________________
પ્રકરણ-૩
૨ ૧૭
ધ્યાન ધ્યાતા બેય એકી, ભાવ હોય એમ રે, એમ કરતાં સેવ્ય સેવક, ભાવ હોય એમ . પ્રભુ ૭ શુદ્ધ સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે,
જ્ઞાનવિમલ સૂરદ પ્રભુતા, હોય સુજસ જમાવરે. પ્રભુ ૮ સંદર્ભ :
કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન પા. પ૭ વીરવિજયજી એક અધ્યયન પા. ૯૧ તાર હોતાર પ્રભુ જિનગુણમંજરી પા. ૨૧૦ જૈન કાવ્ય પ્રકાશ પા. ૯૭ જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ પા. ૧
૨૮. ઢાળિયાં ઢાળિયાં શબ્દનું મૂળ “ઢાળ'માં જોઈ શકાય. ઢાળ એ એક વિશિષ્ટ પ્રકારે ગાવાની પંક્તિ કે ઢબ ઢાળમાં ગાવું એટલે તાલબદ્ધ રીતે ગાવું આમ જોઈએ તો ઢાળિયામાં ગેયતાનું વિશિષ્ટ તત્વ રહેલું છે. વીરવિજયજીની કાવ્ય રચનાઓમાં દીર્ઘકાવ્યો સ્તવન કે સઝાય સ્વરૂપે જોવા મળે છે. આ કાવ્યો ચરિત્રાત્મક કે પ્રસંગા લેખનને લગતાં હોય છે. આખ્યાનમાં જેવી રીતે કડવું આવે છે. તેવી રીતે જૈન કાવ્યોની દીર્ઘરચનાઓમાં વસ્તુનું વિભાજન ઢાળમાં કરવામાં આવે છે. અને તેથી આવી રચનાઓને ઢાળિયા તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. વીરવિજયજીનાં મેઘા કાજળનાં ઢાળિયાં અને હઢીસીંગના ઢાળિયાં અત્રે એ નોંધ પાત્ર છે. જૈન સાહિત્યનાં ‘ઢાળ
સ્ત્રીલિંગરૂપે મોટા પ્રમાણમાં પ્રચલિત છે. સામાન્ય રીતે આવી રચનામાં કેટલી ઢાળ હોય તે પૂર્વનિશ્ચિત નથી. કવિ વિષયવસ્તુને પોતાની આગવી કવિ પ્રતિભાથી કઈ રીતે રજૂ કરવા માગે છે તે ઉપર આધાર રહે છે. આવી રચનાઓ ઓછામાં ઓછી ત્રણ ઢાળમાં શરૂ થયેલી જોવા મળે છે. ત્રણ કે તેથી વધુ ઢાળમાં રચાયેલી કૃતિઓ “ઢાળિયાં' તરીકે ઓળખાય છે. તે સિવાયની લઘુકૃતિઓ સ્તવન કે સઝાય તરીકે ઓળખાય છે. આ ઢાળમાં પ્રચલિત દેશી અને ગેય શાસ્ત્રીય રાગોનો પ્રયોગ થયેલો હોય છે. રાસમાં પણ કથા વસ્તુનું વિભાજન ઢાળથી કરવામાં આવે છે.
(૧) ગૌતમસ્વામીનો રાસ-ઉદયવંત મુનિએ છ ઢાળમાં રચ્યો છે. (૨) નારકીનું સ્તવન-સાત ઢાળનું છે જે કવિ મુક્તિવિજયે રચ્યું છે. (૩) છ અઠ્ઠાઈનું સ્તવન વિજયલક્ષ્મસૂરિએ નવ ઢાળમાં રચ્યું છે. (૪) છ આવશ્યકનું સ્તવન વિનવિજય ઉપાધ્યાયે છ ઢાળમાં રચ્યું છે. (૫) નેમનાથ પ્રભુનાં સત્તર ઢાળિયાં કવિ ઋષભવિજયે રચ્યાં છે. (૬) શ્રી ગોડી પાર્શ્વનાથ મેવાશાનું સ્તવન કવિ નેમવિજયે પંદર ઢાળમાં રચ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org