________________
પ્રકરણ-૩
૨૦૧ તીર્થનો પ્રભાવ અનેરો છે, ચમત્કારિક છે. ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, તેવી વિગતોનો પણ તેમાં ઉલ્લેખ થયેલો છે. પર્વોની ઉજવણી કરવાની પદ્ધતિ અને તેનાથી પ્રાપ્ત થનાર ફળની માહિતી દર્શાવવામાં આવે છે. ચૈત્યવંદનની છેલ્લી કડીમાં રચયિતાના નામનો ઉલ્લેખ હોય છે. કેટલીક રચનાઓમાં રચયિતા ગુરુમહિમાને, એમના પ્રત્યેનો પૂજ્યભાવ ઉપકારની ભાવનાનો સ્વીકાર કરીને, અહોભાવ પૂર્વક પ્રથમ ગુરુનો ઉલ્લેખ કરીને પછી પોતાનાં નામો લેખ છે. ચૈત્યવંદનમાં ઓછામાં ઓછી ત્રણ ગાથા હોય છે તેથી વધારે ગાથાની કોઈ ચોક્કસ મર્યાદા નથી. ચૈત્યવંદનની રચના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં થયેલી છે. વ્યવહારમાં ગુજરાતી ચૈત્યવંદન વધુ ઉપયોગમાં લેવાય છે. ગુજરાતી ચૈત્યવંદનમાં દોહરા છંદનો પ્રયોગ મોટા પ્રમાણમાં થયેલો છે જયારે સંસ્કૃત ચૈત્યવંદનાં વસંતતિલકા, માલિની, દુતવિલંબિત, ઉપેન્દ્રવજા, ભુજંગપ્રયાત, ટોટક હરિણી, મન્દાક્રાતા, શાર્દૂલવિક્રીડિત વગેરે છંદનો પ્રયોગ થયેલો જોવા મળે છે.
જૈન સાધુ-સાધ્વી વર્ગમાં સંસ્કૃત અને પ્રાકૃત ચૈત્યવંદનનો વિશેષ ઉપયોગ થાય છે. ગુજરાતી ચૈત્યવંદનની ભાષા સરળ છે તેમ છતાં પારિભાષિક શબ્દોથી અર્થબોધમાં અવરોધ થાય છે. આ કાવ્ય પ્રકારમાં છંદની વિવિધતા ઓછી છે. સંસ્કૃત ભાષામાં રચાયેલ ચૈત્યવંદનમાં સંસ્કૃત છંદોનો પ્રયોગ થયેલો છે. ભગવાનના જીવનના અત્યંત પ્રેરણાદાયી કે પ્રભાવશાળી પ્રસંગોને આ કાવ્યમાં સ્થાન આપવામાં આવે છે, ત્યારે ચૈત્યવંદન એ મિતાક્ષરી પરિચય આપવા કરતાં લઘુ પદ્યકથા બની જાય છે. જૈન મુનિઓએ સ્તુતિ, સ્તવન અને સઝાય સમાન ચૈત્યવંદનની રચનાઓ પણ વિપુલ પ્રમાણમાં કરીને ગાગરમાં સાગર ભરવાની ઉક્તિને ચરિતાર્થ કરી છે. તેજીને ટકોરાની જરૂર તેમ ચૈત્યવંદનના શબ્દો એવી ઉત્તમ રીતે પદાવલીમાં સ્થાન પામ્યા હોય છે કે ભાવનું પ્રત્યાયન સરળતાથી અસરકારક રીતે કરાવે છે. કેટલાંક ઉદાહરણો પરથી ચૈત્યવંદનની વૈવિધ્યપૂર્ણ માહિતી વધુ સ્પષ્ટ થશે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ સંસ્કૃતમાં ૨૪ તીર્થકરોના એક દીર્ઘ ચૈત્યવંદનની રચના ૩૩ ગાથામાં કરી છે. તેનું નામ સકલાત્ ચૈત્યવંદન છે.
વર્તમાન ચોવીશીના ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના ૨૪ ભગવાન ઉપરાંત શાશ્વતા-અશાશ્વત જિન ચૈત્યો, સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ લોકમાં રહેલાં ચૈત્યો, પ્રસિદ્ધ તીર્થભૂમિમાં બિરાજમાન જિનબિંબોનો ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે.
ચૈત્યવંદનના પહેલા શ્લોકમાં “અહંન્યાં પ્રસિદ્ધ મહે' એ પંક્તિથી અરિહંત વીતરાગ ભગવાનની સ્તુતિ કરવાનો ઉદેશ જણાવ્યો છે. બીજા શ્લોકમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એમ ચાર નિક્ષેપથી સર્વ તીર્થકરોની સ્તુતિ કરી છે. ૩થી ૨૬ શ્લોકોમાં ૨૪ ભગવાનની ક્રમિક સ્તુતિ છે. નમૂનારૂપે ૨૪મા ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ અત્યંત નોંધપાત્ર છે તેમાં કવિએ શાર્દૂલવિક્રીડિત છંદનો પ્રયો કર્યો છે. આખા શ્લોકની રચનાપદ્ધતિમાં કવિની કવિત્વ શક્તિનો પરિચય એ રીતે થાય છે કે સંસ્કૃત વ્યાકરણ સાત વિભક્તિ અને સંબોધન વિભક્તિનો સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org