________________
પ્રકરણ-૫
છંદમૂલક કાવ્યપ્રકારો “મતિજ્ઞાન અને મતિ અજ્ઞાનમાં જ્ઞાનતત્ત્વ રહેલું હોવા છતાં એકમાં સમાન છે બીજામાં મિથ્યાત્વ છે. માણસના જીવનમાં જ્યાં સુધી મિથ્યાજ્ઞાન સંશયજ્ઞાન રહેલું હોય છે. ત્યાં સુધી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી માટે સમ્યજ્ઞાન મેળવવામાં પુરુષાર્થ કરવો એ જ શ્રેષ્ઠ સુકૃત ગણાય છે.”
ચોપાઈ ૧. કેટલાક કવિઓએ રાસ અથવા ચોપાઈ એવો શબ્દ પ્રયોગ કરીને કૃતિઓ રચી છે તેમાં ચોપાઈ શબ્દ દ્વારા ચોપાઈ છંદનો પ્રયોગ એવો અર્થ સમજવાના છે કવિ મંગલધર્મ (જ્ઞાનરૂચિ)ની કૃતિના અંતમાં “ચઉપઈ ચોપાઈનો ઉલ્લેખ છે. અને તે છંદનો પ્રયોગ થયો છે.
નેમિનાથ ચતુષ્યદિકા નામની પ્રાચીન કૃતિ ચોપાઈના સંદર્ભમાં આધારભૂત ગણાય છે. ચતુષ્યદિકા શબ્દ ઉપરથી ચાર પદ-પંક્તિવાળી રચના એમ અર્થ થાય છે. રાસ રચના પછી દીર્ઘ કાવ્યો માટે ચોપાઈનો મોટા પ્રમાણમાં પ્રયોગ થયો છે.
૪૨. ચોપાઈ છંદ માત્રા ૧૫ ચરણ ચાર તાલ ૧, ૫, ૯, ૧૩મી માત્રાએ સ્વરૂપ દાદા દાદા દાદા ગાલ - ચંદ્રગચ્છિ દેવભદ્ર ઉવઝાય તિણિ ઉઠારી ઉકિયાસમુદાય, રયણાગરગચ્છિ ગુરૂ ગુણભૂરિ જગતિલક જયતિ લેહ સૂરિ. ૨૬ રણસિંહરિ મુનિવર પાટિ ઉદયવલ્લભસૂરિ તેહનાપાટિ, જ્ઞાનસાગરસૂરિ ગચ્છાધીશ જયવંત ભવિયાં પૂરાં જગીસ. ૨૭ મુનિવર વાચકશ્રી ઉદયધર્મ જાગિઉ આગમ શાસ્ત્રહમર્મ, તાસ પસાઈ ફલઈ કર્મ, જ્ઞાન રૂચિ ભણઈ મંગલ ધર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org