________________
૩૦૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
૬૦. ઓગણત્રીશી કવિ ગુણસાગરે મન ઓગણત્રીશી સઝાયની રચનામાં મન મરકટ સમાન અસ્થિર, મેલું હોવાથી પાપનો બંધ થાય છે અને ભવભ્રમણ વૃદ્ધિ થાય છે માટે મનને સ્થિર કરી આરાધના કરવાથી મુક્તિ મળે છે. આ વિચારને અનુરૂપ કેટલાંક દૃષ્ટાંતો દ્વારા ઓગણત્રીશીની રચના જીવાત્માને નરભવ સફળ કરવા માટે બોધદાયક બને છે. ૨૬-૨૮
એ મન ચંચળ ચિહું દિશે ડોલતું ન ગણે કામ અકામ, ક્ષણ નરપતિનાં રે ક્ષણ સુરપતિ તણાં વછે સુખ અભિરામ. ૨ જો મન હેલ્થ રે અતિ ઘણું મોકળું જાણો કુંડરિક અણગાર, ચારિત્ર ખોંયરે સહસ વરસતણું પહોંત્યો નરકમઝાર. ૫ બહુ બહુ ભવનાંરે બહળાં સંચીયાં પોઢા પતક દેખ, શુદ્ધ મને જે તે ક્ષણમેં કરે એ જિન વચન વિશેષ જીવ. ૨ માથે ઘટ ધરી નટવી નાચતી વંશ ચઢતી રે જોય, બ્રાહ્ય પ્રકારે જનમન રીઝવે મનઘટ ઉપરે રે હોપજીવા. ૨૬ સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા ચલવિત સંઘ ઉલ્લાસ, શુદ્ધ પ્રણામે રે વરતે તેહનો હું ભવ ભવનો રે દાસ જીવ. ૨૮
૬૧. બત્રીસી કવિ વિદ્યાપ્રભસૂરિએ આત્મભાવના બત્રીશીની ૩૨ કડીમાં રચના કરી છે. તેમાં આત્મા પોતાના દુષ્કૃત અને પાપ કૃત્યોની નિંદા કરીને પ્રભુ ઉદ્ધાર કરે એવી ભાવના વ્યક્ત કરી છે. કવિએ દુહા પદબંધમાં રચના કરીને પ્રારંભમાં પાર્શ્વનાથ ભગવાનનું નામ સ્મરણ કર્યું છે.
પાસ જિણેસર પયનમી, સમરી સરસતી માય, મુજ વિતક બોલઉં સહી, નિસુખોશ્રી જિનરાજ. માયા માંડી અતિ ઘણી ભામિ પાડ્યા લોક, આપ કાજ કીધઉં નહિ મેલ્યાં ઉપગરણ ફોક. મઈ સિદ્ધાન્ત ભણ્યા ઘણા પરરીઝવાની કામી, પણિ હોયડઉં ભેદિઉં નહિ સુણો સંપીસર સ્વામિ. ૧૧ સાધુ સાધુ પોકાર કરી શ્રાવક પડ્યા પાસ, પર નિદા કીધી ઘણી ધરમખરું મુજ પાસ. આચરણા આશા ભણી લોપીઉં મÚવદીવાદ, સુઘઉ નરગ ઉલવી માંડિલે મિથ્યાવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org