________________
પ્રકરણ-૨
૧૫૫
ખીલી રહે છે. જેટલું બદાહરસિંગ વિશે તમે વાંચ્યું છે ને સાંભળ્યું છે, તે ઉપરથી કહી શકીએ છે કે તે ઘણો બુદ્ધિવાળો હતો. એની બનાવેલી કેટલીક લાવણીઓ હવેનાં ચોપાનિઆમાં બનશે તો દાખલ કરીશું.
(કવિ નર્મદ–નર્મ ગદ્ય ખંડ–૧ (પા. ૫૧)) I respect and follow the divine speech of vitrag with full faith.
કવિ રામકૃષ્ણની ઉપદેશની લાવણીમાં સંવત અઢાર વરસ સડસઢ, સાદહી રાહેર સુહાના હૈ, ફાગણ શુદિ તેરસ કે દિવસે, એ ઉપદેશ સુનાયા રે.
ત્રણ પ્રકારની લાવણીઓની સમીક્ષા લાવણી કાવ્યો વિશે માહિતી આપે છે. વિશેષ વિગતો લાવણીઓના અધ્યયની પ્રાપ્ત થશે. (પ્રકરણ-૪)
જનરલ સમીક્ષા * લાવણી સુગેય પદ્યાત્મક રચના છે.
તેનું વિષય વસ્તુ તીર્થક ભગવાન નવપદ, જૈન તીર્થો, જૈન ધર્મના આત્મહિતકારી વિચારો વગેરે સાથે સંબંધ ધરાવે છે. વિષય વસ્તુને આધારે લાવણી ત્રણ પ્રકારની છે. પ્રભુભક્તિ વિષયક, ઉપદેશાત્મક અને પ્રકીર્ણ એટલે જૈન ધર્મના વિષયોને સ્પર્શતી. પ્રભુનો મહિમા ગુણગાન, ભક્તની આર્દ્રભાવના, ભક્તિ દ્વારા પ્રભુને સમર્પણશીલ, શરણાગતિ, સેવકના ઉદ્ધાર ભાવના વ્યક્ત કરીને લાવણીઓ રચાઈ છે. ઉપદેશાત્મક લાવણીમાં જૈન સમાજના લોકોને ન્યાય, નીતિ, પ્રમાણિકતા, આચારશુદ્ધિ, સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધના તથા અસાર સંસારમાંથી નિવૃત્ત થઈને મુક્તિ માટે પુરુષાર્થ કરવાનો જિનવચનના ઉલ્લેખ દ્વારા ઉપદેશના વિચારો પ્રગટ થયા છે. લઘુ લાવણીઓ સુગેય પદાવલીયુક્ત કલાત્મક બની છે. જ્યારે દીર્ધ લાવણીઓ ચરિત્રાત્મક માહિતીને અનુસરે છે. તીર્થકર વિષયક લાવણીઓ બંને પ્રકારની જોવા મળે
*
*
ઉપદેશાત્મક લાવણીઓ પ્રસંગ વર્ણન સમાન વિસ્તારયુક્ત છે આ પ્રકારની લાવણીઓમાં કાવ્યતત્ત્વની ઉપાસના શિથિલ બની ગઈ છે. લાવણી ભક્તિમાર્ગને અનુસરતી પદ્યરચના છે એટલે તેમાં ભક્તિરસ-શાંતરસ દ્વારા ઊર્મિયુક્ત પદાવલીઓ સ્થાન પામી છે. લાવણી ઓછામાં ઓછી ત્રણ કડીથી ૨૫-૩૦ કડીની પ્રાપ્ત થાય છે એટલે ઓછામાં ઓછી ત્રણ કડીની રચના હોવી જોઈએ. પાંચ-સાત-આઠ-દસ-પંદર જેટલી કડીઓવાળી લાવણીઓ પ્રાપ્ત થઈ છે. પણ દીર્ધ લાવણીઓ સંખ્યાની દૃષ્ટિએ ઓછી છે. મોટાભાગની લાવણીઓમાં કડીઓનો સંદર્ભ કાવ્ય અને વિષયને અનુરૂપ થયો છે. લાવણીની છેલ્લી કે ત્યાર પહેલાની કડીમાં કવિ નામ, રચના, સમય વર્ષ-મહિનો-તિથિ કે વારનો પણ ઉલ્લેખ થયો છે. આ પ્રકારની વિગતો લાવવી વિકાસના અભ્યાસ માટે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org