________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સમય વીતી જતાં પ્રવૃત્તિ શોક્યએ નિવૃત્તિ સામે આક્રમણ કર્યું. લડાઈ શરૂ કરી. પ્રવૃત્તિનો પરિવાર નિવૃત્તિના પરિવાર સામે લડવા માંડ્યો. મનરૂપી દાદા પ્રવૃત્તિ સાથે ગયા. કવિ કહે છે કે :
૯૦
‘સહુનો ઇસ્ટ છે આતમરામ, સાક્ષી રહીને જુએ છે ઠામ.'
આતમરામ કહે છે કે માનીતીને ઘેર જવું નથી. અને અણમાનીતીની સામે થવું યોગ્ય છે. માનીતીનો પરિવાર અણમાનીતી ઉ૫૨ યુદ્ધ કરે છે તેનું વીર અને રૌદ્રરસમાં નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે :
રણસંગ્રામ રોપ્યો છે ભાઈ, કેવી થાય છે જુઓ લડાઈ,
માનીતી કેરી તરફ મન જ ચડીયા, તત્ક્ષણ આવી મોરચે અડીયા. ॥ ૫૮ ॥ વિવેક વિચાર ઊભા છે ભાઈ, આતમરામે કીધી ચડાઈ, ચડી મોરચા આગળ આવે, તોપો નાલો ને બંદુકો લાવે. મન મહા બળીયો જોવો કહેવાય, જેહનો તાપ તો નવિ સહેવાય, મન રાજાએ તોપ હલાવી, આતમારામ ઉપર ચલાવી.
|| ૫૯ ||
ઘણું ઘમશાન ચાલી લડાઈ, સામાસામી ત્યાં આફલે ભાઈ, સીએ સ્ત્રીને બેટીયે બેટી પહેરયાં બખતર જુલમ પેટી. સામાસામી તિહાં કડાકા થાય, જુદ્રનો વરણવા કહ્યા નવ જાય, અન્યોઅન્યથી બળીયા બહુશ્રુર, જેવું સાયરનું ચડતું પુર. (વિવેક વિલાસ)
|| ૬૦ ||
છૂટે ગોળા ને ભડાકા થાય, કાયર કેરા તો ઠરે નહીં પાય, ભાલા, બરછી ને બાણતીર જાળવી લે છે આતમરામ વીર. ખાંડા ખંજરના ઘાવ કરે છે, આતમારામ પટે રમે છે, ધોબ ખડુવા ને કટારા ઘાવ, આતમારામ જાળવે દાવ. પાછે રોજઇ આગેરો આવે, આતમા ઉપર ઘાવ ચલાવે, ન વાગે તીર, ન વાગે ગોળી, ફરીથી આવ્યો, બરછી જ તોળી. એક પછી એક જોરદાર હુમલો કરવામાં આવે છે છતાં આતમરામ તો ધીરજ રાખે છે. કવિએ આ યુદ્ધમાં નિવૃત્તિના પરિવારનો રૂપકાત્મક પરિચય આપીને નિવૃત્તિનો વિજય જય જયકા૨ દર્શાવ્યો છે. પ્રતિકાર કરવા માટે જ્ઞાન ગુપ્તી, ક્ષમા ખંજર, મન યોદ્ધાનું કશું ચાલતું નથી. યુદ્ધની ભયંકરતા દર્શાવતી કવિની પંક્તિઓ જોઈએ તો–
|| ૬૩ ||
|| ૬૧ ||
|| ૬૨ ॥
|| ૭૨ ||
|| ૭૩ ||
અજ્ઞાન સામે કુશાન, કુમતિ સામે સુમતિ આવી, અચેતનની સામે ચેતના, હિંસા સામે સંયમ, ક્ષમા નિર્દય સામે દયા, અહંકાર સામે માફી, પ્રપંચ સામે શમદમ, અણઆશા કુંવરી સામે આશા, લોભ સામે સંતોષ, દંભ સામે વૈરાગ્ય, પાખંડ સામે ન્યાય, અશુદ્ધ સામે શુદ્ધ— આ પ્રમાણે નિવૃત્તિના પરિવારે પ્રવૃત્તિના પરિવારનો સામનો કરીને સખત પરાજય આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org