________________
પ્રકરણ-૩
૨૪૫
ગીતનો શબ્દ દેહ, લય અને તાલને આધારે રચાય છે. લોકગીતો, ભજન, ગરબા, ગરબીની રચનામાં આવો શબ્દ દેહ રહેલો છે. ઊર્મિકાવ્ય સમાન સંક્ષિપ્તતા પણ ગીતનું મહત્વનું લક્ષણ ગણાય છે. આ ગીતોમાં તાલ અને લય સાધ્ય કરવા માટે માત્રા મેળ છંદો કે ઢાળનો આશ્રય લેવામાં આવે છે. આવા લય અને તાલથી ગીતનો શબ્દ દેહ નિયંત્રિત થાય છે. ગીતના શબ્દોમાં અર્થલાઘવ હોવું જોઈએ. ગીત ગાવાની અને સાંભળવાની રચના છે. પંક્તિને અંતે તેમાં રહેલી સંવેદના કે ભાવ સચોટ અને સ્પષ્ટ થવો જોઈએ. તેમાં પ્રાસનું તત્ત્વ મહત્વનું બને છે. ગીતની પંક્તિઓ સ્વતંત્ર હોવા છતાં એક પંક્તિનો બીજી પંક્તિ સાથે સંબંધ જાળવવાનો હોય છે. ગીત રચના રીતિ, લાલિત્ય પ્રધાન, મૃદુલ પણ માધુર્યવાળી હળવી કાવ્ય કૃતિ છે. તેમાં કોમળ સંવેદનો સ્થાન પામેલા હોય છે. તેમાં કરણ કે શૃંગાર રસની સાથે શૌર્યભાવ-વીરત્વનું ઓજસ પણ નોંધપાત્ર બને છે. કવિ નર્મદનું “સહુ ચલો જીતવા જંગ', વીર ભાવનું દ્યોતક છે. નાનાલાલનું “પાર્થને કહો ચઢાવે બાણ”, “મારા કેસરભીના કંથ” જેવાં ગીતો પણ વીરસ રસના દૃષ્ટાંતરૂપ છે. પ્રણય અને પ્રકૃતિ તો સર્વ કાવ્યોમાં એક યા બીજી રીતે કાર્યરત હોય છે. ગીતમાં પ્રકૃતિ અને પ્રણયની વિભાવના દષ્ટિગોચર થાય છે. ગીતોમાંથી પ્રગટ થતો વિશિષ્ટ ધ્વનિ અગત્યનો ગણાય છે. જો તેવો કોઈ ધ્વનિ ન હોય તો આવાં ગીતો માત્ર સંગીતના આલાપ સમાન છે.
| ઊર્મિકાવ્ય માટે અંગ્રેજીમાં Lyric લિરિક શબ્દ પ્રયોગ થાય છે જ્યારે ગીત કાવ્યને Song નામથી ઓળખવામાં આવે છે. (સંદર્ભ : ઊર્મિકાવ્ય લે. ચંદ્રશંકર ભટ્ટ–પા. ૧૪૮).
ગીત ૨. આદિનાથ ગીત-કવિ વિનીત વિમલે સં. ૧૮૭૪ની આસપાસના સમયમાં આદિનાથના લોકો જ રચના કરી છે. આ કૃતિ સલોકો તરીકે પુસ્તકમાં પ્રગટ થઈ છે. કવિએ અપર નામ તરીકે “રૂષભદેવનું ગીત' આવ્યું છે. વળી શત્રુંજય લોકો પણ નામ નિર્દેશ કર્યો છે. સલોકો ભક્તિના એક પ્રકાર તરીકે ગાવામાં આવે છે તે દૃષ્ટિએ “ગીત' શબ્દ પ્રયોગ કર્યો છે એમ અનુમાન કરવામાં આવે છે. (પાન ૭૩)
કવિની અન્ય સલોકો રચનામાં નેમિનાથ સોલોક, અષ્ટાપદ સલોકો, વિમલમંત્રીશ્વરનો સલોકો પ્રાપ્ત થાય છે તેમાં “ગીત” શબ્દપ્રયોગ નથી માત્ર “સોલોકો'ની સંજ્ઞા છે. કવિ બિંબો વિશ વિહરમાન જિન ૨૨ ગીતની રચના કરી છે. વાસ્તવિક રીતે વિચારીએ તો “ગીતનો અર્થ વિહરમાન જિન સ્તવન થાય છે. પદ્ય રચનામાં ગેયતા અનિવાર્ય પણ હોય છે અહીં ગીત સમાન ગેયતાના સંદર્ભથી “ગીત’ શબ્દ પ્રયોગ થયો છે. (૧-૩૫૩)
અજ્ઞાત કવિ કૃત સમેતશિખર ગીત (અપૂર્ણ) પ્રાપ્ત થાય છે. તેની પંક્તિઓ નીચે મુજબ છે. ૧-૪૨૬
અજ્ઞાત કવિ કૃત અન્ય ગીતોમાં શેત્રુંજય મહાતીર્થ ગીત કડી-૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org