________________
પ્રકરણ-૪
૨૭૧ સજઝાયમાં આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય ગર્ભિત રીતે સ્થાન પામેલો છે. સ્તવન એક વ્યક્તિ બોલે છે, લોકો સમૂહમાં ભેગા થઈને ગાય છે અને ગવડાવે છે. જ્યારે સઝાય તો આત્મચિંતનનો વિષય હોવાથી સ્વકેન્દ્રી બનીને શુદ્ધ સ્વરૂપ પામવાની સ્થિતિમાં એકરૂપ બનવાનું છે. એટલે એક વ્યક્તિ સજઝાય બોલે છે અને અન્ય વ્યક્તિઓ તેનું સ્વાધ્યાયરૂપે શ્રવણ કરીને તેનું હાર્દ પામે છે.
રાગ એ સંસાર અને કર્મનાં બંધન ઉત્પન્ન કરે છે. જ્યારે વૈરાગ્ય એ બંધનમાંથી મુક્તિ અપાવનાર આત્મ સ્વરૂપની અવર્ણનીય અલૌકિક ઝાંખી કરાવવામાં સફળ નીવડે છે. સંસારી જીવો આની સજઝાયના શ્રવણથી પાપમય પ્રવૃત્તિથી અટકે અને પાપ ભીરુ બની કર્મબંધનની પ્રક્રિયામાં લપટાય નહિ અને તેના માધ્યમ દ્વારા ધર્મના સિદ્ધાંતોનો પરિચય થાય એવી ઉત્તમ ભાવના તેમાં રહેલી છે. સઝાયનો આનંદ પ્રત્યે મૈત્રી ભાવ કેળવાય ને દાનવમાંથી માનવ, મહામાનવ ને પ્રભુ પદની પ્રાપ્તિ થાય તેવો અલૌકિક આનંદ અનુભવી શકાય તેમ છે.
| મુનિ ઉદયરત્ન કૃત જૈન સક્ઝાયમાળામાં વિવિધ વિષયોની સઝાયોનો સંગ્રહ છે. જેનાથી આ સ્વરૂપનો સાચો ખ્યાલ આવે છે. પદ્મ વિજય, રૂપવિજય, પ્રીતિવિમલ મુનિ, સમયસુંદર, કનક-કીર્તિ મુનિ, રત્નસાગર, લબ્ધિવિજય, ઉદયવાચક, દીપવિજય, વીરવિજય, જશવિજય, જ્ઞાનવિમલ, સૌભાગ્યવિજય, માનવિજય, લાભવિજય, ઇન્દ્રિવિજય, આનંદઘન, ચિદાનંદ મુનિ, વૃદ્ધિવિજય, ધનમુનિ, ધર્મરત્ન મુનિ, હીરવિજય આદિની સઝાયોનો વૈભવ જ્ઞાન ધ્યાન દ્વાર આત્મ રમણતામાં અનન્ય પ્રેરક છે.
જૈન મુનિઓએ સક્ઝાયની શબ્દ અર્થ અને ભાવસભર રચનાઓ કરી છે. રૂષભદાસ શ્રાવકે એક સંસારી તરીકે આવી રચના કરી છે. જિનદાસ, દેવચંદ્ર, શ્રાવકોની આવી રચનાઓ જોવા મળે છે. આ રીતે સઝાયનું સ્વરૂપ જૈન સાહિત્યમાં વિશિષ્ટ અંગ છે. સઝાયની અંતિમ કડીમાં એના રચયિતા મુનિનું નામ આવે છે. કોઈ કોઈ વાર રચના કરનાર મુનિ પોતાના ગુરુનું નામ પણ દર્શાવે છે. સઝાય માળાના ભાગ-૧થી ૪ એ જૈન સાહિત્યનો વૈવિધ્યપૂર્ણ મૂલ્યવાન વારસો છે. આ રચનાઓ ધર્મ અને સાહિત્યની દૃષ્ટિ અને જીવન ઘડતરમાં અનન્ય પ્રેરક, વૈરાગ્ય વર્ધક, ધર્મ ભાવનામાં અભિવૃદ્ધિ કરનાર, સમતા રસ-ઉપશમ ભાવમાં આલંબનરૂપ સઝાયનું સ્વરૂપ એની રચના-રીતિ, અલંકાર રસ અને ગેયતાને લીધે ઘણું નોંધપાત્ર તથા પ્રતિભા સંપન્ન છે.
સજઝાયમાં પૂર્વ મહર્ષિઓના ગુણોથી ભરેલા સ્વાધ્યાયો, વિષયોની વિષમતા, કષાયોની કટુતા અને ઇન્દ્રયોની અસારતાદિકનું વેધક વાણીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે.
સજઝાય વિશે પંડિત મફતલાલ ઝવેરચંદે પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું છે કે, સઝાયનું ગેય સાહિત્ય ખૂબ વૈરાગ્યવાદી સાહિત્ય છે. જે ઉપદેશ કે ઉત્સવ અસર ન કરી શકે તે એકાદ સઝાયનું શ્રવણ માણસના ચિત્તને ડોલાવી શકે છે અને ધર્મ માર્ગમાં વાળી શકે છે. સામાન્ય જનતાને તત્ત્વનું જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું પોષણ તો સઝાય દ્વારા થાય છે. સઝાયોમાં સેંકડો ચરિત્રો ગૂંથાયેલાં છે. વૈરાગ્યની સાથે કરણીય કાર્યો અને ઉપદેશ પણ તેમાં રહેલા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org