં રે તકો ચરે ઘાસ પીઈ નીર, મુજને જીતે તેહનો શિષ્ય હોઉં તસતીર. પેટે પટબંધન કરી કરી પ્રતિજ્ઞા એમ,
નિજ પટકર્મ નિત રહે ચિત્રકૂટ બિચ ખેંમ. તપગચ્છ ગુર્નાવલી-કવિ વિનયસુંદર ગણિએ સંવત ૧૬૫૦માં રચી છે. તેની ચારે પંક્તિઓ નીચે પ્રમાણે છે. કવિએ આ પટ્ટાવલીમાં પટધર તરીકે થયેલા ગુરુ ભગવંતોનો નામોલ્લેખ કર્યો છે (પા. ૧૬૩)
(e)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org