________________
૨૮૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા નોંધવામાં આવી છે. સંસ્કૃત ભાષાના ‘ગી' ધાતુ ઉપરથી ગાવું અર્થ તો ચોક્કસ છે કે તેમાં તત્ત્વદર્શન કેન્દ્ર સ્થાને છે. આ તત્ત્વદર્શનમાં પણ આત્માની મુક્તિ વિશેષ વિચારોનો પણ સમાવેશ થાય છે.
ભગવદ્ગીતા વિશ્વવ્યાપી ધર્મગ્રંથ તરીકે ભારતીય સંસ્કૃતિ અને જન સમુદાયમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. ગીતા એ વેદનો સાર છે તેમાં રહેલા તાત્વિક વિચારો માનવજીવનની સાર્થકતા કરવામાં નવો પ્રાણ પૂરે છે. ગીતાના પ્રભાવથી કે અન્ય કોઈ રીતે ‘ગીતા' નામ આપીને જૈન સાહિત્યમાં કેટલાંક ગીતા કાવ્યો સંસ્કૃત અને ગુજરાતીમાં ઉપલબ્ધ થાય છે. તેને જૈન ગીતા કાવ્યો નામાભિધાન કરીને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે.
જૈન કવિઓનાં ગીતા કાવ્યોનો પરિચય આપવામાં આવ્યો છે. આ પરિચય રસિક અને જિજ્ઞાસુ વાચકોને માટે જ્ઞાનમાર્ગના પ્રવેશદ્વાર સમાન છે. તેના અભ્યાસથી મૂળ ગીતા કાવ્યોનાં પઠન પાઠન માટે દિશા સૂચન મળે છે.
ગીતાનો જૈન પરિભાષામાં અર્થ વિશે નીચેની વિગતો મળે છે. તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન થાય છે. ત્યાર પછી દેવો સમવસરણની રચના કરે છે અને ભગવંત સમવસરણમાં બેસીને બા૨ પર્ષદા સમક્ષ માલ કોશ રાગમાં દેશના આપે છે. પ્રભુ ગણધરોને ‘ત્રિપદી’રૂપે ઉપદેશ આપે છે. ત્યાર પછી સાધુ વૃંદને સૂત્રરૂપે પ્રદાન કરવામાં આવે છે. જ્યારે દેવો અને મનુષ્યો તેના અર્થ સમજીને ભગવંતની વાણીને આત્મસાત્ કરે છે. મુનિવૃંદ એટલે જિન શાસનમાં ધર્મનો માર્ગ દર્શાવનાર ગુરુ માટે ‘ગીતાર્થ’ શબ્દ પ્રયોગ વિશેષણરૂપે થાય છે. તેનો અર્થ ભગવંતની વાણીનો અર્થ પોતાની જ્ઞાનોપાસના અને જ્ઞાનના ક્ષયોપશમથી સમજાવવામાં કુશળ હોય છે. માટે ‘ગીતાર્થ’ શબ્દ પ્રયોગ વિશેષણરૂપે થાય છે. અહીં ગાવાનો સંદર્ભ પણ લઈ શકાય તેમ છે. વાણીમાં ભલે કાવ્યત્વ ન હોય પણ તેની શૈલીમાં પદ્યનો લય હોય છે. જેનાથી શ્રોતાઓ કાવ્ય સમાન રસિકતા દ્વારા વાણીનું શ્રવણ કરે છે. તે દૃષ્ટિએ પણ ગીતા અને અર્થ સંધિયુક્ત શબ્દ યથોચિત લાગે છે.
ગીતા શબ્દ તત્ત્વ દર્શનનું સૂચન કરે છે. ભગવાનની વાણીમાં મુખ્યત્વે તો તત્ત્વની વિગતો કેન્દ્ર સ્થાને હોય છે. કથા કે દૃષ્ટાંત એ તો માત્ર સાધન છે. સાધ્ય તો આત્મસ્વરૂપ પામવા માટે તત્ત્વની નક્કર હકીકતનું મહત્વ છે. એટલે ગીતા કાવ્યો જૈન દર્શનના સિદ્ધાંતોનું કાવ્ય વાણીમાં પ્રતિપાદન કરે છે.
જૈન દર્શન ષગ્દર્શનોની તુલનામાં ઊંચા પ્રકારનું છે. અહિંસા પરમો ધર્મ શ્રી ભગવાન વડે ગાવામાં આવેલી એવો અર્થ થાય છે.
ગીતા લોકાગીત છે. શ્રી કૃષ્ણને યોગેશ્વર કહ્યા છે. ગીતા ભગવાન વડે રચાયેલી છે. ગીતામાં જ્ઞાનચર્ચાનો સંવાદ છે. ભગવદ્ગીતા ઉપરથી તત્ત્વ જ્ઞાનને અનુલક્ષીને શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જ્ઞાનના સંવાદની રચના થઈ તે ગીતા છે. કાવ્ય પ્રકારની દૃષ્ટિએ આ એક વિશિષ્ટ પ્રકારની બ્રહ્મવિદ્યા-અધ્યાત્મ શાસ્ત્રનું નિરૂપણ કરતી રચના ગણાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org