________________
૩૧૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા શબ્દો છે.
શ્રી શ્રેયાંસ નરેસ૩ બેઠા ચોબારા બહાર, પ્રભુજીને ફરતા રે નીરખીયા વહોરવે નહીં કોઈ આહાર. /૧૪ શ્રી શ્રેયાંસ નરેસરૂ મોકલ્યા સેવકસાર, પ્રભુજી પધારો રે પ્રેમશું છે સુઝતો આહાર પ્રથમ. (૧૫) સો દશ ઘડી ત્યાં લાવીયા શેરડી રસનો રે આહાર,
પ્રભુજીને વહોરાવે પ્રેમશું વહોરવે ઉતમ ભાવ પ્રથમ. /૧ell સંદર્ભ : જિન-ગુણ મંજરી પા. ૨૩૯-૨૪૦
૨. નેમનાથનો ચોક જૈન સાહિત્યની એક વિશિષ્ટતા છે કે તેમનાથ વિશે લગભગ દરેક કાવ્ય પ્રકારમાં નાની-મોટી કૃતિઓ પ્રાપ્ત થાય છે. નેમનાથની ચુંદડી, નેમનાથનો ચોક જેવી રચનાઓ દ્વારા કવિઓએ નેમરાજુલની જુગલ-જોડીના અમર સ્નેહની ગુણ ગાથા ગાઈ છે. કેટલાક શબ્દ પ્રયોગોમાં શબ્દાર્થ નહિ પણ કૃતિને આધારે લક્ષ્માર્થ નિયમ કરીને તેનો પરિચય આપવામાં આવ્યો છે. તેમનાથને “ચોક'માં ચોક શબ્દ વિશે નીચેની માહિતી મળે છે.
ચોક” ગામ કે નગરનો મુખ્ય માર્ગ ચાર રસ્તાવાળી જગા. ચોક એક પ્રકારની ગાવાની રીત-શૈલી.
- ચોક એટલે લાવણી કાવ્યમાં આવતી એક કવિતા. તેમાં ચાર કે આઠ કડીની રચના હેય છે, ટૂંકમાં ચોક એટલે ગેય કાવ્ય રચના એમ સ્પષ્ટ સમજાય છે. લાવણીમાં ટેક હોય છે ૧ કડી અસ્તાઈની ૨-૩ કડી અંતરાની ૩-૪ ઝુલની છેલ્લી વાળવાની એમ ટેક રચના હોય છે. અત્રે કવિ અમૃત વિમળકૃત નેમનાથનો ચોક પ્રગટ કરવામાં આવ્યો છે અને તેની મહત્વની વિગતો નોંધવામાં આવી છે.
કવિ એ કાવ્યના આરંભમાં નેમનાથના લગ્નના પ્રસંગનું નિરૂપણ કર્યું છે. તેમનાથની જાન આવશે એવી રાજુલ પક્ષની સખીઓ અને સ્નેહીઓ સુમધુર કલ્પના દ્વારા આનંદ વિભોર બની ગયાં છે.
બીજી. ઢાળમાં નેમજીના આગમન પ્રસંગે પશુઓના પોકાર સાંભળીને જીવદયા ચિંતવીને તોરણથી રથ પાછો ફેરવીને ગઢ-ગિરનાર પહોંચી સહસાવનમાં નેમકુમાર સંયમ સ્વીકારે છે. આ પ્રસંગે રાજુલ મૂછ પામી વિરહાવસ્થાની અનુભૂતિ કરે છે શૃંગાર રસની અનેરી સૃષ્ટિમાંથી પશુઓના પોકારનું નિમિત્ત કરુણ રસની સૃષ્ટિમાં અનેરું પરિવર્તન થાય છે. ત્રીજી ઢાળમાં રાજુલા ચિત્તની સ્થિતિનો ઉલ્લેખ કરીને રાજુલ સંયમ સ્વીકારે છે તેની માહિતી આપી છે. રાજુલ કહે છે કે તમે મને એકલી મૂકીને ચાલ્યા ગયા. પણ હું તમને છોડવાની નથી. હું તમારા પંથે આવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org