________________
પ્રકરણ-૪
૨૮૫
आत्मानमधिकृत्येत्यध्यात्मम् ।
आत्मनीत्य ध्यात्मम् ॥ આત્મા શું છે? તે ક્યાંથી આવ્યો છે? ક્યાં જવાનો છે? તેનું અસલ સ્વરૂપ ક્યું છે? આત્માને કર્મનો સંબંધ-પુદ્ગલનો રાગ શું છે ? આત્મ સ્વરૂપ કેવી રીતે પામી શકાય ? ભવભ્રમણ અટકાવવાનો ઉપાય શું છે ? મોક્ષ પુરુષાર્થની સાધના કેવી રીતે કરવી ? વગેરે માહિતી દર્શાવતા ગ્રંથ માટે અધ્યાત્મ શબ્દ પ્રયોગ થાય છે. અધ્યાત્મ શબ્દના શીર્ષકવાળા ગ્રંથમાં આત્મા વિશેની દાર્શનિક વિચારધારાનો સમાવેશ થાય છે.
અધ્યાત્મનો અર્થ જોઈ તો આત્માને ઉદ્દેશીને પંચાચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર) વ્યવહાર વર્તન કરવું તેનું નામ અધ્યાત્મ છે.
તેનો રૂઢ અર્થ એ છે કે બાહ્ય વ્યવહારથી મનને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થ ભાવનામાં વાસિત કરવું. યોગી મહાત્મા કવિ આનંદઘનજીએ શ્રી શ્રેયાંસનાથના સ્તવનમાં અધ્યાત્મ વિશે ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે
“નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાત્મ લહીએ રે,
જે કિરિયા કરી ચઉગતિ સાથે તે ન અધ્યાતમ કહીએ રે. અધ્યાત્મ એટલે કે જેનાથી આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય. જે આરાધનાથી ચારગતિનાં સુખ મળે તે અધ્યાત્મ નથી.
ઉપરોક્ત માહિતી અધ્યાત્મગીતાના સંદર્ભમાં ઉપયોગી હોવાથી આપવામાં આવી છે. આત્મદર્શન ગીતા, પુગલ ગીતા, અધ્યાત્મ ઉપનિષદ્ વગેરે ગીતા કાવ્યોને સમજવામાં પાયાના વિચારો તરીકે સ્થાન ધરાવે છે. ટૂંકમાં અધ્યાત્મ એટલે આત્માને જાણવાની વિધિ.
ગીતાઓ ભાષાંતર સાથે પ્રગટ થયેલી હોવાથી આ ભાષા નહિ જાણનાર વર્ગના વાચકો પણ અનુવાદને આધારે જ્ઞાનોપાર્જન કરી શકે એવી સુખદ સ્થિતિ છે.
શ્રી જિનગીતાના રચયિતા ઉપા. યશોવિજયજીએ જૈન દર્શનના સારભૂત સિદ્ધાંતોનું અષ્ટકમાં નિરૂપણ કર્યું છે, તેનું પ્રચલિત નામ “જ્ઞાનસાર છે. આ જ્ઞાનસાર એ અધ્યાત્મ જ્ઞાનના અમૂલ્ય વારસા સમાન માનવ જીવનની ઊર્ધ્વગતિમાં માર્ગદર્શન આપે છે.
યશોવિજયજી ઉપા.ની પંચપરમેષ્ઠિ ગીતા નમસ્કાર મહામંત્રનો મહિમા દર્શાવે છે. ચૌદ પૂર્વના સારરૂપ નવકાર મંત્રની ઉપાસનાથી જીવનની સાર્થકતા થાય છે. પંચપરમેષ્ઠિ એટલે દેવગુરુ અને ધર્મનો રહસ્યયુક્ત મિતાક્ષરી પરિચય છે.
વૃદ્ધિવિજયજીની જ્ઞાન ગીતા મોહનીય કર્મનો નાશ કરીને આત્માની અપૂર્વ શક્તિ પ્રગટ કરનાર બ્રહ્મચર્યનો મહિમા પ્રગટ કરે છે.
દેવચંદ્રજીની અધ્યાત્મ ગીતા ગુજરાતી ભાષામાં બાલાવબોધ સાથે પ્રગટ થઈ છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org