________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
ભારતમાં વિવિધ ધર્મો, પંથો, મતો અને સંપ્રદાયોની વિપુલ સંખ્યા છે. પ્રત્યેક મતની અલગ વિચારધારા, ક્રિયાકાંડ વગેરે વિવિધ સ્થળોએ ચાલતી હોય છે આ ધાર્મિક માન્યતાઓમાં સંઘર્ષ પણ થાય છે પરિણામે ધર્મ દ્વારા સામાજિક અને રાષ્ટ્રીય શાંતિ ને સુવ્યવસ્થા સ્થાપવામાં પ્રયત્નોમાં નિષ્ફળતા મળી છે. સરકારી સૂત્રધારો વારંવા૨ ધાર્મિકને રાષ્ટ્રીય એકતા વિશે જાહેરમાં નિવેદન કરે છે. ધાર્મિક સહિષ્ણુતા વગર આ શક્ય નથી. ધર્મઝનૂનનો ત્યાગ કરીને રાષ્ટ્રમાં શાંતિ યથાવત્ રહે તો જ ધર્મની આરાધના શકય છે. ધર્મ આત્મસાધના માટે છે તે માટે સર્વધર્મ સમભાવ કેળવાય તેવી રીતે યશોવિજયજી ઉપા. અને આ. બુદ્ધિસાગરસૂરિની ગીતા અને એનું અર્થઘટન વર્તમાન પરિસ્થિતિમાં જૈન-જૈનેતર વર્ગને માટે માર્ગસૂચક બને છે.
૨૯૦
વ્યવહાર શુદ્ધિ કે જીવન શુદ્ધિ વગર ધર્મ માર્ગમાં કોઈ પ્રગતિ થઈ શકતી નથી. રાગ દ્વેષનો ત્યાગ એ જ મોટામાં મોટો ધર્મ છે એમ અર્હદ્ ગીતા અને અન્ય ગીતાઓમાંથી સારરૂપે વિચાર પ્રાપ્ત થાય છે. ધર્મ દ્વારા “વાર રતાનામ તુ વસુધૈવ કુટુંબમ્''ની ભાવના વિકસિત થાય તે માટે ગીતાની વિચારધારા કાર્યરત છે એમ જાણીને આ ગીતાઓનું અધ્યયનને અધ્યાપન સ્વ-પરના કલ્યાણમાં સહયોગ આપે છે.
આત્મા વિશે આગમ ગ્રંથોથી પ્રારંભ કરીને પૂર્વાચાર્યો અને અન્ય વિદ્વાનોએ પોતાની આગવી શૈલીમાં ગદ્ય-પદ્ય કૃતિઓનું સર્જન કરીને ભવ્યાત્માઓને મૂળસ્વરૂપ પ્રાપ્તિ માટે અવિરત પ્રયત્નો ચાલુ રાખવાની પ્રેરણા આપી છે. એવા જ એક મહાન યોગી આનંદઘનજીની વિચાર સૃષ્ટિમાં પણ આત્મા વિશેના—અધ્યાત્મના વિચારોની પ્રેરક સામગ્રી રહેલી છે. પૂ. શ્રીના શ્રેયાંસનાથના સ્તવનમાં તેનો ઉલ્લેખ મળી આવે છે. આ પંક્તિઓ નિત્ય સ્વાધ્યાય કરવા યોગ્ય છે એ ગીતાના વિચારોની સાથે સામ્ય ધરાવે છે એટલે વિશેષ નોંધ તરીકે અત્રે પ્રગટ કરવામાં આવી છે.
સયલ સંસારી ઇન્દ્રિયરામી મુનિગુણ આતમરામીરે, મુખ્ય પણ આતમ રામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી શે. ૨ નિજસ્વરૂપ જે કિરિયા સાથે તેહ અધ્યાતમ લહીએ રે,
જે કિરિયા કરી ચગતિ સાધે તે ન અધ્યાતમ કહીએ રે. શ્રી શ્રે. ૩
નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ કંડો રે, ભાવ અધ્યાતમ નિજગુણ સાધે તો તેહશું રઢ મંડો રે. શ્રી. શ્વે. ૪
જૈન ગીતા કાવ્યો જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને સમજવા માટેનું આધારભૂત સાધન છે તેનો વિશેષ ઉપયોગ કરીને માનવ જન્મમાં જ પ્રાપ્ત કરવા લાયક સત્લાન મેળવીને ધર્મને મોક્ષ પુરુષાર્થની સાધનામાં પ્રવૃત્ત થવા માટેનો સૌ કોઈએ સ્વીકારવો જોઈએ.
ગીતા એટલે અધ્યાત્મ વિદ્યાનો અનુપમ, અદ્વિતીય અને અલૌકિક ગ્રંથ છે કે જેમાં માનવજન્મની સાર્થકતાનું પરમ ઇષ્ટ લક્ષ મોક્ષ છે તેનું સ્વરૂપ જાણવાનું એક આધારભૂત સાધન છે અને તે સ્વરૂપ જાણ્યા પછી તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ દ્વારા સિદ્ધિ મળે તે વાત સર્વ સ્વીકૃત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org