________________
પ્રકરણ-૪
૨૭૫
સામાજિક પ્રતિષ્ઠા બની જાય છે. તેનાથી આત્માનું કોઈ શ્રેય થતું નથી. ભગવાન મહાવીરના શ્રાવકો આનંદ અને કામદેવ જેવા ઘણી જવાબદારીવાળા હતા છતાં તેમાંથી સમય કાઢીને શ્રાવક ધર્મનું પાલન કરતા હતા. ધર્મમાં સંતોષ માનવાનો નથી. એ તો ભવોભવ આરાધના થાય અને મુક્તિ મળે ત્યાં સુધી મુશળધાર વૃષ્ટિ સમાન આચરવાનો છે. સ્ત્રી, ધન અને ભોજનમાં સંતોષ માનવો. બાકી ધર્મ, જ્ઞાન અને આરાધનામાં સંતોષ માનવો નહિ. પમ્પી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણની સઝાય સંસાર દાવાનળની સ્તુતિ દ્વારા થાય છે.
“સંસારદાવાનળ દાહ નીરં, સંમોહ પૂલી હરણો સમીરે, માયા રસાદારણ સીરે, નમામિ વિર ગિરિ સાર ધીરે.”
સાર
સઝાયના આરંભમાં સંસાર, દાવાનળ છે એમ જણાવીને આત્માને ચેતવણી આપી ભગવાન મહાવીર સ્વામીની વિશેષતા દર્શાવી છે અને નમસ્કાર કર્યાનો ઉલ્લેખ થયો છે.
સંસાર એટલે શુભાશુભ કર્મ ભોગવવા માટેનું સ્થાન અને મોક્ષની સાધના માટેનું સાધન. સંસાર એટલે ચાર કષાયની ચંડાળ ચોકડી કર્મબંધ કરીને ભવભ્રમણ કરાવે છે તેનો નાશ કરવા માટે પ્રભુ મહાવીર અને એમને પ્રતિપાદન કરેલા ધર્મની આરાધના એ જ ઉત્તમોત્તમ માનવ જન્મનું કાર્ય છે.
સઝાયનો આ ભાવ પ્રતિક્રમણમાં આવી જાય તો આત્માની જાગૃતિ અવશ્ય થાય અને તે માર્ગે પ્રવૃત્ત થયા વિના રહે નહિ.
સઝાય આત્માનો સ્વાધ્યાય છે એમ જાણીને સઝાયના હાર્દને પામવા માટે ને પુરુષાર્થ થાય તો આત્મભાવને આત્મદશાનો પરિચય થાય. સઝાય શ્રવણથી એક કદમ આગળ વધીને અર્થ અને ભાવ સમજવાનો પ્રયત્ન સાફલ્ય ટાણું બની રહે છે.
જૈન સાહિત્ય સર્જનરાયની સૃષ્ટિ વિશાળ પટ પર વિસ્તરેલી છે. તેમાં વિષય વૈવિધ્યની સાથે સજઝાયનો પ્રધાનસાર ત્યાગ અને વૈરાગ્યનો છે તે ચરિતાર્થ થયેલો નિહાળી શકાય છે. આ સાથે કેટલીક સઝાયનો નામોલ્લેખ કરવામાં આવ્યા છે અને દૃષ્ટાંતરૂપે સજઝાયોની નોંધ કરી છે તે ઉપરથી સઝાય સ્વરૂપની મહત્તાની સાથે જ્ઞાનમાર્ગની અવનવી માહિતી પ્રાપ્ત થાય છે. રત્નત્રયીની આરાધનામાં સતત પ્રાણ વાયુ પૂરો પાડનારી સઝાયની દુનિયામાં રાચતો આત્મા સમત્વ ભાવ પામી વૈરાગ્ય વારિપ્ત બની કામધંધ અટકાવી આત્મસુખમાં રમખાણ રહે છે. એવી સઝાયોની વિવિધતાનો નામોલ્લેખ પણ આત્માને વૈરાગ્ય ભાવ કેળવવાનું શુભ નિમિત્ત છે. ચરિત્રાત્મક સઝાયની રચના ઢાળ બદ્ધ થઈ છે તેમાં ઐતિહાસિક મહાપુરુષો, સતી રમીઓ અને જૈન દર્શનના વિષયોનો સમાવેશ થાય છે નમૂનારૂપે તેની નોંધ નીચે પ્રમાણે છે.
ઐતિહાસિક મહાપુરુષોની સઝાય પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિઢાળીયું (ઢાળ-૩) કવિ જીવવિજય, નંદિષેણની સજઝાય, ઢાળ-૩. મુનિશ્રી મેરવિજયજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org