________________
૨૬ ૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા કાવ્ય કૃતિઓ રચાઈ છે તેવી જ રીતે માતૃકા અને કક્કામાં મૂળા અક્ષરોના આરંભથી કાવ્ય રચના થઈ છે.
જિનેશ્વરસૂરિના શિષ્ય જગડુએ સમ્યક્ત ચઉપદે સંવેગ માતૃકા અને દુહા માતૃકાની રચના છે. સં. ૧૩૫૦માં થઈ હોય તેમ સંભવ છે. ૧. શાલિભદ્રના ચરિત્રના સંદર્ભમાં શાલિભદ્ર કક્કની કૃતિ ઉપલબ્ધ થાય છે. તેની ૭૧ કડી છે કે જેમાં દરેક વ્યંજન માટે બે દુહા રચ્યા છે. તેમાં માતા-પુત્રનો સંવાદ નોંધપાત્ર છે. શાલિભદ્ર સંયમ સ્વીકારવા માટે તૈયાર થાય છે ત્યારે માતા પુત્રને સમજાવે છે પણ શાલિભદ્ર સંસાર અને તેની સર્વ સમૃદ્ધિ સુખ અને ભોગનો ત્યાગ કરીને સંયમ સ્વીકારે છે એ વાત મહત્વની ગણાય છે.
પઉમુ ભાઈ કકષ્પરિણ સાલિભદ્રગુણ કે, પા ભણે કક્કારે શાલિભદ્રગુણ કહું. શાલિભદ્રની એક ઉક્તિ નમૂના તરીકે ઉતારિયે, ખાર-સમુદ્ર આગલઉ માઈ ? કહિઉ સંસારુ.
સંજમ પવહણ હીણ-તસુ કિમઈ ન લમ્ભઇ પારું. આ સંસારને ખારા સમુદ્ર જેવો કહેલો છે. સંયમરૂપી પ્રવાહણ-વહાણ વગર તેનો પાર કેમે પામી શકાતો નથી. મા કહે છે.
ફણિ રાહુ સિરિયુત્ત? મણિ મુલ્લેણ ૫ બહુમુલ્લુ
સા વિહેતા પાણહર સંજયભરુ તસુતુલ્લ. (૪૪) નાગરાજને માથે હે પુત્ર બહુ મૂલ્યવાન એવો મણિ હોય છે. પરંતુ એ લેવા જતાં તે પ્રાણ કારક બને છે. તેમ સંયમ સ્વીકારવો એ તેના જેટલું દુર્ઘટ છે. શાલિભદ્ર કહે છે.
ફાડિજઈ કરવતસિરિ પાઇજઈ કથીર, માઈ ? દુષ્મન્ના સુણિી મહુ ઉધ્યસઇસરી,
સંસારના સુખ તો એવા એ કરવતથી માથું કપાવે ત્યારે કથીરની. પ્રાપ્તિ થાય છે. મા. નારકી દુઃખો સાંભળીને મારું શરીર થરથરી ઉઠે છે.
૨. ધર્મ માતૃકા દૂહા આ કૃતિ ૐ કારથી ક્ષ સુધીના અક્ષરોના આરંભથી દુહામાં રચાઈ છે. તેના કર્તા ‘પદ્મ ચોદમી સદીના ઉત્તરાર્ધમાં થયા હો એમ સંભવ છે. કવિએ સુભાષિત અને દાંતોના સંદર્ભથી વિશિષ્ટ કાવ્ય રચના કરી છે. ભાષા ગુજરાતી છતાં અપભ્રંશનું મિશ્રણ થયું છે. કવિ નામનો ઉલ્લેખ પ૭મા દુહામાં પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org