________________
૨૫૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ધરાવવામાં આવે છે. આ પ્રસંગે ગવાતું પદ એ થાળ કહેવાય છે. તેમાં ભક્ત હૃદયની આર્તભાવના અને સહૃદયની વિનંતીનો ઉલ્લેખ થાય છે અને ભગવાન આ “થાળ' સ્વીકારી ભક્તને ઉપકૃત કરે એવી ભક્તની અપેક્ષા હોય છે. આ પ્રસંગે ગવાતી પદ્ય રચનાને થાળ તરીકેની સંજ્ઞા આપવામાં આવી છે. અન્ય ધર્મમાં પણ સત્યનારાયણની કથા પછી, માનો થાળ એ નામથી પદ્ય રચના જાણીતી છે.
જૈનધર્મમાં અષ્ટપ્રકારી પૂજામાં નૈવેદ્ય પૂજા છે તેનું જ રૂપાંતર “થાળ” રૂપે નિહાળી શકાય છે. અણાહારી પદની પ્રાપ્તિ માટે નિર્વેદ થવા માટે આત્માના શાશ્વત સફળ પામવા માટે અનાદિકાળથી જે આહાર સંજ્ઞા આત્માને વળગી છે તેને દૂર કરવા માટે નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. માણિભદ્ર ઘંટાકર્ણને પણ આ રીતે નૈવેદ્ય ધરાવવામાં આવે છે. વીતરાગ પાસે નૈવેદ્ય ધરાવીને આત્માનું અણાહારી પદ મેળવવાની આશાપૂર્ણ થાય એવી ભાવના છે. જ્યારે અન્ય રીતે થાળ ધરાવીને માતા કે માનેલા દેવ-દેવીની ભક્તિથી પૌદ્ગલિક ઇચ્છાઓની પૂર્તિ થાય એવી ભાવના રહેલી છે.
કવિ સૌભાગ્યવિજયજીએ પાર્શ્વનાથના થાળની રચના ૯ કડીમાં કરી છે. તેમાં કવિએ પારણાની દેશી-વીર પ્રભુના હાલરડાના રાગમાં રચના કરીને લયબદ્ધ રસિક રચના કરી છે. આ થાળની વિશેષતાએ છે કે કવિએ રૂપકાત્મક શૈલીમાં વિચારો વ્યક્ત કરીને લોકોત્તર ભાવનાને વ્યક્ત કરી છે. આરતીના આરંભના શબ્દો છે.
માતા વામાટે બોલાવે જમવા પાસને, જમવા વેળા થઈ છે, રમવાને ચિત્ત જાય. ચાલો તાત તમારા બહુ થાળે ઉતાવળા,
વહેલા હાલોને ભોજનીયા ટાઢાં થાય માતા. ૧૫ કવિની ઉપમા અને રૂપક અંગેની અવનવી કલ્પનાઓ થાળની રસિકતાને સિદ્ધ કરે છે.
મારા નાનડીયાને ચોખ્ખા ચિત્રનાં ચૂરમાં સુમતિ સાકર ઉપર ભાવશું ભેલું ધરત. ભક્તિ ભજીયાં પિરરમાં, પાકુમારને પ્રેમશું, અનુભવ અથાણાં આંખોને, રાખો સરત. માતા. I૪ો. સંતોષ થીરોને વળી, પુન્યની પૂરી પીરસી, સંવેગ શાક ભલાં છે, દાતાર ઢીલીદાળ. મીઠાઈ માલપુડાને પ્રભાવનાનાં પુડલાં,
વિચાર વડી વધારી, જમજ્યો મારા બાલ. માતા. llell અંતમાં કવિના શબ્દો દ્વારા થાળ ગાવાની ફળશ્રુતિ જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org