________________
૨૮૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા વગેરે અંતકાળે આત્મા સાથે આવતાં નથી. અહીં સંસાર અને અન્યત્વ ભાવના દ્વારા આત્માને વદ્ધિ મળે છે. સંદર્ભ : સઝાયમાળા- પા. ૩૭૯
સઝાય - ૪ - ૨૭૨ ૧. જિન ગુણમંજરી પા. - ૭૮૮, ૨. જિન ગુણમંજરી પા. -૭૭૮, ૩. જિન ગુણમંજરી પા. - ૭૮૧, ૪. જૈન સઝાયમાળા. પા. - ૩૭૯ - કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન - પા. ૭૪ - કાવ્યશાસ્ત્ર વિનોદેન પા. - ૧૧૪ - સજઝાય માળા ભાગ ૧/૨
૪૧. જૈન ગીતા કાવ્યોનો પરિચય જૈનોમાં દિનપ્રતિદિન અન્ય દર્શનોની વિચારધારાનો પ્રભાવ પડવાને કારણે કે ઉંબર મૂકીને ડુંગર પૂજવાના ન્યાયે સમ્યક્ટર્શન જ્ઞાન અને ચારિત્ર દ્વારા મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ જિનશાસનના તીર્થકરોએ સ્વાનુભવ સિદ્ધ દર્શાવ્યો છે તેની ઉપેક્ષા કરીને “ખાવત પીવત મોક્ષ જે માને, તે શિરદાર બહુ જગ મેં એવી પદ્મવિજયજીની નવપદના તપ પદની પૂજાની પંક્તિના વિચારોને માનનારા લોકોની સંખ્યા વસ્તીવધારા સમાન આગળ વધી રહી છે. અજ્ઞાનતાને કારણે જીવો દર્શન શાસ્ત્રના સત્યને પામી શકતા નથી. આ માટેના પુરુષાર્થની પણ મોટી ખામી છે.
ભક્ષાભક્ષના નિયમો નહિ અદ્યતન વૈજ્ઞાનિક સાધનો દ્વારા ભૌતિક સુખ મેળવાય તેવી રીતે ધર્મ થતો હોય તો તે કરવાની મિથ્યાત્વવૃત્તિ દિનપ્રતિદિન ભારે કર્મી આત્માઓમાં ઘર કરી બેઠી છે. ભગવદ્ગીતાનાં ગુણ ગવાય છે તેનો કોઈ વિરોધ નથી. ધાર્મિક સહિષ્ણુતાનો ગુણ કેળવવો અને ધાર્મિક સંઘર્ષ ઉભવે નહિ એ પણ એક પ્રકારનો ઉચ્ચ કોટીનો ધર્મ છે. માધ્યસ્થવૃત્તિ દ્વારા આ ગુણ કેળવી શકાય.
જૈન દર્શનમાં સ્યાદ્વાદની અપેક્ષાએ અને જ્ઞાનના ક્ષયોપશમની દૃષ્ટિએ વિચારીએ તો જૈન ગીતા કાવ્યોની સૃષ્ટિ આબાલ ગોપાળ સૌ કોઈને જ્ઞાન અને ભક્તિમાર્ગમાં પ્રવેશ કરીને મુક્તિ મેળવવા માટે આહ્વાન આપે છે. તત્ત્વજ્ઞાનને લગતી ગીતાઓ પંડિતોને બુદ્ધિશાળી વર્ગને માટે છે. જ્યારે બાકીના વર્ગના લોકો માટે ચરિત્રાત્મક ગીતાઓ છે જેમાં જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન ઉપલબ્ધ થાય છે. જૈન ગીતા કાવ્યોનો ગ્રંથ પ્રગટ કરવા માટેની આ ભૂમિકા વિચાર પ્રેરક છે.
આપણે આપણી જ્ઞાનના જ્યોર્તિમય વારસાને ઓળખીએ નહિ તો દીવો લઈ કુવે પડવા જેવી સ્થિતિ થાય તેમાં વાક કોનો ગણવો?
આ ગ્રંથની કુલ ૨૬ ગીતાઓનો પરિચય એ પણ આ આંક અષ્ટકર્મ વિજયનું સૂચન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org