________________
પ્રકરણ-૨
૧૩૫ ઉપરોક્ત ઉદાહરણોને આધારે એવો નિષ્કર્ષ તારવવામાં આવે છે કે જૈન સાહિત્યની ગઝલો પદબંધ તરીકે મોટે ભાગે ગઝલના છંદશાસ્ત્ર કરતાં શાસ્ત્રીય રાગ-દેશીઓ અને ચાલને અનુસરીને સર્જાઈ છે. તે દષ્ટિએ ગઝલોનું મૂલ્યાંકન કરતી વખતે છંદશાસ્ત્ર (અરબી-ફારસીના) કરતાં કવિઓએ ગઝલના લય-રાગને અનુસરીને રચના કરી છે એ વાત ધ્યાનમાં લેવી અનિવાર્ય બને છે.
સાહિત્ય સર્જનમાં પરંપરા અને પ્રયોગને પણ સ્થાન આપવામાં આવ્યું તે દૃષ્ટિએ વિચારીએ તો ગઝલોમાં પણ પ્રયોગો થયા છે. જૈન સાહિત્યની ગઝલોમાં આવા પ્રયોગનું વલણ જોવા મળે છે. છંદશાસ્ત્રના નિયમ પ્રમાણેની ગઝલો સિવાય અન્ય ગઝલો રચાય છે તે માટે જમિયત પંડ્યાના વિચારો નોંધવામાં આવ્યા છે.
છંદ શાસ્ત્રમાં ગઝલ અને તે સિવાય બંધારણપૂર્વકના અન્ય ઘણા પ્રકારો છે. વર્તમાન સમયની ગઝલોમાં પ્રાસાનુપ્રાસને કારણે ભાવસાતત્ય સાદ્યત જળવાઈ રહે તે પ્રકારે રચાયેલી ઘણી ગઝલો પ્રસિદ્ધ થતી રહે છે. આ પદ્ધતિને “નઝમ' પ્રકારની ગઝલો તરીકે ઓળખાય છે. ભાવ સાતત્ય જાળવી શકાય તેવી ગઝલ સિવાય અન્ય ૧૪ પ્રકારો છે.
૧ ગઝલ, ૨ મુક્તક, ૩ રૂબી, ૪ નઝમ, ૫ પરંપરિત, ૬ આઝાદબહર, ૭ મુરબ્બા , ૮ મુસલ્લસ, ૯ મુખમ્મસ, ૧૦ મુસલ્સ, ૧૧ મુસમ્મનું, ૧૨ મુઅશર, ૧૩ તઝમીન, ૧૪ હિકાયાત, ૧૫ મસનવી.
ગુજરાત; દક્ષિણ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જઈ વસેલા મુસ્લિમ વિદ્વાનો અને સૂફીસંતોએ મસનવીઓ લખી છે. તેમજ હિકાયતો પણ લખાઈ છે. આ ગઝલની બહેરોમાં સળંગ કથાવસ્તુઓ, ઉપદેશો, પ્રેમકથાઓ તેમજ પ્રશસ્તિ કાવ્ય પ્રકારો ઉર્દૂ, પંજાબી, સિંધી વગેરે ભાષાઓમાં લખાયેલ છે. વર્તમાન સમયમાં આ પ્રકારોનો ક્યાંય ઉપયોગ થતો નથી. ગુજરાતના કેટલાક સ્થળોએ સંત કવિઓએ લાંબાં ખંડકાવ્યો, મસનવીઓ અને હિકાયત ઉર્દૂમાં રેખતામાં લખેલ છે. આ પ્રકારનું ખેડાણ લગભગ હવે થતું નથી.” (૧૩)
જૈન કવિઓએ રેખતા'નો પ્રયોગ કરીને આધ્યાત્મિક વિચારો વ્યક્ત કર્યા છે. તેમાં ઉપદેશનું તત્ત્વ પણ રહેલું છે. સૂફી વિચાર ધારાને વ્યક્ત કરતી ગઝલોમાં ઉપદેશ રહેલો છે તે દૃષ્ટિએ જૈન સાહિત્યની ગઝલોમાં આવો ઉપદેશ હોય તો તે ગઝલના વિષય વસ્તુનું એક અંગ છે એમ માનવું જોઈએ. ગઝલમાં સતત પ્રયોગો થયા છે. અને થતા રહેશે. જૈન સાહિત્યની ગઝલોમાં પ્રયોગનું વલણ ઓછું છે છતાં તેમાં શાસ્ત્રીય રાગ અને દેશીઓનું સંયોજન કરીને ગઝલોમાં પ્રયોગશીલતા દર્શાવી છે.
સ્થળ વર્ણનની ગઝલોમાં મધ્યકાલીન પરંપરાનું અનુસરણ કરીને કળશ, દુહા, રચના, સંવત વગેરે વિગતો પ્રાપ્ત થાય છે. કવિ “ખેતા'ની ‘ચિતોડરી ગઝલ'નું ઉદાહરણ નીચે પ્રમાણે છે.
“ખરતર કવિ જાતિ ખેતાકિ, આંખ મોજશું એતાકિ,
સંવત સત્તરમેં અડતાલ, સાવણમાર રિતુ વરસાલ.” વદિ પખવારઈ તેરી કિ કિની ગઝલ પઢિયો ઠીક”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org